________________
૫૬૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આહાહા ! ગ્રામીભૂત છે ને? ગ્રાસ, ગ્રાસ-ચૈતન્યશક્તિ ભગવાન આત્મા એના સ્વભાવનો વિસ્તાર થતાં એ સર્વ જગતને ગળી જાય ગ્રાસી, કોળીયો કરી જાય, આહાહાહા.. એને જાણી લીધું (બધું ) આવી ભાષા હવે આવું સાંભળવા મળે નહીં અને બહારની વાતું બધી કરે વ્રત કરો ને તપસ્યા કરો, આ કરો તે કરો, દાન કરો, દેશની સેવા કરો, અરે ભગવાનની સેવા કરો પ્રતિમાની એ બધો રાગ છે. આહાહાહા !
ચિન્માત્ર શક્તિ વડે કોળીયો ગ્રાસીભૂત કરવામાં આવ્યા હોવાથી જાણે કે અત્યંત અંતર્મગ્ન થઈ રહ્યા હોય” ભગવાન જ્ઞાનસ્વભાવી પ્રભુ એમાંથી પ્રગટેલી જ્ઞાનદશા, એને છ દ્રવ્યો તો જાણે અંતર્મગ્ન થઈ ગયા હોય, છ દ્રવ્યો અંદર ગરી ગયા હોય, પ્રવચનસારમાં આવે છેને આહાહાહા. એની પર્યાયનો એટલો સ્વભાવ ભગવાનનો છે આત્માનો, કે અનંત સિદ્ધો ને અનંત નિગોદના જીવો, કે અનંત પરમાણુઓ અને અનંત સ્કંધો, એને એક સમયમાં એક ક્ષણમાં જાણવાનો, કોળીયો કરી જવાનો ગ્રાસીભૂત કરવાનો જેનો સ્વભાવ છે. આહાહાહા ! જાણે કે છ દ્રવ્યો જ્ઞાનમાં પેસી ગયા હોય!! એનું જ્ઞાન થયું ને એમ. આહાહાહા!
અરેરે! આવી ચીજ આકરી પડે જગતને, કુંદકુંદાચાર્ય તો આ ફરમાવે છે આ, એની ટીકા અમૃતચંદ્રાચાર્ય કરે છે એ પણ આમ ફરમાવે છે. આહા! દિગંબર સંતોની તો આ વાત છે. તેથી આઘું પાછું કરે એ બધી વિપરીત દેષ્ટિ છે. આહાહા ! અને વ્યવહાર કરો, વ્રત પાળો, અપવાસ કરો, ભક્તિ કરો, મંદિર બનાવો. આહાહા ! દેશની સેવા કરો, દુઃખીના આંસુ લુઓ, એનાથી તમને લાભ થશે, એ તો મિથ્યાષ્ટિની પ્રરૂપણા છે. આહાહાહા ! આકરું લાગે તેવું છે શું થાય, ભાઈ? પ્રભુ, તારા હિતની વાત છે ને નાથ. તું પરના સંબંધ વિનાનો અને તું પરના કાર્યને તું કરે ને કરાવે એમ માન પ્રભુ, એમાં તારું શું હિત આવ્યું? આહાહા!
જ્ઞાનમાં તદાકાર થઈ ડૂબી રહ્યા હોય” આહાહાહા... શું? છ દ્રવ્યો, પોતાના સિવાય અનંતા નિગોદના જીવ, અનંતા સિદ્ધના જીવ, પંચપરમેષ્ઠિ અને શાસ્ત્રના શાસ્ત્રોના શાસ્ત્રો જે બાર અંગ લખેલા પડ્યા હોય, આહાહાહા... એ જ્ઞાનની પર્યાયમાં ગ્રામીભૂત થઈ ગયા હોય અંદર, આહા ડૂબી ગયા, જ્ઞાનમાં ડૂબી ગયા અંદર છ દ્રવ્યો, એટલે એનું જ્ઞાન થઈ ગયું એમ. આહાહાહા ! આવું છે એ.
એકએક ગાથા સમયસાર એટલે ગજબ વાત છે. ભાઈ. સાક્ષાત્ પરમાત્માની દિવ્ય ધ્વનિ ત્રણલોકના નાથની દિવ્યધ્વનિ છે આ. આહાહાહા !
કહે છે, પ્રભુ તું કોણ છો? કે હું તો ચૈતન્યલોક છું ને નાથ ! તેમાં ચૈતન્યલોકમાં તો ચૈતન્યશક્તિ ભરેલી છે ને ! અને ચૈતન્યશક્તિની ભરેલી પર્યાયમાં ઈ ચૈતન્યશક્તિ પ્રગટ પોતાથી પ્રગટે છે ને ! આહાહાહા ! એ પ્રગટે છે એમાં છ દ્રવ્યો જાણે ડૂબી ગયા હોય, ગ્રામીભૂત કોળીયો કરી ગયા હોય, આહાહાહા... એવું છે. ગળી ગયા હોય ગળી ગળી ગયો જાણે. એટલે? કોળીયો તો નાનો અને આમ મોટું તો મોટું છે એમ જ્ઞાનની પર્યાય તો મહામોટી છે એમાં છ દ્રવ્યોનો તો ક્યાંય કોળીયો કરી ગયો, એમ કહે છે. આહાહા!
ભગવાન ચૈતન્ય રસનો સાગર એ ચૈતન્યની પર્યાયમાં ઊછળે છે, પ્રગટ થાય છે, તે તેના દ્રવ્ય ગુણ ને પર્યાય ત્રણ થઈ ગયા, એ પર્યાયમાં છ દ્રવ્યો જાણે ગળી જવાય છે, જાણી લે છે,