SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા – ૩૬ ૫૪૧ ભાવ નહીં. આહાહા ! નાની ઉંમરમાં ભણતાને ત્યારે એક ભાવસાર હતો અમારે નિશાળમાં ભેગો. જન્મ તો ઉમરાળ હતો ને તેર વર્ષ ત્યાં રહ્યા, નવ વર્ષ પાલેજ દુકાન છે ને ત્યાં નવ વર્ષ, ત્યાં પાંચ વર્ષ દુકાન ચલાવી'તી. અત્યારે દુકાન ચાલુ છે મોટી દુકાન છે. પાંત્રીસ-ચાલીસ લાખ રૂપિયા છે. એ દુકાન છે ત્રણ ચાર લાખની પેદાશ છે પાલેજ. તમારે ચિત્તળમાં પરણ્યો છે ને અમારે મનહર મનહર શું? નહીં મનસુખ-મનસુખ લાલચંદભાઈની દિકરી, છે ને ત્યાં? હું હતો ત્યારે સગપણ કરેલું હું ત્યાં અમરેલીનું ચોમાસુ કરીને ચિત્તળ આવ્યો, ત્યારે આણંદજી હતો મારી હારે આણંદજી એના કાકાનો દિકરો, એ કહે કે અમારે સગપણ કરવું છે. લાલચંદભાઈની દિકરી આ હિંમતભાઈની બહેન, તે દિ' હું ત્યાં હતો ઉપાશ્રયે વ્યાખ્યાન ચાલતું ને ત્યારે પછી એને પ્રશ્ન કરેલો, અમારે આણંદજી હતો ને મરી ગયો એ સગપણ કરવા ત્યાં આવેલા, મહારાજ! આ છોડી ક્યાંની આ માણસ ક્યાંના આ શું થતું હશે, આ કાંઈક પૂર્વનો કોઈ સંબંધ હશે આ? એમ પ્રશ્ન કર્યો એ અમરેલીનું ચોમાસું હતું ને ૮૬ નું ૮૭ ની વાત છે આ. ૮૭ ના કારતક વદ એકમ, ચિતળના અપાસરે એણે પ્રશ્ન કર્યો, કારણકે એનું સગપણ કરવા આવેલા છોકરો ન લાવ્યા હોઈ છોડી આંહીની હિંમતભાઈની બહેન. મેં કીધું પૂર્વના સંબંધો હોય એવું કાંઈ નહીં, એક હોય બાવળમાં, એક હોય થોરમાં એ બે થઈને ભેગાં થયા હોય. તે દિ' કહ્યું'તું હોં, બાવળ સમજાય છે? બબુલ, એક જીવ બબુલમાં હોય આવીને દિકરી થઈ હોય અને એક થોરમાં હોય તે આવીને દિકરો થયો હોય એને ક્યાં સંબંધ, રખડતા જીવ એને આ સંબંધ થઈ જાય એક બીજાને મેળ હોય કર્મનો યોગ્ય આ તે દિ’ વાત કરી'તી હોં. ચિતળમાં અપાસરામાં, અમારે આણંદજી હતો અમારે કુંવરજીના કાકાનો દિકરો ભાગીદાર હતા ગુજરી ગયા બધા ઘણાં ગુજરી ગયા છોકરાવ છે હવે ત્રણ. આહાહા ! એ લોકો વાંચન કરે દરરોજ હોં મંદિર બનાવ્યું છે પાલેજમાં, પિસ્તાલીસ હજારનું, ભક્તિ, વંદન, વાંચન, પછી જાય દુકાને. ભાઈ આ તો બાપુ ધૂળ તો થયા જ કરે આ શું છે, એનું તો કરો હવે મરી ગયા એમાં ને એમાં માળા. અહીં એ કહે છે ભાવકભાવ, એ શું કીધું? જે કર્મ જડ છે એને અહીં ભાવક કહ્યો છે, ભાવક (એટલે ) ભાવનો કરનારો ભાવક, કોના, કયા ભાવ એ પુણ્ય ને પાપ, દયા દાન ને વ્રત ભક્તિનાં જે ભાવ છે એ ભાવ રાગ છે, એ ભાવને (કરનારો) ભાવકભાવ, ભાવક નામ કર્મનો ભાવ છે એ આત્માના સ્વભાવનો ભાવ નથી. આહાહા! ભાષા તો સાદી છે પ્રભુ, ભાવ ભલે ગમે તેટલા હો, ભાષા તો સાદી થઈ છે. (શ્રોતા:- ભાવ તો ઊંડા છે) ભાવ ઊંડા પણ વસ્તુ તો આ છે. જ્યારે એને કરવું હશે ત્યારે આ રીતે જ કરવું પડશે તો ભવના અંત આવશે, મરી જશે તોય નહીં આવે. રખડી મરશે ચોરાસીના અવતારમાં. આહાહા ! સમજાણું કાંઈ? આહાહા ! કીધું આ? માથે આવ્યુંને, એ એવો ને એવો સ્થિત રહે છે. એના પછી આ છે ભાઈ ઓલું તો કૌંસમાં હતું “એકપણામાં પ્રાપ્ત હોવાથી સમય એવો ને એવો જ સ્થિત રહે છે” એના પછી આ છે, ઓલું તો કૌંસમાં હતું. એવો ને એવો સ્થિત રહે છે, આ રીતે ભાવકભાવ જે કર્મ
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy