SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર સિદ્ધિ ભાગ-૨ ૫૧૮ પ્રવૃત્તિને પામે નહીં ત્યાં એકદમ સ્થિર થઈ ગયો અંદર. આહાહાહા ! “પરભાવના ત્યાગના દેષ્ટાંતની દૃષ્ટિ જૂની ન થાય” એટલે આમ તાજી રહે. સાંભળ્યા ભેગું એને ફડાક અંદર ઠરી ગયો. આહાહાહા... એને વાર લાગે સાંભળવાની ચીજને અને છૂટો પડવાને વા૨ લાગે એમ નથી, એમ કહે છે. આહાહાહા ! શું સંતોની વાણી તો જુઓ. કહે છે કે, એને એમ જ્યાં દૃષ્ટાંત આપ્યો કે ભાઈ એ વસ્ત્ર જે ૫૨નું છે એના ચિહ્નો જાણ્યાં અને એણે સાંભળ્યું ત્યાં એ વાત છૂટી ગઈ એનાથી, તરત જ છૂટી ગઈ. એમ ભગવાન આત્મામાં શુભાશુભ ભાવો દૃષ્ટાંતની દૃષ્ટિની અપેક્ષાએ વાત કરી, એ વાત જૂની ન થાય, એટલે એ વાતને વાર ન લાગે. આહાહાહા! પાંચમી ગાથામાં કહ્યું છે ને કે હું એકત્વ-વિભક્ત તને કહીશ પ્રભુ, પણ જો દેખાડું તો પ્રભુ પ્રમાણ કરજે હોં. આહાહા ! ‘જદિ દાએજ્જ' જો હું દેખાડું રાગથી વિભક્ત, સ્વભાવથી એકત્વ તો એ વાત દેખાડું તો પ્રભુ હા પાડજે એટલુંય નથી કહ્યું. આહાહાહા ! આમ છે કે નહીં, કહે છે એ પ્રમાણે છે કે નહીં, એનું પ્રમાણ અનુભવથી કરજે. અહીંયા એ કહ્યું કે એ દૃષ્ટાંતની દૃષ્ટિ જ્યાં જૂની ને વાર ન લાગે. માણસ નથી કહેતા કે તારા આવ્યા પહેલાં જ આ કામ થઈ ગયું. એ તો આવ્યો, એ કામ હતું એ તું આવ્યો એ પહેલાં જ થઈ ગયું. પહેલાં નહીં, પણ એ આવ્યો ત્યારે થયું- પણ આવ્યો એ પહેલાં થઈ ગયું એમ કહેવાય છે ને. આહાહા ! તમારું કામ હતું ભાઈ, પણ તમે આવ્યા પહેલાં તમે આવ્યા ભેગું થઈ ગયું તો આવ્યા પહેલાં થઈ ગયું, એમ થયું છે તો ત્યારે ( શ્રોતાઃ- સમય ભેદ નથી ) સમય ભેદ નથી. એમ જ્યાં ભગવાન સંતોએ આગમથી, સર્વજ્ઞના આગમથી અને સંતોએ પોતે કહીને કહ્યું એને આ, આહાહાહા... કે ૫૨ભાવથી પ્રભુ તેરી ચીજ તો ભિન્ન હૈ અને તારી ચીજથી ૫૨ભાવ ભિન્ન હૈ. આહાહાહા... એમ જ્યાં સાંભળવામાં આવ્યું અને એ વાત જૂની ન રહે, એટલે વાર ન લાગે. આહાહા ! શું વાણી ! દિગંબર સંતોની શૈલી તો જુઓ, આહાહા ! પ્રભુ ત્યાં તો તું સુખના ધામમાં પોઢી ગયો અંદર કહે છે, આનંદના નાથમાં અંદર ગી ગયો કહે છે. તને કહ્યું કે રાગ ભિન્ન રાગ ૫૨ભાવ છે, એ વાત જૂની ન થાય ત્યાં તો તું ૫૨થી ભિન્ન પડી ગયો. આહાહાહા ! ( યત્ક્ષણં દૃશ્યતે શુદ્ધ તત્ક્ષણં ગતવિભ્રમઃ ). આ ત્રણલોકના નાથ કથા કરતા હશે, દિવ્ય ધ્વનિ દ્વા૨ા એ કેવી હશે ? જ્યાં ત્રણ જ્ઞાનના ધણી ઈન્દ્રો એકાવતારી પણ ડોલે જેની વાત સાંભળીને. આહાહા ! સાક્ષાત્ પ્રભુ તો બિરાજે છે ત્યાં એવી આ ટીકા ગજબ છે ટીકા સાક્ષાત્ આગમ વાણી સર્વજ્ઞની વાણી, ગુરુની વાણી. આહાહા ! એ આગમને નામે જે રાગથી તને લાભ થાય એમ કહે એ આગમ જ નહીં, તે ગુરુ નહીં અને તે દેવે એમ કહ્યું નથી. આહાહાહા ! આગમ, ગુરુ અને દેવે એમ કહ્યું: પ્રભુ કે જે ૫૨ભાવ છે તેનાથી તું ભિન્ન પડ તો તને લાભ થશે, તો એકપણાનો લાભ થશે. આમ આગમના વાક્ય, ગુરુના વાક્ય, વીતરાગના વાક્ય આ છે. આહાહાહાહા ! કેમ કે વીતરાગની વાણી અને ગુરુની વાણીમાં વીતરાગતા પ્રગટ કરવાની વાત છે. આહાહા ! તો વીતરાગતા પ્રગટ કેમ થાય ? કે રાગને ૫૨ તરીકે જાણીને સ્વરૂપમાં ઠરે ત્યારે વીતરાગતા પ્રગટ થાય. એ વાત વીતરાગે કહી છે ને આગમે એ કહી છે. આહાહા ! એટલે કોઈ એમ કહે કે પચખાણની વિધિ
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy