SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૮ સમયસાર સિદ્ધિ ભાગ-૨ જ્ઞાન ઠરે છે, અને પરભાવપણે એ જ્ઞાનસ્વભાવ એ પરશેય તરીકે પરિણમતું નથી, સ્વયના જ્ઞાનની સ્થિરતાપણે પરિણમે છે, તેને રાગના ત્યાગરૂપી ચારિત્ર કહેવામાં આવે છે. આહાહા ! એ રાગવર્જન એ આવ્યું ને ભાઈ એકસો પંચાવન “જીવાદિ સદ્વર્ણ” આહાહાહા! જ્યારે તે ગુરુ પરભાવનો વિવેક કરી તેને એક આત્મભાવરૂપ કરે, દૃષ્ટિ તો હતી પણ એ ઉપરાંત પાછું વિશેષ કરાવ્યું છે. રાગ તારો નહીં, તારો સ્વભાવ આ છે એમ ભેગું લઈને હાર-સ્થિરતા કરાવે છે. આતમભાવરૂપ કરે અને કહે કે તું શીધ્ર જાગ, શીધ્ર જાગ, હળવે હળવે જાગીશ એમ નહીં. આહાહા! સાવધાન થા. ભગવાન તું સાવધાન થા. રાગમાં સાવધાન છે, એને જાણનારો તું સાવધાન થા હવે. આહાહાહા! હવે આવી વાતું આકરી પડેને સમજવામાં એટલે લોકો એને નિશ્ચય કરીને કાઢી નાખે છે. આ વ્યવહાર કરો ભાઈ એ વ્યવહાર તો અજ્ઞાન છે ભાઈ. આહાહા ! એક આતમભાવરૂપ કરે અને કહે કે તું શીધ્ર જાગ, ભાઈ તું જાગને. એ રાગના લક્ષણો ભિન્ન છે અને તારું લક્ષણ ભિન્ન છે. એમ જાગ ! ભલે સમ્યગ્દષ્ટિ પૂછે છે એને પણ આ રીતે પાછું કહ્યું. આહાહા ! સમ્યગ્દષ્ટિ પૂછે છે ને? કે મને શ્રદ્ધા જ્ઞાન થયું છે પણ હવે મારે મારું આચરણ કરવું છે, એને પરનો ત્યાગ કરવો છે એ શી રીતે થાય? આહાહા! આહાહા ! પરનો ત્યાગ એટલે શું પણ હવે, પોતે પરપણે ન થયો એટલે એને પરનો ત્યાગ નામમાત્ર છે. થયો છે પોતે જ્ઞાન, જ્ઞાનરૂપે રહ્યું. જાણનાર જાણનારમાં રહ્યો, જાણનાર શેયના રાગપણે થયો નહીં. આહા... તેના જ્ઞાનપણે થયો અને થઈને (જ્ઞાન) સ્થિર થયું. આહાહાહા ! એ જ્ઞાન જાગ્યું. અંદરમાં આનંદની દશા લેતું જામ્યું. આહાહા ! એને અહીંયા ચારિત્ર અને પ્રત્યાખ્યાન કહે છે. એને રાગનો ત્યાગ કર્યો એમ નામમાત્ર કથન કરવામાં આવે છે. આહાહા ! પરના ત્યાગની તો વાત અહીં છે જ નહીં. આહાહા ! આ બાયડી, છોકરા છોડયા અને ગૃહસ્થાશ્રમ છોડયો ને એ ચીજ તો ગ્રહી (કે) છોડી છે જ ક્યાં ? એ ગ્રહીયે નથી અને છોડીયે નથી, એ ગ્રહણ ત્યાગ વિનાનો તો આત્મા અનાદિ અનંત છે. આહા! ફકત રાગને રહ્યો તો પોતાના સ્વરૂપના ભાન વિના, એ મારા તરીકે ગ્રહણ કર્યો તો કહો કે પરિણમન કર્યું તું કહો. આહાહા ! હવે એનો ત્યાગ કરવો છે, એટલે કે આહાહા! ભગવાન તું જાગતી જ્યોત છું ને? સાવધાન થા. આહાહાહા! જાગીને જોઉં તો જગત દીસે નહીં”– આહાહાહા.... ચૈતન્યના સ્વભાવને જ્યાં જાગીને જોયો ત્યારે રાગના ભાવને પર તરીકે જાણ્યો, આહાહાહા.. એ તો મારા જ્ઞાનની પર્યાયનું શેય છે, પર છે એ. આહાહાહા! મારા સ્વરૂપમાં એ પરણેય નથી. મારા દ્રવ્યનો સ્વભાવ પરપણે થવું એ હું નથી. આહાહા! પર્યાયપણે જે અસ્થિરતા હતી એને દ્રવ્ય સ્વભાવપણે આત્માને જાણી અને એ રાગરૂપે થયો નહીં, પણ આ જાણ્યું છે, કે આ છે પર એમ જાણીને ત્યાંથી લક્ષ છોડી દીધું, અને સ્વરૂપના લક્ષમાં ઠર્યો. આહાહા! ભગવંત! તારી વ્યાખ્યા તો જુઓ, આ ચારિત્ર. આહાહા! ભગવત્ સ્વરૂપ તો પહેલેથી કહ્યું'તું ને. ભગવાન જ્ઞાતાદ્રવ્ય, ભગવત્ જ્ઞાતા દ્રવ્ય, સંસ્કૃત ટીકામાં ભગવત્ જ્ઞાતુદ્રવ્ય, એ જ્યાં જાગીને રાગને પર તરીકે લક્ષણથી જોયું જાણ્યું આહાહા. એકત્વ તો છૂટી ગયું 'તુ, પણ અહીં ફરીને વિશેષ વાત લેવામાં આવી છે. સમજાય છે કાંઈ ? અસ્થિરપણે જે હતું. આહાહા ! એને પર તરીકેના લક્ષણોને જ્ઞાને જાણ્યું અને એ જ્ઞાન
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy