________________
ગાથા – ૩પ
૫૦૫ એમ જાણીને એ જ્ઞાનની પર્યાયે રાગના લક્ષણો પર છે એમ જાણીને, આહાહાહા.. એ શેય તરીકે છે, ચેત્ય ચેતકની નજીકતાને કારણે એમ લાગે છે કે આ શેયનું જ્ઞાન છે. ખરેખર તો એ જ્ઞાન જ્ઞાનનું છે. શેયનું જ્ઞાન નથી, જોય તો પર છે. આવે છે ને? ચેત્યચેતક (ગાથા-૨૯૪) આહાહા.. ભગવાન જ્ઞાન સ્વરૂપે ચેતનાર છે અને રાગાદિ તે શેય ચૈત્ય જણાવા લાયક છે બસ, અપના હોને લાયક હૈં નહીં. આહાહાહા ! રાત્રે તો ઘણું કહ્યું'તુંને એ તો આવે ત્યારે આવે ને...... સમજાણું કાંઈ?
એ જ્ઞાન પર્યાયે અપના પોતાના લક્ષણથી જાણ્યું કે હું તો આત્મા જ્ઞાનસ્વરૂપ છું. અને રાગના લક્ષણથી જાણ્યું કે એ તો પર છે. જાણીને જ્ઞાન જ્ઞાનરૂપે રહ્યું અને શેયરૂપે પરિણમન પર્યાયમાં ન થયું એનું નામ પ્રત્યાખ્યાન કહેવામાં આવે છે. આવી વાત છે. અહીં તો અત્યારે પ્રત્યાખ્યાન બાહ્ય ત્યાગ કર્યો પચખાણ લઈ લીધા, બાપુ એ તો બધી વિકલ્પની વાતું બહારની છે. આહાહા ! અહીંયા તો જ્ઞાનની એક સમયની પર્યાય એમ પોતે રાગના લક્ષણને પરદ્રવ્યના ભાવ તરીકે અને સ્વદ્રવ્યનો સ્વભાવ નહીં, એમ (લક્ષણ ભેદો જાણીને એ જ્ઞાનની પર્યાયની તાકાત, એકેક પર્યાયની તાકાતમાં અનંતી સમભંગી ઊઠે. આહાહાહા !
એ જ્ઞાનની એક સમયની પર્યાય પર્યાયપણે છે, એ રાગ-શેયપણે નથી. એ પર્યાય પર્યાયપણે છે અને બીજી પર્યાયપણે એ નથી. આહાહાહા... આવો દરિયો ગંભીર હૈ, ભગવાન સ્વભાવ. (શ્રોતા- બે બોલ થયા) બે બોલ થયા. એવા અનંતા બોલ લઈ લેવા.
એકેક પર્યાય, આહાહા... ત્યારે જ્ઞાનની એક સમયની પર્યાય રૂદ્રવ્યને જાણે, અનંત ગુણને જાણે, એ સિવાય અનંતી પર્યાયો જેનો પાર નહીં, પાર નહીં, આહાહાહા... એ પર્યાયોને પણ તે પર્યાય જાણે, અનંતી અનંતી પર્યાય જે પર્યાયમાં આ છેલ્લી છે, એવો કોઈ છેડો જ નથી. આહાહાહા.. એવી અનંતી સંખ્યાએ જે પર્યાય એને પણ એ પર્યાય જાણે. આહાહાહા... એવી જ પર્યાય શ્રદ્ધાની, એવી અનંતી અવંતી સ્પશેય અને પરશેય એને એ શ્રદ્ધ, આહાહાહા... મારા તરીકે નહીં પણ શ્રદ્ધા કે આ પર છે ને આ હું છું. આહા! એ શ્રદ્ધામાં પણ અનંતી તાકાત છે. આહાહાહા !
રાગરૂપે ન થવું, અને એને બીજી પર્યાયપણે પણ ન થવું. આહાહાહા... એવી અનંતી સ્વજ્ઞાન અને શેયનું જ્ઞાન છે તેને એ પ્રતીત કરે છે. આહાહાહા... એ પ્રતીતની પણ પર્યાય અનંત અનંત માહામ્યવાળી છે. કેમકે જ્ઞાનની પર્યાય સ્વજ્ઞાન અને પરશેય સિદ્ધો અનંત સિદ્ધો, અનંત નિગોદના જીવો, અલ્પજ્ઞ પર્યાયવાળા અનંત જીવો ગુણે પૂરણ, એમ સર્વજ્ઞ પર્યાયવાળા અનંત જીવો, એને પણ એ જ્ઞાનની પર્યાય, પોતામાં રહીને (જાણે) પરનું અસ્તિત્વ છે માટે નહીં, પોતાની તાકાતથી સ્વપરને જાણવાની તાકાતવાળું છે. આહાહાહા ! કહો, નવરંગભાઈ ! આવી વાતું છે. રાતે હતા ને, ત્યારે ઘણું નીકળ્યું'તું ભાઈ એ તો એની મેળાએ નીકળે છે. નીકળે ત્યારે થાય છે. આહા !
અહીંયા તો શું કહેવું છે કે જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા એ રાગને પર તરીકે, પરને શેય તરીકે જાણવાનો સ્વભાવ છે. એવું જેણે જાણ્યું, એ જાણ્યું કે રાગરૂપે ન થયો અને જ્ઞાનરૂપે રહ્યો, એનું નામ રાગનો ત્યાગ નામમાત્ર કથન છે. આહાહા ! બાકી જ્ઞાનસ્વભાવ ભગવાન રાગ રૂપે