________________
४४०
સમયસાર સિદ્ધિ ભાગ-૨ દૂસરા ચક્રવર્તીકો ઐસા બત્રીસ કવળકા આહાર હોતા હૈ, નિહાર હોતા હૈ. આહાહાહા.. અહીં તો વધારે જરી એક રોટી પડ જાય તો દસ્ત હો જાય, એ બત્રીસ કવળ હીરાની ભસ્મો, એકેક દાણામેં કરોડો હિરાકી ભસ્મો ચડી ગઈ દાણામેં ઉસકી બનાઈ રોટી, તે પણ રસોયો, અમલદાર હોતા હૈ. એ પોતે બનાતે નહીં, બાર મહીનામાં ઉસકી તૈયારી કરતે હૈ. એક દિનકી ચક્રવર્તીકી રસોઈ માટે, ભગવાનને માટે તીર્થકરકી. આહાહાહા ! તૈયારી કરતે હૈ કે આ કરના, આ કરના આ કરના.. બાર માસ સુધી ત્યારે એક વાર હુકમ આતે હૈ અમલદાર રસોયાને કે આજે આ રસોઈ બનાવો. એય ચંદુભાઈ ! (શ્રોતા- પુણ્યના પ્રતાપ છે બધા) આહાહા ! એ બત્રીસ કવળના આહારની ક્રિયા તો ઉસસે હોતી હૈ. વિકલ્પ આતા હૈ. મુનિને પણ “સંયમના હેતુએ યોગ પ્રવર્તના” આહારાદિ લેનેકા ભાવ આતા હું પણ એ ભાવ જરી શુભ હૈ. અને આ જે સંસારને માટે પ્રાણીઓ આહાર કરતે હૈ એ ભાવ અશુભ હૈ. આહાહાહા ! સમકિતીકો ભી ભોગકા ભાવ આતા હૈ, આહાહાહા.... ઈતના દુઃખ હૈ. સમકિતીકો ભી પંચમ ગુણસ્થાન તક રૌદ્રધ્યાન હોતા હૈ. આહાહા... ઈતના ધર્મી જીવકો ભી દુઃખ હૈ. આનંદસ્વરૂપ સે ભગવાન વિરૂદ્ધ રૌદ્ર ધ્યાનમેં ગયે, આહાહા... પંચમ ગુણસ્થાનવાળા હોં, ચોથે ગુણસ્થાને જ્ઞાની તો ઠીક, પંચમવાળા સુધી રૌદ્ર ધ્યાન હૈ અને છઠે તક આર્તધ્યાન હૈ. એ આર્તધ્યાન દુઃખરૂપ હૈ કે સુખરૂપ હૈ? આહાહાહા !
યહાં કહેતે હૈ “રસન' આહાહાહા.... એ બત્રીસ કવળકા આહાર લેનેકી વૃત્તિ ઉઠતી હૈ યહ રસનકા સંબંધ હૈ ઈતના, યહ સંબંધ ભગવાન અતીન્દ્રિય આનંદકા નાથ, અતીન્દ્રિય આનંદકા ખોરાક લેકર, એ રાગકો દબા દેતે હૈ. સચ્ચિદાનંદ પ્રભુ. આહાહા... સત્ શાશ્વત જ્ઞાન ને આનંદકા નાથ ભંડાર પ્રભુ, એ અપના અનુસરણ કરકે, એકત્વબુદ્ધિ તો તોડ દિયા હૈ, એ તો પહેલી સ્તુતિ હૈ. પણ દૂસરી અસ્થિરતાકી વૃત્તિ ઉત્પન્ન ન હોને દેના, આહાહા.. ઈતના સ્વભાવકી સ્તુતિ સત્કાર સ્વીકાર વિશેષ હો ગયા. સમજમેં આયા? આવી વાતું છે પ્રભુ! શું થાય? આહાહાહા... અત્યારે તો બહુ ફેરફાર થઈ ગયો છે. અત્યારે તો ચોર કોટવાળને દડે એવું થઈ ગયું છે. ઝાઝા ચોર ભેગા થાય ને ! અરે પ્રભુ! આહાહા ! “રસન” આ તો રસનનો ઉત્કૃષ્ટ દાખલો લીધો. તીર્થકર ક્ષાયિક સમકિતી ત્રણ જ્ઞાનના ધણી માતાના પેટમાં આવ્યા છે અને પીછે જન્મતે હૈ તો આહારકા ભાવ તો આતા હૈ. પણ એ ભાવ રાગ હૈ. એ રાગકો સ્વભાવકા વિશેષ અનુસરણ કરકે દૂરસે હટાના નામ ઉત્પન્ન હોને ન દેના. આહાહા... ઝીણી વાત છે ભાઈ. ગાથા એવી આવી ગઈ છે. સુમેરુમલજી! બરાબર ભાગ્યવાનકો પડે કાને ઐસી બાત હૈ. આહાહા! આહાહા !
પછી, “સ્પર્શન” સ્પર્શન-સ્પર્શનના સંબંધમેં ભી જ્ઞાનીકો ભી ભોગકા રાગ આતા હૈ. આહાહા ! ક્ષાયિક સમકિતી ત્રણ જ્ઞાનના ઘણી, તીર્થકર. ૯૬ હજાર ચક્રવર્તી સ્ત્રી પરણતે હૈ– ભરતેષ વૈભવમેં કથા હૈ એકેક દિનમેં સેંકડો રાજકુંવરીઓને પરણે, લગન કરે. આહાહા... હૈ સમકિતી એ રાગ હૈ ઈતના. સમજમેં આયા? એ રાગકી એકત્વબુદ્ધિ તો તોડ દી હૈ, પણ રાગકી અસ્થિરતાનો સ્વભાવકે આશ્રયે. ઉપશમ શ્રેણી આગળ લેતે હૈંને, અંદર જાતે સ્વસંવદેન બળમેં જાતે એ ઉપશમ હો જાતા હૈ. ભોગકા ભાવ, સ્પર્શકા ભાવ, ઉપશમ હો જાતા હૈ. લ્યો આ,