________________
ગાથા - ૩૧
૪૦૫ ન જાય અને હવે જાગીને જો તું જીવ આવે છે. રમેશનું, (ભજન) આહાહાહા.. અહીં એ કહે છે, જિતની પરની સાથે એકત્વબુદ્ધિ એ દુઃખ અને એકત્વબુદ્ધિ ગયા પછી પણ જિતની અસ્થિરતા એ બી દુઃખ. સમજમેં આયા? આહાહાહા !
જેને એમાં જ્ઞાનધારા અને ક્રિયાધારા, કર્મધારા કહી છે એ કર્મની એટલે રાગની પરિપૂર્ણતાનો ત્યાગ જ્યાં સુધી ન થાય, રાગની પરિણતિનો પરિપૂર્ણ ત્યાગ ન થાય, તબલગ રાગ અને જ્ઞાન ક્રિયા એક સાથમેં રહેનેમેં વિરોધ નહિ. હૈ દોનોં વિરૂદ્ધ, આનંદની દશા અને રાગની દુઃખ દશા, હૈ તો દો વિરૂદ્ધ, પણ એક સાથે રહેનેમેં વિરોધ નહિ. આહાહાહા.. આવી વાતું છે. (શ્રોતા :- દુઃખ છે અને જ્ઞાનનું ય માનીએ તો), માત્ર દુઃખ છે, એમ ન માને તો મિથ્યા ભ્રમણા અજ્ઞાન છે. દુઃખ હૈ ને? જ્ઞાનનું નિશ્ચયથી શેય છે, પણ વેદનની અપેક્ષાએ વેદતે હૈ, આહાહા.... જ્ઞાનની અપેક્ષાએ શેય, શ્રદ્ધાની અપેક્ષાએ હેય, ચારિત્રની અપેક્ષાએ વેદન. આવું છે બાપુ! મારગ ભાઈ ! આહાહાહા... એ અહીં કહે છે. આહા !
જે આત્માને સાથે એકમેક હો રહી હૈ, ભેદ નહિ દિખતા હૈ, દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને એના વિષય પર, એ બે જાણે એક હોય. આહાહા.. ઐસા ભેદ ભિન્ન નહીં દિખતે, એકપણે દેખતે હૈ અજ્ઞાની અનાદિસે. આહાહા...
- હવે ઉસકા ખુલાસા, ઇન્દ્રિયની વ્યાખ્યા હવે, અનાદિ બંધ પર્યાયકે વશ જિસમેં સમસ્ત આવી ગયું ને? ભેદ નહીં દિખાઈ દેતે
ઐસે શરીર પરિણામને પ્રાસ, કયા? આ. આ. આ શરીરના પરિણામ પર્યાય છે હો. જડ ઇન્દ્રિય શરીરની પર્યાય હૈ. શરીરના પરિણામને પ્રાપ્ત દ્રવ્ય ઇન્દ્રિય હૈ. ભાષા તો સાદી છે. પકડાય એવું છે. આહાહાહા... આ શરીર પરિણામને પ્રાપ્ત જડ દ્રવ્યન્દ્રિય પછી ભાવેન્દ્રિય લેશે. શરીર પરિણામ, શરીરની પર્યાય. આહાહા ! આ જડ ઇન્દ્રિય શરીરની પર્યાય છે, એ આત્માની પર્યાય નહીં. આહાહા! સમજમેં આયા? પ્રાપ્ત દ્રવ્યેન્દ્રિયોંકો – શરીર પરિણામને પ્રાપ્ત, શરીરની પર્યાયને પ્રાપ્ત, એ પાંચેય ઇન્દ્રિય, જડ ઇન્દ્રિય શરીરની પર્યાય છે. આહાહાહા...
એને તો નિર્મળ ભેદ અભ્યાસની પ્રવીણતાસે, કયા કહેતે હૈ. હવે નિર્મળ ભેદ અભ્યાસ. આહાહાહા. એ જડ શરીરની પર્યાયને પ્રાપ્ત એનાથી ભેદ અભ્યાસ, નિર્મળ ભેદ અભ્યાસ, જરી શું કહે છે? શાસ્ત્ર અભ્યાસ નહિં, ભેદ અભ્યાસ અને તે પણ નિર્મળ ભેદ અભ્યાસ, એટલે? કે ધારણામાં આવી જાય એને વાત, કે આ ઇન્દ્રિય પર છે, આ પર એ ભેદ અભ્યાસ નહિં. સમજમેં આયા? આહાહા... એના ખ્યાલમાં આવે, કે આ શાસ્ત્ર કે આ દ્રવ્ય ઇન્દ્રિય પર છે આત્માથી, પણ એ ભેદ અભ્યાસ નહીં, આહાહાહા ! એ તો શાસ્ત્ર અભ્યાસ. આહાહા... અને શાસ્ત્રનું જ્ઞાન એ પણ શબ્દનું જ્ઞાન હુઆ. આહાહાહા ! એથી નિર્મળ ભેદ અભ્યાસ, આ શબ્દ પડ્યો છે. શરીર પર્યાયને પ્રાપ્ત એનાથી ભિન્ન અંદરમાં, નિર્મળ ભેદ અભ્યાસ, પરનું લક્ષ છોડી દઈ અને અંતરના લક્ષમાં જાવું, આહાહા! આહા! નિર્મળ ભેદ અભ્યાસ, નિર્મળ શાસ્ત્ર અભ્યાસ, એમ નહીં. આહાહાહા ! એક વાત, નિર્મળ ભેદ અભ્યાસકી પ્રવીણતા એમાં ચતુરાઈ, કૌશલ્ય, કૌશલ્ય શબ્દ પડયો છે ને ભાઈ, સંસ્કૃતમાં. આહાહાહા... ચતુર માણસ, એમ કૌશલ્ય એ ઇન્દ્રિયથી ભિન્ન અભ્યાસમાં, નિર્મળ ભેદના અભ્યાસમાં પ્રવીણ. આહાહાહા...