SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા – ૩૧ ૩૯૯ જ્ઞાનને ખંડખંડરૂપ જણાવે છે, એવી ભાવેન્દ્રિયોને, પ્રતીતિમાં આવતા અખંડ એક ચૈતન્યશક્તિપણા વડે સર્વથા પોતાથી જુદી જાણી; એ, ભાવેન્દ્રિયોનું જીતવું થયું. ગ્રાહ્યગ્રાહકલક્ષણવાળા સંબંધની નિકટતાને લીધે જેઓ પોતાના સંવેદન (અનુભવ) સાથે પરસ્પર એક જેવા થઈ ગયેલા દેખાય છે એવા, ભાવેન્દ્રિયો વડે ચહવામાં આવતા જે ઈન્દ્રિયોના વિષયભૂત સ્પર્ધાદિ પદાર્થો તેમને પોતાની ચૈતન્યશક્તિનું સ્વયમેવ અનુભવમાં આવતું જે અસંગપણું તે વડે સર્વથા પોતાથી જુદા કર્યા; એ, ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થોનું જીતવું થયું. આમ જે(મુનિ) દ્રવ્યન્દ્રિયો, ભાવેન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો-એ ત્રણેને જીતીને, શેય-જ્ઞાયક-સંકર નામનો દોષ આવતો હતો તે સઘળો દૂર થવાથી એકત્વમાં *ટંકોત્કીર્ણ અને જ્ઞાનસ્વભાવ વડે સર્વ અન્યદ્રવ્યોથી પરમાર્થે જુદા એવા પોતાના આત્માને અનુભવે છે તે નિશ્ચયથી “જિતેન્દ્રિય જિન” છે. (જ્ઞાનસ્વભાવ અન્ય અચેતન દ્રવ્યોમાં નથી તેથી તે વડે આત્મા સર્વથી અધિક, જુદો જ છે.) કેવો છે તે જ્ઞાનસ્વભાવ? આ વિશ્વની (સમસ્ત પદાર્થોની) ઉપર તરતો (અર્થાત્ તેમને જાણતાં છતાં તે-રૂપ નહિ થતો), પ્રત્યક્ષ ઉધોતપણાથી સોય અંતરંગમાં પ્રકાશમાન, અવિનશ્વર, સ્વત:સિદ્ધ અને પરમાર્થસ-એવો ભગવાન જ્ઞાનસ્વભાવ છે. આ રીતે એક નિશ્ચયસ્તુતિ તો આ થઈ. (mય તો દ્રવ્યન્દ્રિયો, ભાવેન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો અને જ્ઞાયક પોતે આત્મા-એ બન્નેનું અનુભવન, વિષયોની આસક્તતાથી, એક જેવું થતું હતું, ભેદજ્ઞાનથી ભિન્નપણું જાણ્યું ત્યારે તે શેયજ્ઞાયક-સંકરદોષ દૂર થયો એમ અહીં જાણવું.) પ્રવચન નં. ૮૯ ગાથા - ૩૧ તા. ૨૨-૯-૭૮ શુક્રવાર શ્રાવણ વદ-૬ સં. ૨૫૦૪ અબ તીર્થકર કેવળીકી નિશ્ચય સ્તુતિ કહેતે હૈ. હિંદી હૈ આ લોકો આવ્યા છે ને કયા કહેતે હૈ? કે નગરકા વર્ણન કરનેસે રાજાના વર્ણન નહિ હોતા ઐસે શરીરના વર્ણન, અતિશયકા વર્ણન ઈસકા વર્ણનસે આત્માના વર્ણન નહિ હોતા. અરે યહાં તો ત્યાં લગ કહા કે અપનેસે ભિન્ન ભગવાન તીર્થકર હો કે સર્વજ્ઞ હો કે પંચપરમેષ્ઠિ હો એ અપના આત્મા કી અપેક્ષાએ અનાત્મા, પદ્રવ્ય હૈ. આહાહાહાહા ! ઉસકી સ્તુતિ એ વ્યવહાર સ્તુતિ હૈ, પુણ્યબંધના કારણ હૈ. સમજમેં આયા? આહાહાહા... તો વાસ્તવિક તીર્થકર અને કેવળકી સ્તુતિ કિસકો કહે તો, ઉસકે ઉત્તરમાં ઐસા કહા હૈ? ઉસમેં શેય જ્ઞાયકકા સંકર દોષકા પરિહાર કરકે સ્તુતિ કરતે હૈ. કયા કહેતે હૈ? આહાહાહા.... ભગવાન આત્મા જ્ઞાયક હૈ ઔર આ ઇન્દ્રિયો જો હૈ જડ એ શેય હૈ, પર હૈ. એમ અંદર ભાવેન્દ્રિય જો હૈ ઓ ભી શેય હૈ, પર હૈ. ઐસે દેવ ગુરુ ને શાસ્ત્ર કે ઉસકી વાણી એ ભી પરશેય હું એ ભી ઇન્દ્રિય હૈ. જૈસે આ જડ ઇન્દ્રિયોં હૈ. ઐસે અંદર ભાવેન્દ્રિય એકેક વિષયકો જ્ઞાનકો *સંકોત્કીર્ણ = પથ્થરમાં ટાંકણાથી કોરેલી મૂર્તિની જેમ એકાકાર જેવો ને તેવી સ્થિત.
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy