SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ સમયસાર સિદ્ધિ ભાગ-૨ વિપર્યય, અનધ્યવસાય દૂર કરી દીધા છે અને જે વિશ્વને (સમસ્ત વસ્તુઓને) પ્રકાશવાને એક અદ્વિતીય જ્યોતિ છે એવા સર્વજ્ઞ-જ્ઞાનથી ફુટ (પ્રગટ) કરવામાં આવેલ જે નિત્ય ઉપયોગસ્વભાવરૂપ જીવદ્રવ્ય તે કેવી રીતે પુદ્ગલદ્રવ્યરૂપ થઈ ગયું કે જેથી તું “આ પુગલદ્રવ્ય મારું છે” એમ અનુભવે છે? કારણ કે જો કોઈ પણ પ્રકારે જીવદ્રવ્ય પુદ્ગલ દ્રવ્યરૂપ થાય અને પુદ્ગલદ્રવ્ય જીવદ્રવ્યરૂપ થાય તો જ “મીઠાનું પાણી એવા અનુભવની જેમ ‘મારું આ પુગલદ્રવ્ય’ એવી અનુભૂતિ ખરેખર વ્યાજબી છે; પણ એમ તો કોઈ રીતે બનતું નથી. એ, દષ્ટાંતથી સ્પષ્ટ કરવામાં આવે છે. જેમ ખારાપણું જેનું લક્ષણ છે એવું લવણ પાણીરૂપ થતું દેખાય છે અને દ્રવત્વ (પ્રવાહીપણું) જેનું લક્ષણ છે એવું પાણી લવણરૂપ થતું દેખાય છે કારણ કે ખારાપણું અને દ્રવપણાને સાથે રહેવામાં અવિરોધ છે અર્થાત્ તેમાં કોઈ બાધા નથી, તેવી રીતે નિત્ય ઉપયોગ લક્ષણવાળું જીવદ્રવ્ય પુદ્ગલદ્રવ્ય થતું જોવામાં આવતું નથી અને નિત્ય અનુપયોગ (જડ) લક્ષણવાળું પુદ્ગલ દ્રવ્ય જીવદ્રવ્ય થતું જોવામાં આવતું નથી કારણ કે પ્રકાશ અને અંધકારની માફક ઉપયોગ અને અનુપયોગને સાથે રહેવામાં વિરોધ છે; જડ-ચેતન કદી પણ એક થઈ શકે નહિ. તેથી તું સર્વ પ્રકારે પ્રસન્ન થા, તારું ચિત્ત ઉજ્વળ કરી સાવધાન થા અને સ્વદ્રવ્યને જ “આ મારું છે” એમ અનુભવ.(એમ શ્રી ગુરુઓનો ઉપદેશ છે.) ભાવાર્થ- આ અજ્ઞાની જીવ પુગલદ્રવ્યને પોતાનું માને છે તેને ઉપદેશ કરી સાવધાન કર્યો છે કે જડ અને ચેતનદ્રવ્ય-એ બન્ને સર્વથા જુદાં જુદાં છે, કદાચિત કોઈ પણ રીતે એકરૂપ નથી થતાં એમ સર્વશે દીઠું છે; માટે હે અજ્ઞાની! તું પરદ્રવ્યને એકપણે માનવું છોડી દે; વૃથા માન્યતાથી બસ થાઓ. પ્રવચન નં. ૮૪ ગાથા ૨૩ થી ૨૫ અબ અપ્રતિબુદ્ધકો સમજાનેકે લિયે પ્રયત્ન, દેખો. કયા કહેતે હૈ. આ સમયસાર અપ્રતિબુદ્ધકો સમજાનેકે લિયે કહેતે હૈ. મુનિકો માટે કહતે હૈં ને મિથ્યાષ્ટિ માટે નહિ, ઐસા નહિ હૈ. આહાહાહા ! કેટલાક કહેતે હૈ કે સમયસાર તો મુનિકે માટે હૈ પણ અહીં તો કહેતે હૈ કે અપ્રતિબુદ્ધ અજ્ઞાનીકો સમજાને માટે પ્રયત્ન કરતે હૈ ભાષામેં. આહાહાહાહા! અરે ! તીન ગાથા હૈ. अण्णाणमोहिदमदी मज्झमिणं भणदि पोग्गलं दव्वं । बद्ध मबद्धं च तहा जीवो बहुभाव संजुत्तो।।२३।। सव्वण्हुणाणदिट्ठो जीवो उवओगलक्खणो णिच्च। कह सो पोग्गलदव्वीभूदो जं भणसि मज्झमिणं ।। २४ ।। जदि सो पोग्गलदव्वीभूदो जीवत्तमागदं इदरं। तो सक्को वत्तुं जे मज्झमिणं पोग्गलं दव्वं ।।२५।।
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy