________________
૩૩૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ હું, એ મૂઢ માનતે હૈ. આહાહાહાહા !
શિષ્ય પ્રશ્ન કિયા કે યહ અધર્મીકા લક્ષણ કયા? ચિહ્ન કયા? આહાહાહા ! આકરી વાતું બાપા! અરેરે! જૈન ધર્મમાં જન્મ્યા એનેય ખબરું ન મળે તો અન્યમાં તો છે ક્યાં? આહાહાહા ! એ ભૂતકાળકી બાત કિયા. મેરે પહેલે થા એ ભૂતકાળ. અરે એ તો સ્ત્રી, કુટુંબ, પરિવાર, પૈસા હમારા હતા. હમારા. અને અમારા ભાઈઓ, એ કાંઈ પાણીમાં ડાંગ મારે પાણી જુદા પડે કાંઈ ? લાકડી મારેને પાણીમાં એમ કે અમારા ભાઈઓએ અમારા કુટુંબ કાંઈ એમ અમારા જુદા પડે ? સાંભળને હવે મૂર્ખ, જગતથી જુદું બહુ બાપુ, હૈં? (શ્રોતા:- આખી દુનિયાથી જુદું) આખી દુનિયા આ પ્રમાણે ગાંડી, પાગલ હૈ. આહાહાહાહા!
મેરા યહ ભવિષ્યમેં હોગા, આહાહા... અરે ભાઈ એ પૈસા, આબરૂ, કીર્તિ ભવિષ્યમેં મેરી મદદ કરેગા. એ લડકા લડકા, આ સ્ત્રી, પચાસ વર્ષે પરણે પંચાવને, ભાઈ નાગા ભૂખ્યા એ રાખશે ઢાંકયા, અરે મૂંઢ કયા હૈ? આહાહા... પંચાવન વર્ષે પરણે શું કરવા પણ? કે બાયડી હોય તો નાગા ભૂખ્યા ઢાંકે. કોણ નાગો ભૂખ્યો સાંભળીને હવે મૂર્ખ. આ બધું પોગળ ખોલે છે. આહા! કે કેમકે ઉઘાડું શરીર હોય તો દિકરી દિકરો કઈ રીતે આવી શકે બિચારા ઢાંકવા? નગ્ન હોય અંગ તો ઓલું થઈ ગયું હોય તો બાયડી હોય તો જરી (ઠીક) રહે. આહાહાહા ! અરે કોણ પ્રભુ તેરી. એ અમારા હતા, એ અમે એના હતા. ભવિષ્યમેં ઐસા હોગા, ઐસે જૂઠ-જૂઠે વિકલ્પોસે અજ્ઞાની જાના (પહેચાના) જાતા હૈ, લ્યો. આ મૂંઢ હૈ. કેમ જાનનેમેં જાતા હૈ, આવા જૂઠા રાગકો કરતે હૈ એ અજ્ઞાની જાનનેમેં આતા હૈ. આ મૂંઢ હૈ, અધર્મી હૈ, પાપી હૈ. આહાહાહા ! આકરું કામ બહુ.
અગ્નિ હૈ વહ ઈંધન નહી; હવે સવળા દાખલા-અગ્નિ હૈ યહ લાકડું નહીં. લાકડુ ને અગ્નિ ભિન્ન હૈ. ઈંધન હૈ યહ અગ્નિ નહીં. સામાન્ય વાત કિયા - હવે વર્તમાન અગ્નિ હૈ વહ અગ્નિ હી હૈ. ઈંધણ હૈ વહુ ઈંધણ હી હૈ. અગ્નિકા ઇંધણ નહીં. આહાહાહા ! ઈંધણકી અગ્નિ નહીં. અગ્નિકી અગ્નિ ને ઈંધણકા ઈંધણ હૈ. એ વર્તમાન વાત કરી. અગ્નિકા ઇંધણ પહેલે નહીં થા. અગ્નિકી લકડી પહેલે નહીં થી. લકડી તો લકડી કી હી હૈ ને, અગ્નિ તો અગ્નિકી હૈ. આહાહાહા ! અગ્નિકી લકડી પહેલે નહીં થા, ઈધણકી અગ્નિ પહેલે નહીં થી. લકડીની અગ્નિ પહેલે હતી જ નહીં. અગ્નિ તો અગ્નિકી થી, અગ્નિકી અગ્નિ પહેલે થી. ઈધણકા ઈંધણ પહેલે થા, અગ્નિકા ઇંધણ ભવિષ્યમેં નહીં હોગા. ઈંધણકી અગ્નિ ભવિષ્યમેં નહીં હોગી. અગ્નિ હી અગ્નિ હૈં. ભવિષ્યમેં હોગી. ઈંધણકા ઇંધણ હી ભવિષ્યમેં હોગા.
ઈસ પ્રકાર જૈસે કીસિકો અગ્રિમેં હી સચ્ચા અગ્નિકા વિકલ્પ હોતા હૈ એ પ્રતિબુદ્ધ હૈ. ઐ લૌકિક ડાહ્યો કહેવાય. અગ્નિને અગ્નિ માને ને અગ્નિકો લકડી ન માને ને લકડીકો અગ્નિ ન માને એ લૌકિક ડાહ્યો કહેવાય.
ઈસ પ્રકાર, આહાહા! મેં યહ પરદ્રવ્ય નહીં. આહાહાહા... જૈસે અગ્નિ લકડીકી નહીં, ઐસે મેં ભગવાન ચૈતન્ય સ્વરૂપ મેં શરીરકા સ્ત્રી, કુટુંબ, પરિવાર દેશકા નહીં. આહાહાહા ! આ ધર્મીકી પહેચાન, આહાહા! આહાહા! હૈ? મેં એ પરદ્રવ્ય નહીં. યહ પરદ્રવ્ય મુજ સ્વરૂપ નહીં. રાગ ને પત્ની સ્ત્રી, કુટુંબ, પરિવાર મેરા સ્વરૂપ હૈ હી નહીં. યે મેરા સ્વરૂપ હૈ હી નહીં.