________________
શ્લોક – ૫ જે જ્ઞાન અંતર્મુખ થઇને અવલોકે છે. આહાહા.. અને એની જે શ્રદ્ધા કરે છે. સમજાણું કાંઇ?
અર્થ મન્ત: પશ્યતાં છે ને અને તદરૂપ લીન થઇ ચારિત્રભાવને પ્રાપ્ત થાય છે. શું કહે છે? કે જે અંતર આવી ચીજ છે તેનું જ્ઞાન કરી તેની શ્રદ્ધા કરી ને તેમાં લીનતા થઇ જાય છે. એને વ્યવહાર હોતો નથી. એને વ્યવહાર કાંઇપણ જાણેલો પણ એને હોતો નથી. આહાહાહા ! એ જાણેલો પ્રયોજનવાન કહ્યો હતો એ હવે આમાં રહ્યો નથી. શું કહ્યું એ? કે પ્રથમ જે આત્માનો અનુભવ દર્શન જ્ઞાન થયું, પણ જ્યાં હજી પૂર્ણતા નથી, ત્યાં આગળ એને અપૂર્ણ શુદ્ધતા અને અશુદ્ધતાના અંશો છે, તેને જાણેલો પ્રયોજનવાન છે એમ કહ્યું હતું. ૧૨મી ગાથા. એટલે કે તે વખતની જ્ઞાનની પર્યાય તે પ્રકારની શુદ્ધતાનો અંશ છે, પૂર્ણ નથી, અને અશુદ્ધતા બેય છે, એને જાણેલો પ્રયોજનવાન એટલે કે, તે જ સાધક જીવને તે કાળે જ્ઞાનની પર્યાય અને જાણે અને પરને જે પ્રકારે રાગ ને અશુદ્ધતા થોડી છે, એનું જાણવું એ પોતાનો સ્વપરપ્રકાશક પર્યાય પરિણમે છે, એને જાણેલો પ્રયોજનવાન કહ્યો છે, સમજાણું કાંઇ? એ હવે પૂર્ણ જ્યાં થયું ત્યાં એ રહ્યું નહીં, સમજાણું કાંઇ? એ કહેવું છે. વ્યવહાર આવે, જ્યાં સુધી પૂર્ણ ચારિત્રવત લીન થાય નહિં યથાખ્યાત ચારિત્ર આદિ ત્યાં સુધી એને સ્વભાવનો આશ્રય ને અવલંબનનું જ્ઞાન શ્રદ્ધા થઈ પણ છતાં ચારિત્રની લીનતા પુરી થઈ નથી, તેથી એને આવો શુદ્ધતાનો અપૂર્ણ અંશ અને અશુદ્ધતાનો અંશ એવો બે હોય છે, એને જાણનારી પર્યાય જ્ઞાનની તે કાળે, પોતાને કાળે કારણે સ્વ અને પારને પ્રકાશે તેવી અપરપ્રકાશક પર્યાય થાય છે. તેથી તેને જાણેલો પ્રયોજનવાન કહેવામાં આવ્યો છે. આહાહા! ધનાલાલજી! આવી વાત છે. આહાહા!
પણ જ્યાં જ્ઞાન ને દર્શન ને સ્થિરતા જ્યાં પૂર્ણ થઇ ગઇ પછી અપૂર્ણ શુદ્ધતા ને રાગ એ રહ્યો નહીં, એટલે જાણેલો જે પ્રયોજનવાન હતો એ ત્યાં રહ્યો નહીં. આહાહાહા ! આહાહાહા ! અરે આ માર્ગ તો જુઓ. ચીમનભાઈ ! આવો માર્ગ અને લોકો બચારા એકાંત છે એકાંત, અરે બાપુ ભાઈ તને વસ્તુ સ્વરૂપ, બાપા ઉલટા એથી પરિણામનાં ફળ ભાઈ ! આકરા આવશે ભાઈ ! એ બીજાથી જોયા નહીં જાય એવા દુ:ખ થાશે. આહાહા! તને અત્યારે ઠીક લાગે આમ જાણે અમે ઓહોહો અને લોકોય પાગલ બધાં ભેગા થઇને આહાહા. ભારે વાત કરે છે, સારી વાત કરે છે. વ્યવહારથી જોઇએ ને વ્યવહારથી થાયને? ૧૧મી (ગાથામાં) કહ્યું ને પરસ્પર વ્યવહારનો ભેદનો ઉપદેશ કરે છે માંહો માંહે એ તો અનાદિનું છે, એમાં નવું શું છે. (શ્રોતા :ત્યાં વ્યવહાર જાણેલો પ્રયોજનવાન કહ્યો – એને અહીંયા કાઢી નાખ્યો. ) હા એને અહીંયા કાઢી નાંખ્યો પૂરણ થયું-પૂરણ થયું એટલે કાઢી નાંખ્યો. અહીં અપૂર્ણ હતું. દેષ્ટિ, જ્ઞાનનો વિષય તો પૂર્ણ જ છે પણ અહીંયા પર્યાયમાં પૂર્ણતા ને શુદ્ધતા પુરી નહોતી અને અશુદ્ધતા હતી ત્યારે તે પ્રકારનું જ્ઞાન સ્વ ને પરને તે જ પ્રકારે જાણતું પ્રગટ થતું, એ પ્રકારનું જ્ઞાન હવે પુરું થયું તો ત્યાં રહ્યું નહીં. આહાહાહા !
ભાષા તો સાદી છે બાપુ! ભાઈ ! તારી વાતો શું કરવી. પ્રભુ! તારી પ્રભુતાનો પાર ન મળે. આહાહા! એકેક પર્યાયમાં એની પ્રભુતા પ્રસરી ગઇ છે. કેમકે એનામાં પ્રભુત્વ નામનો એક ગુણ છે. અને એ ગુણ છે અનંત ગુણમાં એનું રૂપ છે. આહાહાહા ! અને અનંતા ગુણોમાં પ્રભુત્વનું રૂપ છે અને એની પર્યાયમાં પણ પ્રભુત્વની પર્યાય પ્રગટ થાય છે, એ અખંડ પ્રતાપિત