________________
૫
શ્લોક – ૫
એવા અનંત ગુણનો ગોદામ, ( આત્મામાં ) એવો કોઈ ગુણ નથી કે વ્યવહા૨૫ણે પરિણમે, રાગપણે એવો કોઈ ગુણ નથી. આહાહાહાહા ! આવું સ્વરૂપ છે ભાઈ ! કોઈ વાદવિવાદે પાર ૫ડે એવું નથી. આહાહા ! સમજાણુ કાંઈ ? એ અહીં કહે છે. પહેલે જ્યાં સુધી સાંભળે છે ત્યાં સુધી એનું લક્ષ ત્યાં રહે છે ભેદમાં. આહાહા !
“એવા પુરુષોને હસ્તાવલંબ તુલ્ય કહ્યો છે” નિમિત્તપણે જણાવ્યું છે. આહાહાહા ! તોપણ આહાહા ! જે પુરુષો ચૈતન્ય-ચમત્કારમાત્ર, ભગવાન આત્મા ચૈતન્ય ચમત્કા૨, ચમત્કાર એનો શું અર્થ. આહાહા ! જેને ત્રણકાળના સમયથી આકાશના પ્રદેશો અનંતગુણા, એનાથી અનંતગુણા તો આત્માના ગુણ ( છે ). આહાહા ! અને તે ચૈતન્ય ચમત્કાર છે. એવો કોઇ અનંત ગુણનો પિંડ પ્રભુ કોઈ ચમત્કારી ચીજ છે. આહાહાહા ! અરે એની વાતની ખબર ન પડે, એ વસ્તુની દૃષ્ટિ ન કરે, એનું જ્ઞાન ન કરે અને બહા૨ની વાતમાં મરી જાય કરીને, આ વ્રત કર્યાં ને તપ કર્યાં ને, આહાહા ! આકરું કામ છે. એ વ્યવહા૨ વ્રત, તપપણે પરિણમવું એવો એનામાં કોઇ ગુણ નથી. એવો જે ભગવાન આત્મા ચિત્ત-ચમત્કાર વસ્તુ. આહાહા ! જેનો વિશ્વાસ કરતાં જેની દૃષ્ટિ કરતાં ચૈતન્ય ચમત્કારનાં અનંત ગુણો પર્યાયમાં વ્યક્તપણે ઊછળીને વ્યક્ત પ્રગટ થાય. આહાહાહા ! કહો દેવીલાલજી ! આવું સ્વરૂપ છે ભાઈ ! આહાહાહા ! જેની શક્તિઓના સંગ્રહની સંખ્યાનો પાર નથી, ક્ષેત્ર ભલે શરી૨ પ્રમાણે હો, પણ એની શક્તિઓના માપનું કોઇ માપ નથી. કોઈ માપ નથી તેનું જ્ઞાન માપ કરી લે છે. આહાહાહા ! શું કહ્યું ઈ ? ભગવાન આત્મા અનંત અનંત શક્તિ( ઓ ) ની સીમા નથી. આહાહા ! કોઈ એની હદ નથી. સીમા નથી કહેતાં કે આ મારું ખેતર આટલા સીમાવર્તી છે. આટલા ( જોજનમાં ) સીમાવર્તી છે કે ૨૫–૫૦ જોજનમાં છે. એમ આ ગુણની કોઇ સીમા નથી. આહાહાહા ! એવા ગુણની સીમા વિનાનો પ્રભુ ( અસીમ ) જેને વ્યવહા૨૫ણે પરિણમવું આવા અનંતા–અનંતા ગુણો પણ કોઈ એવો ગુણ નથી કે વ્યવહા૨ના રાગપણે પરિણમે એવો કોઈ ગુણ નથી. આહાહાહાહા !
હા, એમાં લીધું છે ને ભાઈ ૩૯-૪૦ શક્તિ નહીં ? ૩૯ શક્તિમાં ‘ભાવ’ લીધો આ, કે ષટ્કા૨કના પરિણમનથી પરિણમતી વિકૃત અવસ્થા એનાથી રહિતપણે થવું એવો એનામાં ગુણ છે. ‘ભાવ’ અને ‘ક્રિયા’ શક્તિ, ષટ્કારકના શુદ્ધ પરિણમનપણે પરિણમવું એ એનો ગુણ છે ૪૭ શક્તિ. આહા ! ગજબ કામ ૪૭ શક્તિએ તો, આહાહાહાહા ! અરે ભાઈ શ્રોતા તું જ્ઞાનમાં લક્ષ તો લે ! આહાહા ! એ અમાપ ચીજને જ્ઞાનની પર્યાયમાં માપ લઇ લે. આહાહાહા ! ( શ્રોતાઃઅમાપનું માપ ક૨ ) અમાપનું માપ કર તું, તો એ સમ્યજ્ઞાન કહેવાય. આહાહાહા ! સમજાણું કાંઇ ? માર્ગ બાપા વીતરાગ માર્ગ એટલે જિનવર માર્ગ એટલે દિગંબર માર્ગ એટલે આત્મ માર્ગ કોઇ અલૌકિક છે. આહાહા !
અહીં કહે છે જે પુરુષો ચૈતન્ય ચમત્કાર માત્ર એ ચૈતન્ય ચમત્કાર માત્ર જેમાં રાગનો તો અભાવ છે, નિમિત્તનો તો અભાવ છે, પણ જેમાં વર્તમાન પ્રગટ પર્યાયનો પણ જેમાં અભાવ છે. (શ્રોતાઃ- ચૈતન્યનો શું ચમત્કાર છે) એ પોતેજ ચમત્કારી છે ચીજ જ. ચમત્કારી છે. ( શ્રોતાઃ- શી રીતે રહે) અલ્પક્ષેત્રમાં રહે છતાં અલોક લોકને જાણે પર્યાય. આહાહાહાહા!
અલ્પક્ષેત્રમાં ને અલ્પકાળમાં એક સમયની પર્યાય હોય, છતાં અમાપ એવા ગુણનો