________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧
૫૬
પ્રવચન નં ૬ ગાથા - ૧ તા. ૧૨-૬-૭૮ સોમવાર જેઠ સુદ-૬ સં.૨૫૦૪
સમયસાર, પહેલી ગાથા ચાલે છે. ફરીને લઈએ છીએ. ટીકા, ટીકા. અહીં સંસ્કૃત ટીકામાં “અથ” શબ્દ મંગળના અર્થને સૂચવે છે, પહેલો અથ શબ્દ પડ્યો છે અથ” પ્રથમ એમ શબ્દ પડ્યો છે સંસ્કૃત. “અથ” મંગળના અર્થને એટલે? સાધક ધર્મની શરૂઆત થાય છે. આહાહા !
અથ' નામ હવે અનંત કાળથી જે સાધક સ્વરૂપ જેનું ભાન નહોતું એવો ચૈતન્ય સ્વભાવ એનો, હવે સાધકપણે શરૂઆત થાય છે. એ જ “અથ” નામ નવી શરૂઆત છે. એનું નામ અથ', એ જ મંગળિક છે. આહાહા ! એ તો “અથ' સંસ્કૃત ટીકાના શબ્દનો અર્થ થયો.
હવે ગ્રંથના આદિમાં” પાઠમાં એમ આવ્યું'તું ગાથામાં, ધ્રુવ અચલ ને અનુપમ પણ અહીંયા અર્થમાં મુખ્ય વંદિતુ સવ્વ સિદ્ધ. એમ જે શબ્દ પડયો છે, એમાંથી વંદિતુનો અર્થ કાઢી અને સર્વ સિદ્ધો, એને મારી પર્યાયમાં સ્થાપું છું અને શ્રોતાની પર્યાયમાં અનંતા સિદ્ધને સ્થાપું છું. આહાહા ! અનંત અનંત સિદ્ધોનું એક તો અસ્તિત્વ સિદ્ધ કર્યુ-ભલે સંસારી પ્રાણી અનંતગુણા હો પણ સિદ્ધ પણ અનંત છે અને તે પણ આદિ વિના છે અનાદિના છે. એમ નથી કે પહેલો સંસાર હતો ને પછી સિદ્ધ થયા. આહાહા ! આવી વસ્તુ સ્થિતિ છે સિદ્ધ થાય એ તો સંસારમાંથી થાય. પહેલો સંસાર અને પછી સિદ્ધ, એમ નહિં. એક વ્યક્તિની અપેક્ષાએ પહેલું પણ સામાન્યની અપેક્ષાએ તો સિદ્ધ અનંત અનાદિથી છે. આહાહા !
જેમ આકાશના અંતનું શું છે માપ? આહા! શું ઈ કહેવાય ક્ષેત્ર, ક્ષેત્ર ક્ષેત્રની બેહુદ એ શું કહેવાય-એ જેમ ક્ષેત્ર ને સ્વભાવની વાત છે એમ આ સંસારી ને સિદ્ધ બેય સ્વભાવ અનાદિના છે. આહાહા ! કેટલાક પંડિત એમ કહે છે સિદ્ધ કરતાં સંસાર આઠ વર્ષે મોટો, આઠ વર્ષ પછી સિદ્ધ થાય છે ને! એ તો એક વ્યક્તિની અપેક્ષાએ, સમુચ્ચય અનાદિ અનંત સિદ્ધો પણ છે અને અનાદિ અનંત સંસારી છે. જેમ ક્ષેત્રના અમાપનું માપ જ મગજમાં ન આવે, ક્યાં અલોક અલોક અલોક અલોક અલોક અલોક અલોક અલોક આ ચાલ્યું જ જાય અલોક પછી શું? પછી, પછી ઈ જ. (આકાશ) આહાહા ! જેમ ક્ષેત્રના અમાપની અસ્તિની સિદ્ધિ છે તેમ સિદ્ધ પણ અનાદિના સિદ્ધ છે. આહાહા ! એ કેવા છે સિદ્ધ?
એ સર્વ સિદ્ધો, એક સિદ્ધ નથી અનંત સિદ્ધો છે, અનંત શબ્દ વાપર્યો નથી, સર્વ સિદ્ધ શબ્દ વાપર્યો છે. આહા! જે અનંતકાળ, છ મહીના અને આઠ સમયમાં છર્સે ને આઠ મુક્તિ પામે તો એ અનંતકાળમાં કેટલો આંકડો થયો? આહાહા! એ સર્વ, આહાહા! અહીં તો બીજું કહેવું છે, એટલા બધા સર્વ સિદ્ધોને હું વંદિતુ શબ્દ છે. એમ કહ્યો છે વંદિતુમાંથી સર્વ સિદ્ધોને મેં મારી પર્યાયમાં સ્થાપ્યા છે એમ કાઢયું, આદર કર્યો. રાગ પર્યાય ભિન્ન રહી ગઈ. મારી જ્ઞાનની પર્યાય ભલે અલ્પજ્ઞ છે, અને શ્રોતાની પણ જ્ઞાનની પર્યાય અલ્પજ્ઞ છે, એ બેયનો ખ્યાલ છે. છતાં એ અલ્પજ્ઞ પર્યાયમાં અનંતા સિદ્ધોને જાણવાની એની તાકાત છે. આહાહા! ભલે મતિ, શ્રુતજ્ઞાનની પર્યાય હોય તો પણ અનંત સિદ્ધોને જાણવાની તાકાત છે તો અનંત સિદ્ધો છે એનો જ્ઞાનની પર્યાય આદર કરે છે, એટલે કે વંદન કરે છે, એટલે કે પોતાની પર્યાયમાં તેને સ્થાપે છે. એનું નામ વંદન કરે છે એમ કહ્યું. આહાહા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com