SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૪ સમયસાર સિદ્ધિ ભાગ-૧ વાણી આદિનો એનાથી કહીશ. આહાહા ! ભાવવચન એટલે આ વાણી નહીં પણ અંદરમાં જે આ જ્ઞાનની વિકાસ શક્તિ જે છે-જ્ઞાનની વિકાસ પ્રગટ પર્યાયમાં શક્તિ પ્રગટ છે, તેનાથી હું કહીશ એને ભાવવચન કહેવામાં આવે છે. એ જ્ઞાનની વિકાસની દશા જે છે તેનાથી હું કહીશ એ ભાવ-વચન કહેવામાં આવે છે. આ રે આ! અને વાણી દ્વારા અને વિકલ્પ દ્વારા કહીશ એ દ્રવ્યવચન છે. ઓલું ભાવ સ્તુતિ અને દ્રવ્ય સ્તુતિ હતી, હવે અહીંયા ભાવવચન ને દ્રવ્યવચન બે આવ્યા. બેમાં આ છે. આહાહા ! મારી જ્ઞાનની દશામાં મને જે વિકાસ વર્તે છે તેનાથી હું કહીશ. કહેવાની વાણી જડ પણ એમાં જે જ્ઞાનનો વિકાસ છે એ તો નિમિત્ત એટલું, અને જે વાણી નીકળશે એ દ્રવ્યવાણી છે, આ વાણી જડ છે એ તો. આહાહા! આ વાણી તો જડ છે. આ કંઈ આત્મા નથી. એ દ્રવ્યવાણીથી કહીશ અને ભાવવાણીથી કહીશ. આહાહા ! આ તો હજી પહેલાં માંગળિક માંડે છે. ઉપોદ્ઘાત કરે છે. પહેલી ગાથા છે આ. શ્રુત પંચમી છે ને આજે જેઠ સુદ પાંચમ. ષટ્યુંડાગમની રચના આજે થઈ હતી અંકલેશ્વર. આહાહા! આપણે આ ૧૯મી વારની શરૂઆત છે. એકેક શબ્દના અર્થ અઢા૨ વાર તો થઈ ગયા છે, આ ઓગણીસમી વા૨ હાલે છે. ભાઈ, તત્ત્વ ઝીણી ચીજ છે. આત્મા એનું જે જ્ઞાન, આત્મજ્ઞાન એ ચીજ બહુ ઝીણી છે. આહાહા ! แ દાકત૨ ! જૂનાગઢ નરસિંહ મહેતા “ જ્યાં લગી આત્મા તત્ત્વ ચિન્હો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી ” એ આત્મા આવો, ૫૨માત્માએ કહેલું એવું જે એનું સ્વરૂપ-જ્યાં સુધી ચિન્હો નહિં એટલે જાણ્યો નહિં, ત્યાં સુધી તારા વ્રત ને ભક્તિ, તપ ને દાન બધા એકડા વિનાના મીંડા છે, આહાહાહા ! પાપની તો વાત જ શું કરવી ? આ ૨ળવું ને ભોગ ને વિષય ને નોકરી ને એમાં લેવા દેવા એ તો બધું આખું પાપ ૨૨-૨૩ કલાક પણ એકાદ કલાક મળે સાંભળવા કદાચ એમાં એમાંય કોઈ શુભ રાગ હોય, આહાહા ! એ પણ બંધનનું કા૨ણ છે. સમજાણું કાંઈ ? એ દ્રવ્ય અને ભાવ વચનથી પરિભાષણ શરૂ કરીએ છીએ. ભાષા તો જુઓ ! મારો વિકાસ જ્ઞાનનો એનાથી હું આત્માની વાત કરીશ અને વિકલ્પથી અથવા વાણીથી કરીશ, શરૂ કરું છું. શરૂ કરતા કરતા ક્યાં પૂરું થાશે, એ થાય ત્યારે એ જાણી લેજે. આહાહા ! શરૂ કરું છું એમ લખ્યું છે ને ? પરિભાષણ, આહાહા ! છે ? પરિભાષણ એટલે સમસ્ત રીતે પૂરણ ભાવજ્ઞાન અને વાણીમાં પૂરણપણું જે છે આવ્યું. એનું પરિભાષણ ‘ પરિ ’ ઉત્સર્ગ છે. સમસ્ત પ્રકારે એનું કથન શરૂ કરું છું. આ શરૂ કરીએ છીએ, આહાહાહા ! એમ શ્રી કુંદકુંદાચાર્ય કહે છે, મુનિ છે નગ્ન દિગંબર સંત જંગલમાં વસે છે, બે હજાર વર્ષ થયા સંવત ૪૯ જંગલમાં રહેતા હતા એમાંથી આ (ટીકાના ) મૂળ શ્લોક સંસ્કૃતમાં બનાવ્યા છે. આહાહા ! અને આ ટીકા છે એ એમના એક હજાર વર્ષ પછી અમૃતચંદ્રાચાર્ય મુનિ એ થયા તેમણે બનાવી. ,, આ નવા કળશમાં એ નામ આપ્યું છે ભાઈ, “ અધ્યાત્મ અમૃત કળશ ” જગમોહનલાલજીએ નવું છાપ્યું છે ને ? રાજમલની ટીકા જગમોહનલાલજીએ. એનું નામ “ અધ્યાત્મ અમૃત કળશ ઓલા અમૃતચંદ્રાચાર્યના કળશ છે ને ? તેથી પુસ્તકનું નામ “ અધ્યાત્મ અમૃત કળશ ” એમ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008305
Book TitleSamaysara Siddhi 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy