SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧ ૫૧ ભલે દસ હજારનો પગાર અને પચાસ હજારના પગાર ને ધૂળના પગાર આપણે રામજીભાઈના દીકરાને આઠ હજારનો પગાર છે ને? સુમનભાઈ, પહેલા એસોમાં હતા. ઉડતો ઘોડો, પહેલા એસો કંપનીમાં હતા ત્યાંથી નીકળી ગયા. હવે આ જગમોહનલાલ છે જામનગરના શ્વેતાંબર દેરાવાસી સાડાત્રણ કરોડની પેદાશ છે વર્ષની, અહીંયા આવી ગયા છે. ત્યાંય આવ્યા 'તા હમણાં લોહી દેવા ગયો તો ત્યાં મદ્રાસ દાકતરે બચારા બહુ આદર કર્યો તો દાકતરે. મદ્રાસના ગર્વનર છે આપણે અહીં પ્રભુદાસભાઈ પટવારી હું પ્લેનમાંથી ઉતર્યો એટલે એમને ખબર પડી મહારાજ આવ્યા છે. એટલે મારી મોટર પાસે આવ્યા, મહારાજ! મારા ગવર્નર હોલમાં આવવું પડશે, મારે આપનું સ્વાગત કરવું છે. પટવારી પોતે, પછી તો વ્યાખ્યાનમાં પોતે આવ્યા. આ દાકતર છે ને પટવારી ભાવનગર એના ભાઈ. એના ભાઈ છે, ખબર છે ને! વ્યાખ્યાનમાં આવ્યા. બાવીસ મિનિટ સાંભળ્યું એને કામ ઘણાંને વ્યાખ્યાન ૨૨ મિનિટ સાંભળ્યું પણ મહારાજ મારા ગવર્નર હોલમાં પધારવું પડશે આપે, પછી ગયા'તા અર્ધા કલાક રહ્યા હતા. બહાર છે રાજમહેલ મોટો એને ગવર્નર કહેવાય, આપણે હિંદી ભાષામાં રાજ્યપાલ કહેવાય, પણ બહુ નરમ માણસ. નરમ છે નરમ બહુ અંદર વિનંતી કરી. અમારા હોલમાં પધારવું પડશે, લોકોને જરી ખ્યાલ આવે મહારાજ આવ્યા'તા અહીં ગવર્નર હોલમાં. એમાં મોટું વન છે આસપાસ તેરસો તો હરણીયા છે, જગ્યા આસપાસ મોટી. સસલા છે, શિયાળીયા છે, રાજમહેલ છે મોટો બધો-બધું છે પણ કીધું આ તત્ત્વને સમજો બાપા! આ વિના બધું ધૂળધાણી ને વા પાણી છે. નરમ છે પણ વખત મળે નહીં વખત લાંબો. આહા! અહીંયા એ કહે છે, ગમે તેટલી મોટી પદવી હોય અને ગમે તેટલા કરોડો અબજો રૂપીયા હોય, એ કાંઈ સુખી નથી, એ તો દુઃખી છે બિચારા ! કેમ કે પરપદાર્થ ઉપર એનું લક્ષ જાય છે, એટલે રાગ થાય છે અને રાગ થાય છે એટલે દુઃખ છે. સ્વ આત્મા ઉપર આશ્રય જાય ત્યારે ત્યાં એને આનંદ છે ને ત્યાં સુખ છે. આહાહા ! અહીં કહે છે, હું મારા આત્માને નમસ્કાર કરું છું ભાવ (સ્તુતિ) આહાહાહા ! એમ કરીને પોતાની સ્થિતિ પણ વર્ણવી છે. હું કઈ ભૂમિકામાં છું. હું આત્માના આરાધનની ભૂમિકામાં છું. આચાર્ય એમ કહે છે, મને આત્મા શું છે એ અનુભવ થઈ ગયો છે. હવે અલ્પકાળે મારે પરમાત્મા થવાનો કાળ છે. માટે એક તો હું મારા આત્માને સેવું છું, આનંદના નાથમાં મારી એકાગ્રતા છે એ મારો ભાવ નમસ્કાર છે, ભાવતુતિ છે અને એમાં હું જયારે રહી શકતો નથી ત્યારે જે પરમાત્મા થઈ ગયા અને હું નમસ્કાર કરું છું ત્યારે એ શુભરાગ છે, પુણ્ય છે ધર્મ નહીં, આહાહા! મારો આત્મા મારો આરાધક અને આરાધ્ય, એવી જે નિર્વિકલ્પ સમાધિ અંદર થવી એ ભાવ સ્તુતિ એ ધર્મ અને પરમાત્મ (પદને) પામેલાને નમસ્કાર કરવો, એ શુભ વિકલ્પને રાગ, એ પુણ્ય, ધર્મ નહીં, (ધર્મનું કારણ તો ખરું ને) બિલકુલ નહીં. સ્પષ્ટીકરણ કરાવે છે, વકીલ છે ને એટલે? કારણ રાગ એ કારણ હોઈ શકે જ નહીં બિલકુલ. ભગવાન આત્મા સચ્ચિદાનંદ, નિર્મળાનંદનો નાથ, પૂરણ પૂરણ પૂરણ પૂરણ પૂર્ણ ઈદમ્ પૂરણ શક્તિનો સાગર એ તો સુખનો દરિયો છે, ભાઈ ! તને ખબર નથી. આહાહા ! એ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008305
Book TitleSamaysara Siddhi 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy