________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ૩૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ સમ્યગ્દર્શનશાન ચારિત્ર એ પર્યાય છે, અને એ પર્યાય ભેદરૂપ છે. અને ભેદરૂપ પણ છે, અને એનો વિષય અભેદ પણ છે. આમ લાગે કે અભેદ ને ભેદ વિરોધ છે, અભેદ હોય તે ભેદ ન હોય. એ અભેદ હોય તે ભેદ ન હોય. પણ હારે બીજી ચીજ છે એ ભેદરૂપ છે. આહાહાહા ! આ તો ભાઈ જાણવાની વાત છે, અંદર પહેલી તો. આહાહા ! જેવી રીતે વસ્તુ સ્વરૂપ છે એ રીતે જ્ઞાન ન થાય તો તે અંતરમાં નહીં વળી શકે. આહાહા ! જેવું વસ્તુનું સ્વરૂપ છે, એવી રીતે જ્ઞાન ન થાય, તો એ જ્ઞાન સત્ જ નથી, તો સાચું જ્ઞાન હોય, તો દ્રવ્યને ત્રિકાળ જાણે, પર્યાયને ક્ષણિક જાણે. જાણીને એ સાચું જ્ઞાન એમ જાણે કે વસ્તુ ત્રિકાળ, પર્યાય અનિત્ય છે, તો એને ત્રિકાળ ઉપર જાય, એનું લક્ષ ત્રિકાળ ઉપર જાય. આહાહા ! એ લક્ષ છે એ સમ્યગ્દર્શન ને જ્ઞાન છે. આહાહાહા !
આ તો ચોથા શ્લોકનો ભાવાર્થ ભરે છે. છે? શુદ્ધ હોય તે અશુદ્ધ ન હોય, ત્રિકાળી ભગવાન શુદ્ધ છે તે અશુદ્ધ ન હોય, પણ પર્યાયમાં અશુદ્ધ હોય. અશુદ્ધ પર્યાય જો ન હોય તો એને વેદનમાં શુદ્ધ આનંદ આવવો જોઈએ. તો પર્યાયમાં જ્યારે આનંદનું વેદન નથી, કે જે આનંદની પર્યાય ધ્રુવને આશ્રયે થાય એવી નથી, તો એ પરના લક્ષે થાય એવી અશુદ્ધ પર્યાય છે. આહાહા ! આ તો બાપુ! જરી નિવૃત્તિ લઈને ! હું? આહાહા ! અરે અનંતકાળથી જેને એક સમય માત્ર પણ, સમ્યગ્દર્શન શું ચીજ છે! પ્રગટ કર્યું નથી બાપુ! એ ચીજ કેવી હોય ભાઈ ! એ કોઈ સાધારણથી પ્રગટ થાય એવી ચીજ નથી. આહાહા !
એ શાસ્ત્ર જ્ઞાન છે, એ પરલક્ષી અનિત્ય છે. અને સ્વરૂપનું જ્ઞાન છે એ સ્વલક્ષી, પણ છે જ્ઞાન અનિત્ય. સમ્યજ્ઞાન છે એ અનિત્ય છે, એ પર્યાય છે. આહાહા! અને વસ્તુ છે, એ શુદ્ધ છે. વસ્તુ છે, એ વસ્તુ છે એ અપૂર્ણ ન હોય, અશુદ્ધ ન હોય, આવરણ ન હોય, વિકૃત ન હોય, વસ્તુ છે એ તો વસ્તુ પવિત્ર પિંડ પ્રભુ છે, પણ એનું જેને લક્ષ નથી. એનો જેને આશ્રય અનાદિથી નથી તેથી એને પરદ્રવ્યનો આશ્રય છે, પર્યાયમાં! આશ્રય છે માટે ત્યાં અશુદ્ધતા થાય છે. એ અશુદ્ધતા પણ છે. પર્યાયમાં અશુદ્ધતા છે. વસ્તુ શુદ્ધ છે. આહાહા!
(શ્રોતા : ઘડિકમાં શુદ્ધ ને ઘડિકમાં અશુદ્ધ) ઘડિકમાં ને ઘડિકમાં કોને, એને ને એને અશુદ્ધ ક્યાં કહ્યું? જેને શુદ્ધ કહ્યું એને અશુદ્ધ ક્યાં કહ્યું? શુદ્ધ છે તો, એ શુદ્ધ જ છે, પણ એને પર્યાય જોઈએ એ નથી. એટલે શુદ્ધ નથી. એથી એને પરને આશ્રયે અશુદ્ધ છે. એ વસ્તુનું સ્વરૂપ છે. આહાહાહા ! કહો, દેવીલાલજી! આ તો લોજીકથી તો વાત ચાલે છે. આહાહાહા ! પ્રભુનો માર્ગ છે સુરાનો, એ કાયરનાં ત્યાં કામ નથી બાપા! આહાહાહા! શુદ્ધ હોય તે અશુદ્ધ ન હોય એમ વિરોધ દેખાય, ઇત્યાદિ નયોના વિષયોમાં વિરોધ છે. જિનવચન કથંચિ વિવિક્ષાથી કઈ અપેક્ષાએ, વિવિલા એટલે કઈ અપેક્ષાએ? કઈ અપેક્ષાએ સત્, કઈ અપેક્ષાએ અસ. ત્રિકાળની અપેક્ષાએ નિત્ય, વર્તમાનની અપેક્ષાએ અનિત્ય.ત્રિકાળની અપેક્ષાએ શુદ્ધ, વર્તમાનની અપેક્ષાએ અશુદ્ધ. અનાદિનું છે ઈ ! એવા સત્ અસતરૂપ, એક અનેકરૂપ, નિત્ય અનિત્યરૂપ, ભેદ અભેદરૂપ, શુદ્ધ અશુદ્ધરૂપ, જે રીતે વિદ્યમાન વસ્તુ છે, પાછું એમ. વસ્તુ એ વિદ્યમાન છે, અને એની પર્યાય પણ વિદ્યમાન છે. વ્યવહારનયનો વિષય છે કે નહિં? નય છે જ્ઞાનનો અંશ તો તેનો વિષય વિદ્યમાન છે કે નહીં. પર્યાય તરીકે વિદ્યમાન છે. દ્રવ્ય તરીકે વિદ્યમાન દ્રવ્ય છે.
આકરી વાત છે બાપુ! માર્ગ એવો છે કોઈ, અત્યારે તો ક્રિયા કાંડ આડે કાંઈ સૂઝ પડતી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com