________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૧૦
સમયસાર સિદ્ધિ ભાગ-૧
બ્લિોક - ૪
(મતિની). उभयनयविरोधध्वंसिनि स्यात्पदाङ्के जिनवचसि रमन्ते ये स्वयं वान्तमोहाः। सपदि समयसारं ते परं ज्योतिरुच्चै
रनवमनयपक्षाक्षुण्णमीक्षन्त एव।।४।। શ્લોકાર્થઃ- [૩મય-નય-વિરોધ-ધ્વસિનિ] નિશ્ચય અને વ્યવહાર-એ બે નયોને વિષયના ભેદથી પરસ્પર વિરોધ છે; એ વિરોધને નાશ કરનારું ચા-પ-si]સ્યાત્” પદથી ચિલિત [બિનવવસિ] જે જિન ભગવાનનું વચન (વાણી) તેમાં [ રે રમન્ત] જે પુરુષો રમે છે (-પ્રચુર પ્રીતિ સહિત અભ્યાસ કરે છે) [ તે] તે પુરુષો [ સ્વયં] પોતાની મેળે (અન્ય કારણ વિના )[ વાત્તમોદી:]મિથ્યાત્વકર્મના ઉદયનું વમન કરીને [૩ર્વે: પરંળ્યોતિ: સમયસારં]આ અતિશયરૂપ પરમજ્યોતિ પ્રકાશમાન શુદ્ધ આત્માને [સપતિ] તુરત [ ક્ષત્તે વ] દેખે જ છે. કેવો છે સમય-સારરૂપ શુદ્ધ આત્મા?[ મનવમ] નવીન ઉત્પન્ન થયો નથી, પહેલાં કર્મથી આચ્છાદિત હતો તે પ્રગટ વ્યક્તિરૂપ થઈ ગયો છે. વળી કેવો છે? [નય-પક્ષ-અક્ષણમ] સર્વથા એકાંતરૂપ કુનયના પક્ષથી ખંડિત થતો નથી, નિબંધ છે.
ભાવાર્થ - જિનવચન (વાણી) સ્યાદ્વાદરૂપ છે. જ્યાં બે નયોને વિષયનો વિરોધ છે-જેમ કે જે સત્નરૂપ હોય તે અસરૂપ ન હોય, એક હોય તે અનેક ન હોય, નિત્ય હોય તે અનિત્ય ન હોય, ભેદરૂપ હોય તે અભેદરૂપ ન હોય, શુદ્ધ હોય તે અશુદ્ધ ન હોય ઇત્યાદિ નયોના વિષયોમાં વિરોધ છે ત્યાં જિનવચન કથંચિત્ વિવક્ષાથી સ-અસતરૂપ, એકઅનેકરૂપ, નિત્ય-અનિત્યરૂપ, ભેદ-અભેદરૂપ, શુદ્ધ-અશુદ્ધરૂપ જે રીતે વિદ્યમાન વસ્તુ છે તે રીતે કહીને વિરોધ મટાડી દે છે, જૂઠી કલ્પના કરતું નથી. તે જિનવચન દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક-એ બે નયોમાં, પ્રયોજનવશ શુદ્ધદ્રવ્યાર્થિક નયને મુખ્ય કરીને તેને નિશ્ચય કહે છે અને અશુદ્ધદ્રવ્યાર્થિકરૂપ પર્યાયાર્થિકનયને ગૌણ કરી તેને વ્યવહાર કહે છે. આવા જિનવચનમાં જે પુરુષ રમણ કરે છે તે આ શુદ્ધ આત્માને યથાર્થ પામે છે; અન્ય સર્વથાએકાન્તી સાંખ્યાદિક એ આત્માને પામતા નથી, કારણ કે વસ્તુ સર્વથા એકાંત પક્ષનો વિષય નથી તોપણ તેઓ એક જ ધર્મને ગ્રહણ કરી વસ્તુની અસત્ય કલ્પના કરે છે-જે અસત્યાર્થ છે, બાધા સહિત મિથ્યા દૃષ્ટિ છે. ૪.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com