________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૧૨
૫O૭ સ્વરૂપ !આહાહાહા ! એવો ચિદ્દન ભગવાન! એમાં પાછો વળીને અંદરમાં જાય. આહાહાહાહા ! અંતરમુહૂર્તની અંદર ઉપયોગની અપેક્ષાએ, બાકી તો સમયાંતરમાં દર્શન થતાં, જ્ઞાન સમયાંતરમાં સમ્યક થઈ જાય છે. આહાહા ! સમજાણું કાંઈ?
એ શાસ્ત્રજ્ઞાનની ત્યાં જરૂર નથી. આહાહા ! એ ભગવાન આત્મા ! પૂરણ શુદ્ધસ્વરૂપ ! ગહન, ગહન જેનો સ્વભાવ ને ગહન જેની શક્તિઓ. આહાહા! આ ગહન જેના ભવભ્રમણના ભાવ ને ભાવો. આહાહા ! એમાંથી ખસીને... ભગવાન મહાપ્રભુ! પરમાત્મ દ્રવ્ય વસ્તુ એની દષ્ટિ કરે છે, ત્યારે જ્ઞાન સમ્યક થાય છે અને ત્યારે તેને અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. આહાહાહા !
એ તેત્રીસ સાગરના દેવો તેત્રીસ પખવાડિયે શ્વાસ લ્ય અને તેત્રીસ હજાર વરસે કંઠમાંથી અમૃત ઝરે, એ જડનું અમૃત છે. સમજાણું કાંઈ ? એક સાગરની સ્થિતિવાળા દેવ, એને હજાર વરસે કંઠમાંથી અમૃત ઝરે. એને દાળ, ભાત, રોટલા કરવાના નહીં ને ચૂલા કરવાના એ નથી કાંઈ. આહાહાહા ! એ પુણ્યના ફળ તરીકેની સંસારની સ્થિતિ તો જુઓ. આહાહા ! જેમાં ધરમ તો છે નહીં. આહાહા! પુણ્યના ફળે મળેલો દેવ, એને હજાર વરસે કંઠમાંથી અમૃત ઝરે એ જડ અમૃત છે. આ તો પ્રભુને એક ક્ષણમાં પકડતાં અમૃત, આનંદ અમૃત ઝરે. આહાહાહા ! સમજાણું
કાંઈ ?
ઓલાને એક હજાર વરસે સાગરોપમવાળાને, ઓછાવાળાને. આ તો કહે છે કે આ પ્રભુ તું કોણ છો, જો શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિ કર. ઈ શુદ્ધ ઉપયોગમાં આત્મા જણાશે, અને શુદ્ધ ઉપયોગ પૂરણ થશે પછી એને શુભ ભાવ આવશે નહીં. શુદ્ધ ઉપયોગથી આત્માને પકડતા, આહાહા ! તને અમૃત ઝરશે. ઓલાને દેવને અમૃત ઝરે છે એ તો ધૂળનું અમૃત, પુદ્ગલનું. આ તો અમૃતનો નાથ. આહાહાહા !
અરે રે! એને માટે વખત કયાં લે છે ઈ? પારકા સાટુ કરીને જગત, જંજાળમાં જીવન ગાળીને. આહાહા ! પોતાનો એક ક્ષણ પણ મનુષ્યનો કૌસ્તુભમણિ કરતાં પણ, આહા હા ! મહાકિંમતી એ શેને માટે ? ધરમને માટે ! આહાહા !
એક ક્ષણમાં અંદર જતાં તને અમૃત આવશે પ્રભુ! દેવને તો, સાગરોપમે પંદર દિ' એ અમૃત આવે, હજાર વરસે આવે, પંદર દિ'એ એકવાર તો શ્વાસ લ્ય, નિગોદનાં જીવો પ્રભુ એક શ્વાસમાં અઢાર ભવ કરે, એનાં એક ભવમાં એના શ્વાસની મુદત કેટલી હશે? શું કીધું ઈ ? એક શ્વાસમાં જે અઢાર ભવ, તો એક ભવમાં ઈશ્વાસનો ભાગ કેટલો એને આવતો હશે? આહાહા ! આવા ભવ પ્રભુ તે કર્યા અનંત !
હવે આંહી તો કહે છે કે સમકિત થઈને પછી જે વ્યવહાર આવે, આહાહા ! એને પણ જાણનારો રહેજે. આહાહાહાહા ! કરનારો થઈને કહે છે એ તો વ્યવહારનયનું કથન છે. ભગવાન આત્મા! ભૂતાર્થ પરમાત્મા ! અનંત અનંત અમૃતના સ્વભાવથી છલોછલ પ્રભુ ભર્યો છે. એક ગુણ, એવા તો અનંતગુણ એને તું જ્ઞાનમાં ને દષ્ટિમાં લે, તો એનાથી તને અમૃત આવશે. અને તે પછી તને શુભ ભાવ આવશે. છતાં તે તારું જ્ઞાન તને અને તેને જાણતું જ પર્યાયરૂપ પ્રગટ થશે. આહાહા ! આવો મારગ ! આહાહા!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com