SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૨ ૪૯૭ એક આત્માના ગુણોની સંખ્યાની હદ નહીં, આહા હા ! ક્ષેત્રનું પણ જ્યાં મા૫ હદ ક્યાંય નહીં, કાળની કયાંય હદ નહીં, ભૂત ને ભવિષ્યની. આહાહા! કે આંહીથી શરૂ થયું ને આંહી પૂરું થયું એવું છે કયાંય? એવી એની ગહનતા. એમ જ એ ભગવાન આત્મામાં અનંત જે ગુણો છે, એ ગુણોની સંખ્યાની પણ ગંભીરતાનો પાર ન મળે, હદ ન મળે, ભલે ક્ષેત્ર આટલું શરીર પ્રમાણે. આહાહા ! એવા અનંતગુણો અનંતનો અંત નહીં એટલા અનંત એમ. અને એવા અનંતગુણોની અનંતતાની હદ નહીં એટલા અને એક ગુણની પણ શક્તિની હદ નહીં એવી એક શક્તિ એની. આહાહાહા ! કેમ કે એક એક ગુણમાં અનંત ગુણનું રૂપ, તો ગુણ કેટલા? કે હુદ નહીં, અંત નહીં. આહાહાહા ! એટલા ગુણોનું એક ગુણમાં રૂ૫. આહાહાહા ! તો એક ગુણની પણ હદ નહીં. આહા! બાપુ! મારગડા કોઈ જુદા છે ભાઈ ! આહાહા ! એવો જે એક ગુણ તેની પણ જ્યાં હદ નહીં કે આંહી ગુણ પૂરો થઈ રહ્યો, એમ નથી ક્યાંય. આહાહાહા ! એવા અનંતગુણનું એકરૂપ વસ્તુ તે નિશ્ચય છે, જે કાયમ છે તે નિશ્ચય છે, અને જે જાય ને થાય તે વ્યવહાર છે. આહાહા! સંસારનો પર્યાય થાય છે, એ જાય છે, મોક્ષનો પર્યાય થાય છે. ફરીને, મોક્ષનો પર્યાય થાય છે ને ? એ કાંઈ છે નહીં ત્રિકાળ. આહાહાહા ! આ તો ગહન વાતું છે પ્રભુ! શું કહીએ? આહાહાહાહા ! એ ગંભીરતાની હદ લેવા જાય, ત્યાં દષ્ટિ નિર્વિકલ્પ થાય. દષ્ટિમાં મર્યાદિત રાગ રહે, ત્યાં સુધી તેની બેહદ શક્તિનો સ્વભાવ અને પ્રતીતમાં ન આવે, એના જ્ઞાનમાં ન આવે. કારણ કે રાગ છે તે સીમાવાળો ને હદવાળો ને મર્યાદિત છે. આહાહા! અને અરાગ જે સમ્યગ્દર્શન જ્ઞાનની પર્યાય, તે સમ્યજ્ઞાનની પર્યાય પણ બેહુદ છે. આહાહા ! કેમ કે એ પોતે બેહદ ગુણ દ્રવ્યને પોતે જાણે ને માને છે. આહાહાહાહા ! ઝીણી વાત છે ભાઈ આ તો....... એ સમ્યજ્ઞાનની એક સમયની પર્યાય, અમાપ એવા ગુણો ને અમાપ એવાં એક ગુણનું સામર્થ્ય, એવા અનંતગુણનું એકરૂપ, જેની પર્યાયમાં જાણવામાં આવે એ પર્યાય કેવડી મોટી ? આહાહાહા ! એ પર્યાયના પણ અવિભાગપ્રતિચ્છેદ કરવા જાય તો અંત નહીં એટલા છે. આહાહાહા ! ઝીણો મારગ બહુ ભાઈ ! સત્ય છે ઈ કોઈ અલૌકિક વાતું છે. આહા! એ ચીજ જે ત્રિકાળી વસ્તુ છે, જેમાં હલચલ નથી, જેમાં પલટવું નથી, જેમાં નાશ થવું નથી, જેમાં ઊપજવું નથી. એવો જે ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ, એ સમ્યગ્દર્શનનો વિષય એ નિશ્ચય. આહાહા ! અને જે પર્યાય પ્રગટી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન મહાગંભીર, પદાર્થને જાણીને અને પ્રતીત કરીને, પણ છતાં એ પ્રગટી પર્યાય તે વ્યવહાર છે. આહાહાહાહા! અને એની સાથે વ્રતાદિનો વિકલ્પ રહે, એ અસભૂત વ્યવહાર છે. આહાહા! એ અસભૂત વ્યવહાર એ ધરમ નથી કાંઈ, તેમ તેનું ફળ કેવળજ્ઞાન એ એનું ફળ નથી. આહાહાહા ! પણ એ નિર્મળ પર્યાયની સાથે વ્યવહારનો વિકલ્પ કઈ મર્યાદાનો હોય છે એવું જણાવી ને એને વ્યવહારધર્મ કહ્યો ઉપચારીક સમજાણું કાંઈ? વાસ્તવિક તો વ્યવહારધર્મ એ છે. ભગવાન આત્મા બેહદ અપરિમિત સ્વભાવનો સાગર. આહાહા ! એ કેવળજ્ઞાનમાં માપ આવે. પણ છે વસ્તુ અનંત શક્તિઓ અને શક્તિઓનું Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008305
Book TitleSamaysara Siddhi 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy