SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૪ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર સિદ્ધિ ભાગ-૧ પ્રવચન નં.૪૮ ગાથા - ૧૨ તા. ૩૧-૭-૭૮ સોમવાર, અષાઢ વદ-૧૨ સં. ૨૫૦૪ સમયસાર, બારમી ગાથા છે. ‘ પ્રયોજનવાન છે ' ત્યાં સુધી આવી ગયું છે કાલે. એ રીતે પોત પોતાનાં સમયમાં-એટલે કે સ્વરૂપની દૃષ્ટિ છે તે નિશ્ચયનો વિષય છે, દૃષ્ટિનો વિષય જે છે એ નિશ્ચય છે. અને પર્યાયનાં ભેદ પડે છે તે વ્યવહાર છે. નિશ્ચયનો વિષય ત્રિકાળ દ્રવ્ય છે. અને વ્યવહા૨નો વિષય વર્તમાન પર્યાય છે. “ એ રીતે પોતપોતાના સમયમાં બન્ને નયો કાર્યકારી છે. ” આ રીતે. એક નય નિશ્ચય છે એ ત્રિકાળીને વિષય ક૨ના૨ એ આદરણીય છે અને વર્તમાનમાં પર્યાયનો ભેદ પડે, એ જાણવા લાયક છે વ્યવહારનય. એ રીતે પોત પોતાના સમયમાં બન્ને નયો કાર્યકારી છે. આ રીતે કાર્યકારી છે. 6 કા૨ણ કે તીર્થ અને તીર્થના ફળની એવી જ વ્યવસ્થિતિ છે. ' એટલે ? ‘ જેનાથી તરાય તે તીર્થ છે. ’ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રનો માર્ગ જે છે, એનાથી ત૨ાય છે, છે પર્યાય, છે વ્યવહાર, સદ્ભૂત વ્યવહાર ટીકાકાર જયચંદ પંડિતે અસદ્ભૂત વ્યવહારનું નિમિત્તથી કથન કર્યું છે. અસદ્ભૂત વ્યવહા૨નું કથન કર્યું છે વ્યવહાર પણ ખરેખર તો વ્યવહાર જે પર્યાયમાં સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર, પર્યાય છે એ વ્યવહાર છે એ તીર્થ છે અને એનું ફળ પણ કેવળજ્ઞાન, એ પણ વ્યવહા૨ ધર્મનું ફળ છે. મોક્ષમાર્ગ જે છે, પર્યાય છે માટે એને વ્યવહાર કહેવામાં આવે છે. અને એના ફળ તરીકે કેવળજ્ઞાન એ પણ વ્યવહાર છે. શ્રુતજ્ઞાનીને એ પણ કેવળજ્ઞાન સદ્ભૂત વ્યવહારનયનો વિષય છે. એટલે વ્યવહારધર્મ જે નિર્મળ, શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય ગહન ને ગંભીર ચીજ તેની દૃષ્ટિ થતાં, તે દૃષ્ટિમાં ગહન વિષયનું ભાન થવું તે નિશ્ચય છે. અને વર્તમાન પર્યાયનું પ્રગટ થવું એ પર્યાય એ વ્યવહાર છે. ‘ જેનાથી તરાય ’ એટલે કે મોક્ષનો મારગ પર્યાય છે. પણ એનાથી ત૨ાય છે, ત૨વાનો એ ઉપાય છે અને ઈ વ્યવહાર ધરમ છે. છે ને ? પર્યાય, ધરમ છે ને ઈ પર્યાય છે ને મોક્ષમાર્ગ છે જો કે આ તો અસદ્ભૂત વ્યવહારનય લેશે. પણ ઈ કાંઈ તરવાનો ઉપાય નથી. જોડે હોય છે તેનું જ્ઞાન કરાવ્યું છે. આહાહા ! વાસ્તવિક તો ભગવાન આત્મા ! અનંત ગુણ ગંભીર ! જેના ગુણનો પણ સંખ્યાએ અંત નહીં અને જેની પર્યાય, એક ગુણ છે, સંખ્યાએ ગુણનો અંત નહીં અને એક ગુણ છે તેના સામર્થ્યનો અંત નહીં. એવું જે દ્રવ્યસ્વરૂપ, જેમાં અનંત ગુણ છે ઈ ગુણની પણ હદ નહીં, અને એક ગુણની શક્તિની પણ જ્યાં અપરિમિત દ નહીં. એવો જે દ્રવ્ય સ્વભાવ, એની ગહનતાના, ગંભીરતાના...વિચારની પર્યાયમાં એની ગંભીરતામાં વિચાર કરે, ત્યારે એ પર્યાય દ્રવ્ય તરફ ઢળી જાય છે. તે દ્રવ્ય છે તે નિશ્ચય છે અને જે પ્રગટ થયેલી પર્યાય એ વ્યવહા૨ છે, એ તીર્થ છે. ચોથું, પાંચમું, છઠ્ઠું ગુણસ્થાનની નિર્મળ દશા, એ તીર્થ છે વ્યવહાર, અને એનું ફળ પણ વ્યવહા૨ છે કેવળજ્ઞાન, એ પણ પર્યાય છે. આહાહા ! " જેનાથી ત૨ાય તે તીર્થ છે.' પર્યાય મોક્ષમાર્ગની, વસ્તુ મહા ગંભીર સાગર એની અંતરમાં પ્રતીતિ થવી અને એનું જ્ઞાન થવું અને એમાં રમણતાના અંશો થવા, એ તીર્થ ત૨વાનો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008305
Book TitleSamaysara Siddhi 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy