________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૨
૪૮૯ તેવું છે. આ તો મારગ બાપા! ત્રણલોકના નાથ સર્વજ્ઞ જિનેશ્વરદેવનું સ્વરૂપ છે એવું ભગવાને કહ્યું છે. આહાહા ! જેને સાંભળવા બત્રીસ લાખ વૈમાનનો લાડો ઈન્દ્ર, એક એક વૈમાનમાં અસંખ્ય દેવ બળે સાગરની સ્થિતિવાળા. આહાહાહા ! એક સાગરમાં દસ ક્રોડાકોડી પલ્યોપમ, એક પલ્યના અસંખ્ય ભાગમાં અસંખ્ય અબજ વરસ, એવા બે સાગરની સ્થિતિવાળા અસંખ્ય દેવો એક વૈમાનમાં, એવા બત્રીસ લાખ વૈમાન એમાં કોઈ નાના છે થોડાં, પણ ઘણાં તો અસંખ્ય દેવોવાળા છે. એનો સ્વામી ઈન્દ્ર, તે પણ મતિ, શ્રુત ને અવધિ ત્રણ જ્ઞાનવાળો, આહાહા ! તે પણ એક છેલ્લો ભવ દેવનો, મનુષ્ય થઈને મોક્ષ જનારો, એ જ્યારે ભગવાનની સભામાં હોય, અને એ વાણી હોય એ કેવી હોય બાપા! આહાહાહા !
(શ્રોતાઃ એનો કંઈક નમુનો આપો.) આ નમૂનો જ આવે છે ત્યાંનો જ છે. આહાહાહા ! આ વિદેહની વાણી છે આ બધી. આહાહા! વિદેહમાં ગ્યા'તાને ભગવાન કુંદકુંદાચાર્ય ગ્યા 'તા. ત્યાંથી આંહી આવ્યા ને આ (શાસ્ત્રો) બનાવ્યા. પછી ટીકા કરી ભલે વિદેહમાં ન જનાર ભલે પણ એના ભાવને જાણતા હતા. કે આ ગાથાનો આ ભાવ છે, પોતાને જાણતા હતા તે આને જાણતા હતા. અમૃતચંદ્રાચાર્ય! એ તો એક હજાર વરસ પહેલાં થયા. કુંદકુંદાચાર્ય તો બે હજાર વર્ષ પહેલાં થયા. આહાહાહા !
જાણેલો તે કાળે, તે કાળે કેમ? પાઠમાં છે હોં ઈ. જુઓ સંસ્કૃત (ટકામાં) “વ્યવહારનયો વિચિત્રવર્ણમાલિકાસ્થાનીયતાત્પરિજ્ઞાયમાનસ્તદાત્વે પ્રયોજનવાળુ” એવો સંસ્કૃત પાઠ છે. “પરિજ્ઞાન માનત્વોત્ત” –સમસ્ત પ્રકારે જાણે પણ, તદા તે કાળે, આવો પાઠ છે આમાં. સંસ્કૃતમાં.
ઈ શું કહે છે? કે નિશ્ચય છે જે વસ્તુ એ તો ત્રિકાળ એકરૂપ જ જાણવાની અને પર્યાયમાં જે શુદ્ધતાના અને અશુદ્ધતાના ભેદો છે હુજી સાધક છે, સાધક છે એટલે બાધકપણું પણ હારે છે. તે સાધકનો અંશ ને બાધકનો અંશ, એ અનેક થયા ભિન્ન ભિન્ન જાતના થયા. તે ભિન્ન ભિન્ન જાતના છે તેને જાણવું એ પ્રયોજનવાન છે. એ આદરવાયોગ્ય છે કે એનાથી નિશ્ચય થાય છે. એ વાત છે નહીં. મોહનલાલજી !
આવી વાતું છે ભગવાન ! શું થાય? અરે ! પ્રભુના વિરહ પડ્યા અને આ પાછળ રહી ગયા. આહાહા ! અને આ વાદનો વિષય જ નથી. ભગવાન કુંદકુંદાચાર્ય તો એમ કહે છે કે પ્રભુ તું જો જ્ઞાનસ્વરૂપને પામ્યો હો, તો વાદ વિવાદ સ્વસમય ને પરસમય હારે વાદ-વિવાદ કરીશ નહીં. કારણ, આ વસ્તુ કોઈ એવી છે, કે વાદવિવાદે પૂરું પડે એવું નથી. આહાહા!
(શ્રોતાઃ આ સાધકને કાંઈ શુદ્ધનયનું પ્રયોજન રહ્યું નથી?) ઈ તો થઈ ગયું છે. વિષય છે ને કીધું ને ધ્રુવ તો સદાય છે. ધ્રુવ જે છે એ તો સદાય છે દૃષ્ટિમાં એ તો પહેલી જ વાત કરી. ઈ શુદ્ધનયનો વિષય જે ત્રિકાળ છે એ તો છે. હવે પર્યાયમાં શુદ્ધનય છે એ પણ અંશ છે. પર્યાયમાં જે શુદ્ધતાનો અંશ છે એ પણ એક ન્યાયે શુદ્ધનયનો જ અંશ છે. પણ એની હારે અશુદ્ધ જે છે એ આંહી શુદ્ધનયનો અંશ જેને કહેવો છે એને આહીંયા વ્યવહારનયનો વિષય કહેવો છે. પર્યાય છે ને?
ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય પ્રભુ એનું અવલંબન લઈને ધ્યેય બનાવીને જે દશા થઈ, એને પણ શુદ્ધનયનું ફળ આવ્યું એને શુદ્ધનય એક અપેક્ષાએ કહેવાય છે. પણ એ પર્યાય છે માટે તેને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com