________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४७८
ગાથા - ૧૨
ભાઈ કઈ અપેક્ષા છે બાપા! આહાહા ! ત્યાં નિશ્ચય અને વ્યવહાર નયને, જાણે છે એમ કહ્યું-એકસો તેતાલીસ, આંહી શુદ્ધનયને જાણે છે એમ કહ્યું. ભાઈ ! ત્યાં પૂરણ જાણે છે માટે બધુંય જાણે છે એમ કહ્યું અને આંહી હજી વ્યવહાર બાકી રહ્યો છે, એને જણાવવા શુદ્ધનય પૂરણ થઈ ગઈ છે, એને શુદ્ધનય જાણે છે એમ કહેવામાં આવે છે. ધીમે ધીમે સમજવું બાપુ!
(શ્રોતા જાણેલો પ્રયોજનવાન છે એટલે?) જાણે, એટલે છે બસ જાણે છે. નય નથી હવે. જેમ બધાને જાણે છે તેમ નયના ભાવને પણ જાણે છે. નય–બય એને નથી હવે. નય તો પ્રમાણજ્ઞાન થઈ જાય. આહાહાહા !
મોટા વાંધા અત્યારે આ.. (માને છે કે ) વ્યવહાર, વ્યવહારથી થાયને, એવું સિદ્ધ કરવું છે ને એટલે ચોથા, પાંચમા, છઠ્ઠાને એકલો વ્યવહાર આવે, વવહારદસિદા (કહ્યું છે ને) એને ઉપદેશ વ્યવહારનો કરવો એને નિશ્ચયનો નહીં. આહાહાહા ! પ્રભુ તું શું કરે છે ભાઈ ! એમ ન હાલે, પરમાત્માના વિરહ પડયા, કેવળીઓ રહ્યા નહીં, એવા અર્થ ન થાય પ્રભુ! આહાહા ! એમનો જે આશય છે ભગવાનનો, એ પ્રમાણે એનો અર્થ થવો જોઈએ. આહાહાહા !
એવો શુદ્ધનય જ, એનો સરવાળો આંહી છે. ઓલો તો દેષ્ટાંત કીધો. સૌથી ઉપરની એક વર્ણિકા સમાન એટલે સોળ વલું. એવો શુદ્ધનય જ જાણેલો પ્રયોજનવાન છે.
સમજાય છે બાપુ! સમજાય એવું છે ધીમેથી સમજો ! આ તો વીતરાગ મારગ છે ભાઈ આહાહા ! સર્વજ્ઞ ત્રિલોકનાથ! એનાં આ કથનો છે. આહાહા ! એ સંતો જાહેર કરે છે, કે જેને સોનું મધ્યપણું જેનું ટળી ગયું અને સોળવલું જેને થઈ ગયું, એમ જેણે શુદ્ધનયનો વિષય આશ્રય કર્યો હતો અને હવે આશ્રય કરવો બંધ થઈ ગયો, એને શુદ્ધનય એકલી જાણવા લાયક છે એમ થઈ ગઈ. આહાહાહા!
અટપટી વાત છે જરી, પણ છે બહુ સીધી. હેં? આહાહા ! ચેતનજી? (શ્રોતા - ઘણું કાઢયું આપે તો આમાંથી) આમાં છે એવું. આહા! બારમી ગાથાનો વિરોધ તો પહેલેથી હાલ્યો આવે છે અમારે. ચોરાણુમાં એ નટુ આવ્યો તો કપુરનો. કપુરભાઈનો તમારો ત્યાં અરે ત્યાંથી ઉપાડયું 'તુ માળે. અરે પ્રભુ ! તમારે સમયસાર કેવું? અને તમે બારમી ગાથાનો આધાર આપો ભાઈ! એના અર્થને તમે કેવી રીતે સમજો? સ્થાનકવાસી, આ દેરાવાસી આમાંથી કાઢે. જુઓ, બારમી ગાથામાં કહ્યું કે આમ કરવું, આમ કરવું, આમ કરવું, કરવું કરવાનો અર્થ એ હોય છે તેને જાણવું ત્યાં એમ એનો અર્થ છે. આવશેને હમણાં નીચે અર્થ આવશે.
ઓલા લોકો કહે છે કે શુદ્ધનય ચોથે પાંચમે છટ્ટે હોય જ નહીં, નહીંતર આ વ્યવહારનો ઉપદેશ કોને કરવો? હવે આવશે. જેને નિશ્ચય થઈ ગયો છે અને વ્યવહારનો ઉપદેશ કયાં કરવાનો રહ્યો ? વ્યવહાર જેને હજી નિશ્ચય થયો નથી અને વ્યવહારના ઉપદેશની જરૂર છે એમ એ કહે છે. આંહી એમ નથી પ્રભુ ! વ્યવહારદસિદા શબ્દ તો પદ્યમાં શબ્દ ગોઠવવા આવ્યો છે. પણ તેનો અર્થ કહેશે પોતે અહીં કે આત્મજ્ઞાન થયું છે સ્વરૂપ શુદ્ધ ચૈતન્યના અવલંબનથી, હવે એ તો નિશ્ચય થયો, પણ એની પર્યાયમાં અશુદ્ધતા બાકી છે, અને શુદ્ધતા ઓછી છે, એને જાણવી એ નયને શું કહેવું? કે એ નયને વ્યવહારનય કહેવો.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com