________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४७४
સમયસાર સિદ્ધિ ભાગ-૧ કો'ક વકીલ. એમ કે શુદ્ધનયને જાણવાનું કહ્યું છે. ઈ શુદ્ધનય કેવળીને કયાં છે? કેવળીને તો નય (નથી) એને તો પૂરણ થઈ ગયું છે શુદ્ધનય કયાં છે? શુદ્ધનય તો નીચલી દશામાં સાતમાથી તે ઉપલી દશામાં શુદ્ધનય હોય. ને ચોથ, પાંચમે, છછું તો વ્યવહારનય હોય. (શ્રોતા: ચોથેથી શુદ્ધનય શરૂ થઈ જાય છે) શુદ્ધનય ન્યાંથી (ચોથેથી) નહીં એને એનો નિષેધ કરવો છે ને એને? આહાહા ! શુદ્ધનય ન્યાંથી (ચોથેથી) નહીં.
આહાહા ! કારણકે.. એમ તમે કહો, આંહી કહેશે જુઓ.
તેનો અનુભવ હોતો નથી તેથી, શુદ્ધદ્રવ્યને કહેનાર હોવાથી એટલે કે શુદ્ધ દ્રવ્યને અનુભવનાર હોવાથી એમ, કહેનાર હોવાથી, સમજાણું કાંઈ ? ઝીણી ભાષા છે બાપુ! આ તો... અધ્યાત્મ મારગ અંદર બહુ સૂક્ષ્મ છે. એને પકડવો, સમજવો એ બહુ પુરુષાર્થ માંગે છે.
અહીંયા શુદ્ધ દ્રવ્યને કહેનાર હોવાથી એટલે કે શુદ્ધ દ્રવ્યને જાણનાર હોવાથી-પૂરણ, જેણે અચલિત અખંડ એક સ્વભાવ એક ભાવ પ્રગટ કર્યો છે. જેણે અચલિત, અખંડ, એકસ્વભાવરૂપમધ્યમભાવ હતો ત્યાં એક સ્વભાવ હજી નહોતો. સમજાણું? આ તો એકસ્વભાવ ભાવ સર્વજ્ઞ થયા. એક સ્વભાવભાવ એક ભાવ પ્રગટ કર્યો છે. એકભાવ પ્રગટ કર્યો છે એવો શુદ્ધનય જ આંહી વાંધો છે. કેવળીને તમે શુદ્ધનય લગાડો તો નય કયાં છે ત્યાં એ એમ કહે છે. માટે આ શુદ્ધનય છે ઈ સાતમે, આઠમે, નવમે એમાં લાગુ પડે, ચોથે, પાંચમે, છઠે શુદ્ધનય લગાવો એ ન કામ આવે, તેમ શુદ્ધનય કેવળીને લગાવો એ ન કામ આવે, એમ એ કહે છે. વકીલ છે એક, મોટું લખાણ આવ્યું છે.
એ તો... બધી તકરાર ચાલે જ છે એ તો બધી આ બારમી ગાથાની તો. આહાહા !
અહીંયાં તો કહે છે કે શુદ્ધ સુવર્ણ સોળ વલા સમાન, જેણે આત્માનો શુદ્ધ પૂરણ સ્વભાવ સર્વજ્ઞ પૂરણ આનંદ જ્યાં પ્રગટ થઈ ગયો, ભાવ પ્રગટ થઈ ગયો, જે એક સ્વભાવભાવ અચલિત અખંડ પ્રગટ થઈ ગયો, એને તો શુદ્ધનય જ. છે? –શુદ્ધનયનો અર્થ એ કે હવે એને શુદ્ધનય કરવાનું રહ્યું નથી. ભાઈ ! આસવમાં આવે છે ને? કેવળજ્ઞાનીને શુદ્ધનય પૂર્ણ થઈ ગઈ એમ કીધું છે. આસવ અધિકાર. સાંભળજો, આ બારમી ગાથાનો બહુ તકરારી ભાઈ તે ટીકાના ઘણાં પ્રકાર આમાં નીકળશે.
એક તો આસવમાં જઘન્ય ભાવ કીધો. એ જઘન્યભાવ કયો? કે ઉત્કૃષ્ટ કેવળજ્ઞાનીનો ભાવ નથી, અને મધ્યમ છે તેને અહીં જઘન્ય કીધો. બીજી વાત. ભાવાર્થમાં શુદ્ધનય પૂરણ કેવળજ્ઞાનમાં થાય છે એમ લખ્યું છે. બે ઠેકાણે છે ને? છે ને આમાં? આસવ, આસવ જુઓ પાનું આંહી છે ગુજરાતી બસો ચોરાશી, એકસો વીસ કળશ છે. પાના ફેર હોય તો એકસો વીસ કળશ એમાં નીચે છે. નીચે છે તÁ.
સાક્ષાત્ શુદ્ધનય તો કેવળજ્ઞાન થયે થાય છે. છે? છેલ્લી લીટી, આમાં છેલ્લી લીટી છે. એકસો વીસ કળશના પછી, ભાવાર્થ થયા પછી સાક્ષાત્ શુદ્ધનય તો.. જોયું? શુદ્ધનય સાક્ષાત્ તો કેવળજ્ઞાન થયે થાય છે.
ઈ કઈ અપેક્ષા કીધી? એકકોર એમ કહ્યું કે ત્રિકાળી ભૂતાર્થ તે શુદ્ધનય. અને આંહી સાક્ષાત્ શુદ્ધનય કેવળજ્ઞાનમાં થાય છે એમ કહ્યું. એનો અર્થ? કે શુદ્ધનયનો હવે આમાં આશ્રય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com