________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૧
૪૦૭ છે. આહાહા !
ચૈતન્ય પ્રકાશની મૂર્તિ જે આત્મા, એમાં તો વર્તમાન પુણ્ય-પાપનો ભારેય નથી અને વર્તમાન જે દૃષ્ટિ એની કરે, એ દૃષ્ટિ પણ એમાં નથી. આહાહાહા ! શું કહ્યું છે? ભાઈ મારગ કોઈ જુદી જાત છે. અરે દુનિયાને મળ્યો નથી, એ બહારમાં ભટક્યા-ભટક એક તો ધંધા આડે નવરો નથી બાવીસ કલાક પાપમાં, બાયડી છોકરાં ધંધો રળવું કારખાનાં હલાવવા ને એમાં બાવીસ કલાક પાપ, કલાક બે કલાક મળે ત્યાં માથે કુગુરુ લૂંટી લ્ય. વ્રત કરો અમારી ભક્તિ કરો, અમને દાન આપો તમારું કલ્યાણ થશે. મારી નાખ્યા ધૂળમાં ય નથી કલ્યાણ સાંભળને. આહાહા ! સમજાણું કાંઈ....?
આંહી તો કહે છે. જેના હોવાપણામાં પૂરણજ્ઞાન ને આનંદ આદિ અને પૂરણ શાંતિ... શાંતિ... શાંતિ એ શાંતિ. શાંતિ ત્રણવાર કહ્યું પણ શાંતિ... શાંતિ... શાંતિ.. શાંતિ... શાંતિ એ અનંત-અનંતવાર શાંતિ કહો તો ત્યાં શાંતિનો છેડો નથી, એટલી અંદર શાંતિ ભરી છે.
શું કહ્યું સમજાણું કાંઈ આમાં? ભગવાન આત્મા! આ ચિદાનંદ પ્રભુ એ પુણ્ય પાપના રાગથી તો ભિન્ન છે પણ એક સમયની પર્યાયથી ભિન્ન છે એવા તત્ત્વની અંતરમાં દૃષ્ટિ દેતાં, દૈષ્ટિ છે તે પર્યાય છે. એને અવલોકન કરનારી દશા પર્યાય છે, પર્યાય એટલે અવસ્થા. વર્તમાન હાલત, છતાં તે અવલોકન દશા તે તેનામાં નથી, તેને અવલોકે છે. આહાહાહા! શું કહ્યું છે ? આહાહા ! ઝીણી વાતું બાપુ ધરમની! આંહી તો સાધારણ માણસ આમ ભક્તિ કરી ને પૂજા કરી ને વ્રત પાળ્યા ને થઈ ગયો ધરમ ધૂળેય નથી ધરમ સાંભળને મરી ગ્યા અનંતવાર.
(શ્રોતા જે કંઈ કરતો નથી એનાથી તો ઠકને?) એના કરતાં તો એ રખડવાનું કરે છે ઈ. આહાહા ! ગામમાં ઈસ્પીતાલ બનાવી દેવી, મંદિર બનાવી દેવાં, પૈસા ઉઘરાવવા ઈ બધાં પાપનાં ભાવ છે. (શ્રોતા પુણેય નહીં?) પુણેય નહીં ઉઘરાવવા એમ કીધું ને એટલે એને કરી દઉં કરી દઉં, કરી દઉં, કર્તા થાય છે તે મરી જાય છે અંદર આત્માથી. જ્ઞાતા ચૈતન્યમૂર્તિ પ્રભુ જગતની આંખ્યું છે એ તો જાણનાર એને કર્તા ઠરાવવો પરનો, એ ચૈતન્યના ખૂન કરે છે. એ પોતાના ચૈતન્યની હિંસા કરે છે. આહાહાહા !
એ તો ઠીક પણ અંદર રાગ કરે ને? દયા, દાન, વ્રતનો રાગ થાય છે એને કરે તો ય પણ આત્માનું મરણ થાય છે ત્યાં. આહાહાહા ! કેમ કે રાગ છે તે સ્વરૂપથી વિપરીત છે. અને તે રાગ મારો છે અને હું કરું, એ સ્વરૂપની હિંસા છે. આકરી વાતું છે બાપુ! દુનિયા આખી એમને એમ રખડી. ચોરાશીના અવતારમાં મનુષ્યપણું પામ્યો, પાંચ ઈન્દ્રિયો મળી, આહાહા ! એમાં જૈનકુળમાં અવતાર મળ્યા, જૈનવાણી મળી... અનંતવાર, પણ એ ચીજ શું છે તેને સમજવાની દરકાર કરી નહીં. ઢોરની જેમ અવતાર ગાળ્યાં સમજાણું કાંઈ? આહાહા !
આંહી કહે છે “શુદ્ધનયનો આશ્રય કરે છે એટલે કે ત્રિકાળી આનંદનો નાથ પ્રભુ! અસ્તિ અતિ હૈયાતિવાળું તત્ત્વ ધ્રુવ અવિનાશી પ્રભુ છે અંદર. અવિનાશી એવું જે ત્રિકાળી ધ્રુવ એનો જે આશ્રય-અવલંબન કરે છે, “તેઓ જ સમ્યક્ અવલોકન કરતા હોવાથી”, “તે જ સમ્યક અવલોકન કરતા હોવાથી સમ્યગ્દષ્ટિ છે,” આહાહાહા ! પૂરણ ચૈતન્ય સ્વભાવ, જેનો સ્વભાવ છે તે પૂર્ણ જ હોય. પૂરણ અતીન્દ્રિય આનંદનો સ્વભાવ, સ્વભાવ છે તે પૂર્ણ જ હોય.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com