________________
Version 001: remember to check h††p://www.AtmaDharma.com for updates
ગાથા
૧૧
૩૯૯
તેને ) ઢંકાઈ ગયો છે. આહાહા ! વીતરાગ મા૨ગ કોઈ અલૌકિક છે બાપુ. આહાહાહા !
એ. જેમાં એક જ્ઞાયકભાવ. આહાહા ! ઓલામાં અનેક શબ્દ હતો, છે ને ? જેમાં ભાવોનું વિશ્વરૂપપણું અનેકપણું પ્રગટ છે, એને અનુભવે છે. હવે આ, આત્મા ને કર્મના જુદાપણાથી, વિવેક એટલે જુદાપણું પોતાના પુરુષાર્થ દ્વારા પ્રગટ કરવામાં આવેલો આવિર્ભાવ એટલે ઓલામાં એમ હતું સમજાણું ? વિશ્વરૂપ પ્રગટ છે એમ હતું એમાં જોયું ? જેમાં ભાવોનું વિશ્વરૂપ પ્રગટ છે એમ હતું. માથેથી ત્રીજી લીટી એમાં. આહાહા ! ચોથી પાંચમી લીટી – જેમાં ભાવોનું અનેકરૂપપણું પ્રગટ છે એમ હતું. હવે આંહી પ્રગટ આ (જ્ઞાયકભાવ ) કર્યું. આહાહા ! છે તો છે પણ રાગથી ભિન્ન પડી અને જેવો જ્ઞાયકભાવ છે, તેવો દૃષ્ટિમાં પ્રગટ કર્યો. આહાહાહાહા ! છે ? ઓલું છે ?
–
,
“ જેમાં ભાવોનું વિશ્વરૂપ પ્રગટ છે, ” એવો અનુભવે છે. છે ? છેલ્લે ૫૨મ દિ ’ સવા૨માં આવ્યું ’તું ઈ છેલ્લું. આહાહા ! ઈ અનેકપણું અનુભવે છે તેથી તેને જ્ઞાયકભાવ ઢંકાઈ ગયો છે. આહાહા ! અને આ એક જ્ઞાયકભાવ પ્રકાશમાન છે. જોયું ? આહા ! ઓલાને અનેક ભાવ પ્રગટ છે તેને અનુભવે છે, તેથી શાયકભાવ વસ્તુ છે ઈ આચ્છાદન થઈ ગઈ; ઢંકાઈ ગઈ, છતી છે તેને ઢંકાંઈ ગઈ કહેવાય ને ? આહા ! અગ્નિ ઉપર રાખ નાખે ને તે અગ્નિ દબાઈ ગઈ- ( ઢંકાંઈ ગઈ ) પણ અગ્નિ તો અગ્નિ જ છે. આહાહા ! એમ ચૈતન્ય ચમત્કાર વસ્તુ જે તત્ત્વ છે, એ રાગની એકતાબુદ્ધિમાં દબાઈ ગઈ એમ કહો, તો પણ તે તો શાયક ચૈતન્ય પ્રકાશના નૂરનું તેજ તો જે છે તે છે. અજ્ઞાનીને નજરમાં ન આવ્યું માટે ઢંકાઈ ગયું એમ કહેવામાં આવે છે.
=
આરે ! આવો ઉપદેશ હવે. જેની એક-એક વાતને પકડવામાં ઘણી સાવધાની જોઈએ. આહાહા ! લગન વખતે નથી કહેતા ? સમય વર્તે સાવધાન ! ટાઈમ આવી ગયો છે, હોય છે ને એનું મુહૂર્ત લગનનું કે આઠને પચીસ (મિનિટે ) મેળાપ (હસ્તમેળાપ ) ક૨વો ને ઢીકણું ને એવું છે કંઈક આપણે તો કોઈનું બહુ જોયું નથી, એક ખુશાલભાઈનું જોયું 'તું. એમ બોલે ઓલો મંત્ર ભણનારો બોલે, સમય વર્તે સાવધાન-ટાઈમ થઈ ગયો છે. કન્યાને લાવો એમ. એમ હશે ને તમારે હિન્દુસ્તાનમાં આમ થાતું હશે કે નૈ ? ( શ્રોતા ! એમ જ થાય ) થાય, થાય બીજી ભાષામાં ન થાય એવું ન હોય ( શ્રોતાઃ સમય બર્તે સાવધાન ) એને ખબરેય ક્યાં છે એ બોલે જ તે, એ ટાઈમ હોય ને કે આઠ ને પચ્ચીસ એ વખતે બોલે કે લાવો સમય વર્તે સાવધાન.
આંહી સમય વર્તે સાવધાન. આહાહા ! આત્મા આનંદનો નાથ પ્રભુ રાગથી જ્યાં ભિન્ન પડયો. સાવધાન થઈને અંદરમાં ગયો, શાયક આવિર્ભાવ થઈ ગયો, જે ઢંકાણો હતો એ આવિર્ભાવ ( થઈ ગયો ). આહાહા !
અરે ! આ ક્રિયાકાંડમાં મશગૂલને આવી વાત સમજવી કઠણ પડે. નહીં ? ગુલાબજી ! આહા ! પ્રભુ મૂળ મારગ આવો ભાઈ-અને તે પણ પ્રભુ તારા હિતનો છે ને નાથ. આહા ! તું સુખના પંથે કેમ પડ એ વાત છે. દુઃખને પંથે તો દોરાઈ ગયો પ્રભુ તું. વિશ્વના અનેકરૂપ ભાવ એટલે વિકાર-વિશ્વરૂપ અનેકરૂપ ઈ તો દુઃખનો પંથ છે ત્યાં તો દોરાઈ જ ગયો છો અનાદિથી. તેથી પ્રભુ તારું શાયકસ્વરૂપપણું ઢંકાઈ ગયું છે તને, પર્યાયની દૃષ્ટિની અપેક્ષાએ. આહાહા ! જે પ્રગટ-બાહ્ય વિકલ્પો છે તેને એ અનુભવે છે પણ અંદ૨માં જે મહાપ્રભુ શાયકભાવ છે ઈ તો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com