________________
Version 001: remember to check h±tp://www.AtmaDharma.com for updates
३८८
સમયસાર સિદ્ધિ ભાગ-૧ હદ, તે સંખ્યામાં આવતી નથી. આહાહા ! એવો ૫૨માત્મ સ્વભાવ એવો દ્રવ્ય સ્વભાવ. આહાહા ! એ તો સર્વજ્ઞ સિવાય ક્યાંય છે નહીં. સમજાણું કાંઈ ? આહા !
શ્વેતાંબ૨માંય પાછું એમ કહે છે એક સમયે કેવળજ્ઞાન અને બીજા સમયે કેવળદર્શન, પણ ઈ વાત કેટલી વાત ફેર ! આંહી તો પરિપૂર્ણ ચીજ છે તેનું પરિપૂર્ણ જ્ઞાન ને દર્શન એક સમયમાં જ બેય હોય છે. સમજાણું કાંઈ ? ઈ તો પૂર્ણ પર્યાયની વાત કરી. પણ ઈ પૂરણ પર્યાય જેમાંથી નીકળે છે ઈ પૂરણ વસ્તુ છે. આહાહાહા ! એ પૂરણ વસ્તુ જ્ઞાનથી ને પૂરણ વસ્તુ દર્શનથી એમ અનંતગુણથી પૂરી પૂરણ વસ્તુ છે, તેને અહીં સત્ય કહી અને વિદ્યમાન કહી, હૈયાતિવાળી તે જ ચીજ છે એમ કહી અને તેને સત્ય અને ભૂતાર્થ કહેવામાં આવે છે. આહાહા !
6
'
છે? પહેલામાં એમ હતું કે અવિધમાન, અસત્ય ને અભૂત અર્થને પ્રગટ કરે છે, બીજામાં વિધમાન, સત્ય ને ભૂત અર્થને પ્રગટ કરે છે–બે સિદ્ધાંત આવી ગયા, ગાથાના ન્યાય. આ વાત દૃષ્ટાંતથી બતાવીએ છીએ ’–હવે કહે છે કે એકદમ ન સમજાય તને, તો અમે દૃષ્ટાંત દઈને સમજાવીએ છીએ. ‘ જેમ પ્રબળ કાદવના મળવાથી ' – વિશેષણ આંહી છે એકલો કાદવ મળવાથી નહીં. ( પરંતુ ) ‘ પ્રબળ ’ કાદવના મળવાથી. પાણીમાં કાદવ છે ને પંક ! પ્રબળ કાદવ મળવાથી જેનો સહજ એક નિર્મળભાવ/પાણીનો-જળ (નો ) સહજ-સ્વાભાવિક એક નિર્મળભાવ છે. એમાં મલિનભાવ એ એનો સ્વભાવ છે જ નહીં. આહાહા ! એ પાણીનો સહજ એક નિર્મળભાવ તિરોભૂત થઈ ગયો છે. આહાહા ! એટલે કે મલિનતાની પર્યાયને જોતાં એ દેખાતું નથી એટલે એને ઢંકાઈ ગયો છે. નિર્મળ જળ તો છે. પણ મલિનતાને દેખનારને તે નિર્મળ જળ ઢંકાઈ ગયું છે. એટલે નિર્મળ જળ દૂર થઈ ગયું છે. આહાહાહા ! છે ? તિરોભૂત ( અર્થાત્ ) દૂર થઈ ગયું છે, એટલે કે જે મલિનને દેખે છે કાદવને એને નિર્મળ જળ છે તો ખરું પણ એ એને જોતો નથી. આહાહા ! એથી એને નિર્મળ જળનું સ્વરૂપ તિરોભાવ ઢંકાઈ ગયું, દૂર થઈ ગયું એની દૃષ્ટિમાં એ આવ્યું નહીં. મલિન જ દેખાણું પણ નિર્મળજળ છે છતાં દેખાતું નથી. આહાહાહાહા!
‘એ એવા જળનો અનુભવ કરનારા ’ નિર્મળ જળ જ્યાં ઢંકાઈ ગયું છે. આહાહાહા ! મલિનને જોના૨ને કાદવથી મળેલા જળને મળેલા, કાદવથી મળેલા જોના૨ને નિર્મળજળ છે એ દૃષ્ટિમાં આવતું નથી એટલે ઢંકાઈ ગયું છે એને તો આચ્છાદન થઈ ગયું છે. આહાહા !
હજી તો આ દૃષ્ટાંત છે હોં ! પછી એનો સિદ્ધાંત ઊત૨શે બાપુ. મારગ એવા ઝીણાં છે ભાઈ ! આહાહા ! એણે જ્ઞાનને કેળવવું પડે, જ્ઞાનને અંદર કસરત કરવી પડે, હૈં ? આહાહા ! કે જે જળ દૃષ્ટાંતમાં હજી પહેલું, જળ છે તો નિર્મળ પણ કાદવના મળવાથી તે વર્તમાન પર્યાયમાં મલિન દેખાય છે એને ઓલું જળ નિર્મળ છે તે ઢંકાઈ ગયું છે. એની નજરમાં આવ્યું નહિ એટલે એણે ‘નથી ’ એને ઢંકાઈ ગયું છે. આહાહા !
કુકડા ( ગામ ) છે ને ત્યાં મૂળી પાસે, કુકડા ગામ છે. ત્યાં અમે ગયા હતા બરોબર તે જેઠ મહિનાનો વખત હતો રાજકોટ જવું ' તું. રતનચંદજી ત્યાં આવ્યા હતા ત્યાં, શતાવધાની ત્યાં પાણી મેલું જ તે ત્યાં કૂવો ન મળે. હમણાં એક દરબાર ગયા 'તાને ઇસ્પીતાલ, ચંદુભાઈના બાપ સાટુ, ત્યાં એ કુકડાના ગરાસિયા હતા એ આવ્યા' તા પગે લાગવા બિચારા- અમે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com