________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ સજાતીય વિજાતીય દ્રવ્યોથી વિલક્ષણ, શું કીધું? એવું આત્મતત્ત્વ છે અસાધારણ કે પોતાની સજાતીયવાળા અનંત આત્માઓ છે, છે? એનાથી પણ વિલક્ષણ છે આ. જે આ આત્માના ગુણો છે તે બીજામાં નથી–એ બીજાના ગુણો આત્માના છે એ આમાં નથી. માટે બીજાના ગુણોના આત્માથી પણ આ આત્માના ગુણો વિલક્ષણ છે. આહાહાહાહાહા ! માણસ મધ્યસ્થથી, શાંતિથી વાંચે વિચારે તો એને વસ્તુ હાથ આવે, પણ પોતાની માનેલી વાતથી.. વસ્તુ (હાથ ન આવે.) આ તો સર્વજ્ઞ ત્રણલોકના નાથ ! પ્રભુના વિરહ પડ્યા પણ એમની વાણી રહી ગઈ એમાં આ વસ્તુ સ્થિતિ ! એમાંથી એનાં અર્થો સમજવા, એ ઘણી જ મધ્યસ્થતા જોઈએ. હું! કોઈ પક્ષમાં રહીને એની વાણીનો અર્થ કરે, એમ ન હાલે. આહાહા !
અસાધારણ સજાતીય એટલે આત્મા, એનાથી વિલક્ષણ છે. (અર્થાત્ ) એ સર્વજ્ઞ આદિ આત્માઓ છે બીજાઓ, એક આત્મા અને બીજા સર્વજ્ઞ એનાથી પણ આનું વિલક્ષણ છે કારણ કે એ જ્ઞાન છે એ અહીંયા નથી ને આ જ્ઞાન છે તે ત્યાં નથી. વિલક્ષણ કીધું. સજાતીય આત્મા(ઓ)થી પણ એક આત્માનું લક્ષણ વિલક્ષણ છે. આહાહાહા !
વિજાતીય' આત્મા સિવાયના પાંચ દ્રવ્ય- ધર્માસ્તિ, અધર્માસ્તિ, આકાશ ને કાળ ને (પુગલ). એવા દ્રવ્યોથી વિલક્ષણ, નિજ સ્વરૂપને તે મૂર્તિ એટલે વાણી અવલોકન કરે દેખે છે.
જ્ઞાન ને આનંદની આ દશા દેખે છે અને વાણી તેને કહે છે એમ લેવું, ત્યાં પશ્યન્તીનો અર્થ: ત્યાં સર્વજ્ઞ અનુસારિણી વાણી જ કરી છે કળશટીકામાં. અહીં પોતે પણ પોતાના જ્ઞાન આનંદ આદિ બધાને જાણે છે અને વાણી પણ પૂરણ સ્વરૂપને કહે છે, દેખાડે છે. વાણી પણ પૂરણ સ્વરૂપને દેખાડે છે. એવો એનો અર્થ છે. વિશેષ કહેવાશે.....
પ્રમાણ વચન ગુરુદેવ. - - - - - - - - - - - - - - - - - - પ્રવચન નં. ૩ બ્લોક-૨ તા. ૯-૬-૭૮ શુક્રવાર જેઠ સુદ ૪ સં. ૨૫૦૪
સમયસાર, બીજો કળશ એનો અર્થ છે. ભાવાર્થ – બીજા કળશનો ભાવાર્થ છે ને? પહેલી દેવની સ્તુતિ કરી દેવમાં ઇષ્ટદેવ પોતે આત્મા એની પણ કરી અને ઇષ્ટદેવ પરમાત્મા એની પણ એમાં આવી ગઈ. હવે બીજી શાસ્ત્રની; દેવ, શાસ્ત્ર, ગુરુ તીન, શાસ્ત્રની વિનય ભક્તિ કરે છે. પ્રકાશરૂપ રહો, એમ કહેશે.
“અહીં સરસ્વતીની મૂર્તિને આશીર્વચન.” આશીર્વાદ (૩૫) વચન એટલે આશીર્વાદ - આશીર્વાદ નમસ્કાર કર્યો છે. આશીર્વાદરૂપ નમસ્કાર કર્યો છે. “લૌકિકમાં જે સરસ્વતીની મૂર્તિ પ્રસિદ્ધ છે તે યથાર્થ નથી, તેથી અહીં તેનું યથાર્થ સ્વરૂપ વર્ણન કર્યું છે.”
“ જે સમ્યજ્ઞાન છે, તે જ સરસ્વતીની સત્યાર્થ મૂર્તિ છે” સાચી મૂર્તિ તો સમ્યજ્ઞાન છે, “તેમાં પણ સમ્યજ્ઞાનમાં પણ સંપૂર્ણજ્ઞાન તો કેવળજ્ઞાન છે, કે જેમાં સર્વ પદાર્થો પ્રત્યક્ષ ભાસે છે. “તે અનંતધર્મો સહિત આત્મતત્વને પ્રત્યક્ષ દેખે છે.” કેવળજ્ઞાનની મૂર્તિ, કેવળજ્ઞાન સ્વરૂપ અનંત ધર્મો સહિત આત્મતત્ત્વ, પોતાના તત્ત્વને દેખે છે. પ્રત્યક્ષ દેખે છે કેવળજ્ઞાનમાં તેથી તે સરસ્વતીની મૂર્તિ છે,” તેથી તેને સરસ્વતીની મૂર્તિ કહેવામાં આવે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com