________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૬
૨૨૭ મૂળ દ્રવ્ય ' જે મૂળચીજ છે સત્, અનાદિ અનંત, વસ્તુ તરીકે, દ્રવ્ય તરીકે, પદાર્થ તરીકે, તત્ત્વ તરીકે, જે છે એ અનેરા તત્ત્વપણે એ થતું નથી. અનેરા તત્ત્વ નામ રાગપણે એ અન્ય દ્રવ્ય છે, એ અનેરું તત્ત્વ છે. દયા, દાન, વ્રતનો વિકલ્પ છે, એ રાગ છે એ અનેરું તત્ત્વ છે, એ જીવ તત્ત્વ નથી. આહાહા! ત્યાં મૂળદ્રવ્ય તો અન્ય દ્રવ્યરૂપ એટલે અન્ય તત્ત્વરૂપ થતું જ નથી. આહાહા !
માત્ર પરદ્રવ્યના નિમિત્તથી, નિમિત્તથી એટલે? નિમિત્તથી થતું નથી. પણ નિમિત્ત છે તેના લક્ષે થયેલી છે માટે નિમિત્તથી એમ કીધું છે, પરદ્રવ્યના નિમિત્તથી અવસ્થા મલિન થઈ જાય છે. અવસ્થામાં મલિનતા છે પર્યાયમાં મલિનતા છે વસ્તુ છે તો નિર્મળાનંદ પ્રભુ છે. આહાહાહાહા ! વીતરાગમૂર્તિ પ્રભુ ચૈતન્ય તો અનાદિ અનંત એ વસ્તુ જ છે. એની પર્યાયમાં, પરદ્રવ્યના નિમિત્તથી અવસ્થા, એની હાલત વર્તમાન દશા મલિન થઈ જાય છે. વસ્તુ નહીં. આહાહા ! એની વર્તમાનદશા મલિન થઈ જાય છે.
દ્રવ્યદૃષ્ટિથી તો દ્રવ્ય “જે છે તે જ છે” દ્રવ્યદૃષ્ટિથી હોં! દ્રવ્યને જે દૃષ્ટિ દેખે, તે દૃષ્ટિથી જોઈએ તો, દ્રવ્ય “જે છે તે જ છે,” એ તો “જે છે તે જ છે. આહાહાહા ! ભાવ ઝીણાં છે પણ ભાષા સાદી છે, કંઈ બહુ એવી નથી. આહાહા !
એને અનંત, અનંત કાળ થયા તત્ત્વ શું છે મૂળ-કાયમી અસલી ચીજ શું છે? આહાહા!
તે દૃષ્ટિથી તો દ્રવ્ય “જે છે તે જ છે, “જે છે તે જ છે એમાં મલિનતા ય નથી, સંસારે ય નથી “જે છે તે જ છે અનાદિથી. આહાહા! દ્રવ્યદૃષ્ટિથી તો દ્રવ્ય એટલે વસ્તુ, દ્રવ્ય એટલે આ પૈસો નહીં હોં? આહાહા! ભગવાન આત્મા વસ્તુ છે ને? છે ને? એ ભૂતકાળમાં નહોતું એમ છે? એ તો પહેલેથી જ છે એ તો અનાદિ છે, અને વર્તમાન છે અને અનાદિ છે અને ભવિષ્યમાં છે, છે તે એ તો ત્રિકાળ છે. આહા ! આવો જે દ્રવ્યદૃષ્ટિથી તો દ્રવ્ય, “ જે છે જે છે, તે જ છે.'
પર્યાયદેષ્ટિથી જોવામાં આવે જોવામાં આવે જોયું? પર્યાયષ્ટિથી આમ જોવામાં આવે તો મલિન જ દેખાય છે' છે મલિન એ દેખાય છે. પર્યાયથી જોવો તો મલિન છે તેમ દેખાય છે. આહાહા! આંહી પરની દયા પાળવી કે પરની હિંસા, એ વાત તો આંહીં છે જ નહીં આમાં, કારણ કે એ વાત નથી જે કરી શકતો એની વાત શું કરવી? એનામાં ઈ કરી શકે છે પર્યાયદેષ્ટિ અને દ્રવ્યદૃષ્ટિ, એ વાત કરે છે. સમજાણું કાંઈ?
મલિનપર્યાય કરી શકે છે અજ્ઞાનભાવે પર્યાયર્દષ્ટિએ પણ એથી પરનું કાંઈ કરી શકે છે, એ તો વાતની આંહી વાત લીધી જ નથી, કારણ કે પર તો પરપણે છે એને કરે શું?
તારામાં હવે બે વાત છે. જો પર્યાયષ્ટિથી જોઈએ તો તે મલિન છે એ પણ બરાબર છે, દ્રવ્યદૃષ્ટિથી જોઈએ તો તે શુદ્ધ જે છે તે છે એ પણ બરાબર છે. પણ હવે બરાબર જે ત્રિકાળી ચીજ છે તે દૃષ્ટિમાં લેવા. એ મલિનતા પર્યાયમાં જે છે તે છે છતાં તેને ગૌણ કરીને તે નથી એમ કહીને અને ત્રિકાળી જે છે એને મુખ્ય કરીને નિશ્ચય કહીને, સત્ય કહીને એનો આશ્રય લેવરાવ્યો છે. આહાહાહા ! કહો આવો ઉપદેશ હવે. આહાહા ! પર્યાયષ્ટિથી જોવામાં આવે તો મલિન દેખાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com