________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૬
૨૧૫
પ્રવચન ન. ૨૨ ગાથા - ૬ તા. ૧-૭-૭૮ શનિવાર જેઠ વદ-૧૧ સં.૨૫૦૪
બળવાયોગ્ય પદાર્થના આકારે થવાથી અગ્નિને દહન નામ બાળનાર કહેવામાં આવે છે. અગ્નિ, બળવાલાયક પદાર્થને આકારે થવાથી, તે અગ્નિને “બાળનાર એમ કહેવામાં આવે છે, જાણે કે પરને બાળતો હોય એમ કહેવામાં આવે, (શું કહ્યું?) કહેવામાં આવે છે, તોપણ દાહ્ય કૃત અશુદ્ધતા તેને નથી એ અગ્નિ જે બળવાલાયકરૂપે થઈ, પણ એ કંઈ બળવાલાયક પદાર્થને કારણે, અગ્નિ એ આકારે થઈ એમ નથી. આહાહા ! આવું છે.
એ અગ્નિ પોતે જ પોતાના સ્વભાવથી, પોતાને પ્રકાશતી અને પરને પ્રકાશતી રૂપે પોતે જ પરિણમે છે, અગ્નિરૂપે, અગ્નિરૂપે. એ બાળે છે એને આકારે થઈ અગ્નિ માટે એટલી પરાધીનતા થઈ, એમ નથી. અગ્નિ, પોતે જ પોતે પોતાના આકારે પરિણમેલી છે.
શેયાકાર થયો, એ જ્ઞાનાકાર પોતાનો છે. આવું છે, છે ને? “તો પણ દાહ્યકૃત અશુદ્ધતા તેને નથી' તેવી રીતે, શેયાકાર થવાથી, જ્ઞાયક, જાણક સ્વભાવ પોતાને જાણ્યો. અને બીજી ચીજના આકારે જ્ઞાન પરિણમ્યું-શેયાકાર થવાથી તે ભાવને, તે જાણકભાવને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે, “જાણનાર છે એવું એ પ્રસિદ્ધ છે. “તો પણ યકૃત અશુદ્ધતા તેને નથી.” “જાણનાર જણાવાયોગ્યને આકારે થયું જ્ઞાન, છતાં તેને જણાવાયોગ્યને કારણે, એ જ્ઞાનની પર્યાય થઈ, એમ નથી. આહાહા ! એ તો જ્ઞાનાકારરૂપે પરિણમન જ પોતાનું એ જાતનું છે. સ્વને જાણવું છે અને પરને જાણવાનો પર્યાય થયો. એ પોતાથી થયો છે, પરવસ્તુ છે રાગાદિ તેથી અહીંયાં રાગનું જ્ઞાન તેપણે થયું એમ નથી. આહાહા!!
ત્યાં સુધી તો આવ્યું તું!
કારણ કે શેયાકાર અવસ્થામાં જે જ્ઞાન છે એ જે શેય જણાવાલાયક પદાર્થને આકારે અવસ્થામાં એ શેયાકાર અવસ્થામાં, જ્ઞાયકપણે જે જણાયો, એ તો જ્ઞાયકપણે જણાયો છે, પરપણે જણાયો છે, એમ છે નહીં. આહાહા ! જાણવાના પ્રકાશ કાળે, શેયને રાગને જાણતાં છતાં એ રાગને આકારે જ્ઞાન થયું એમ નથી, એને કારણે નથી. એ તો પોતાનો સ્વપરપ્રકાશક સ્વભાવ છે, અને પ્રકાશ્યો છે અને રાગને પ્રકાશે છે, એ સ્વની પ્રકાશશક્તિને કારણે પ્રકાશે છે એ રાગને કારણે પરને પ્રકાશે છે? એવું શેયાકાર, શેયને કારણે અશુદ્ધતા પરાધીનતા થઈ એમ નથી. આહાહા ! આવું છે. ન્યાયનું તત્ત્વ ઝીણું બહુ. આહાહા ! છે?
શેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો ” જોયું? એ રાગનું જ્ઞાન થયું એમ કહેવું એ વ્યવહાર છે. એ રાગસંબંધીનું જ્ઞાન, જ્ઞાનનું જ્ઞાન પોતાનું થયું છે. આહાહા!
(શ્રોતા: પોતાનું જ્ઞાન કહેવું એ ભેદ થયો ને?) ભેદ છે, એટલો કર્તા-કર્મ સિદ્ધ કરવું છે ને? કેમ કે આંહી તો કર્તા પર્યાયને સિદ્ધ કરવી છે. સ્વને જાણનારું જ્ઞાન અને પરને જાણનારું જ્ઞાન, એવું સ્વ-પરપ્રકાશક જ્ઞાન, તે આ જ્ઞાયકનું કાર્ય છે, કર્મ છે, આત્મા તેનો કર્તા છે. રાગ છે. એનું આંહી જ્ઞાન થયું માટે રાગ કર્તા છે ને જ્ઞાનાકાર-રાગને આકારે જ્ઞાન થયું તે રાગનું કાર્ય છે, એમ નથી. ઝીણી વાત છે બાપુ બહુ. આહાહા ! શુકનલાલજી! આ શુકનની વાતું ચાલે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com