________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્લોક-૧
“આ વિશેષણપદથી સર્વથા અભાવવાદી નાસ્તિકોનો મત ખંડિત થયો.” અભાવનો (અર્થ) નાશ. એમ કહે છે ને વસ્તુ અભાવ છે. વસ્તુ છે નહીં એમ કહેનારને “ભાવાય' કહીને એનો નાસ્તિકનો નાશ કર્યો. વસ્તુ ભાવ સ્વરૂપ છે. અનંત અનંત સ્વરૂપે વસ્તુ છે. વસ્તુ છે, પદાર્થ છે, દ્રવ્ય છે, તત્ત્વ છે, અસ્તિ, મોજૂદગી ચીજ છે, એમ કહે છે. આહાહા ! હૈયાતિ ધરનારી વસ્તુ છે. અભાવરૂપ નથી. હૈયાતિ, મોજૂદગી ધરાવનારી સત્તા, ભાવ વસ્તુ છે, એવી સત્તારૂપ ભાવ એક વસ્તુ છે. આહાહા! આવું છે હવે આ તો ૧૯ મી વાર વંચાય છે. ઝીણું પડે! પણ અંદર ધ્યાન દેવું પડે ને થોડું. આહાહા ! એ તો વસ્તુ કીધી. દ્રવ્ય કીધું. શુદ્ધ સત્તારૂપ પદાર્થ છે એનું વાચ્ય એની દૃષ્ટિમાં આમ આવવું જોઈએ, એ માટે અહીં કહેવાય છે એમ કહે છે.
આ શબ્દો તો વાચક છે, પણ વાચક-વાચ્ય નિયોગ એમ કહ્યું'તું ને. વાચક શબ્દો અને વાચ્ચેનો સંબંધ છે. એટલે શુદ્ધ સત્તાસ્વરૂપ વસ્તુ છે એવા જે વાચક શબ્દો એનું વાચ્ય શુદ્ધ સત્તાસ્વરૂપ વસ્તુ છે એ વાતની દૃષ્ટિ એમાં થવી જોઈએ. આહાહા !
“આથી સર્વથા અભાવવાદીઓનાં કથંચિત્ અભાવ છે, (અહીંયા) સર્વથા કેમ કહ્યું? કથંચિત્ અભાવ છે, અભાવ છે, સર્વથા અભાવ નથી. પાછું સર્વથા, કથંચિત્ અભાવ ન હોય તો તો સ્વથી છે ને પરથી નથી, એ ન આવે. સર્વથા અભાવ નથી એમ કીધું છે. કથંચિત્ અભાવ છે. પરની અપેક્ષાએ અભાવ છે અને સ્વની અપેક્ષાએ ભાવ છે. પરની અપેક્ષાએ અભાવ છે પણ સર્વથા અભાવ છે, એનો નિષેધ કર્યો છે. કથંચિત્ અભાવને તો સિદ્ધ કર્યું છે. આહાહા ! સમજાણું કાંઈ?
સર્વથા અભાવવાદી નાસ્તિકોનો મત ખંડિત કર્યો. સ્વભાવ તો વસ્તુ સ્વપણે- સત્તાપણે વસ્તુ તો છે, એટલે જ તથા એથી અનંતી બીજી ચીજોપણે એનો અભાવ છે–અભાવ છે. અભાવ પણ એનો સ્વભાવ છે. જેવો ભાવ સ્વભાવ છે, એવો અભાવ પણ એનો એક સ્વભાવ છે. પણ સર્વથા અભાવ, એનો નિષેધ કરવા “ભાવાય ” કહીને કથંચિત્ પરથી અભાવ છે પણ સર્વથા પરથી અભાવ છે, પરથી નથી જ એટલે પોતે જ નથી એમ નથી. આહાહા ! સમજાણું કાંઈ? સર્વથા અભાવ કથંચિત્ અભાવવાદીની તો હા પાડી, કારણ સ્વ-પણે વસ્તુ છે, પર રાગાદિપણે નથી જેમ સ્વપણે પણ છે અને પરપણે પણ હોય તો વસ્તુ સિદ્ધ નહીં થાય. આહાહા!તેમ પરપણે નથી એમ સર્વથા અભાવ કહો, તો સત્તા વસ્તુનો નાશ થાય છે. આહાહા ! આવી વસ્તુ છે હવે આમાં નવરાશ કયાં, આવી વસ્તુ છે બાપુ! એના નિર્ણય માટે એણે વખત લેવો પડશે. આહા!
શુદ્ધ સત્તા વસ્તુ છે હજી ગુણની વ્યાખ્યા નથી આવી, હજી તો દ્રવ્યની વ્યાખ્યા છે. શુદ્ધ સત્તા દ્રવ્ય છે, સર્વથા અભાવ દ્રવ્યનો કહે છે એમ નહીં. (એમ નથી.) કથંચિત્ અભાવ પરનો એમાં અભાવ છે એ અપેક્ષાએ અભાવ છે પણ સ્વનો પણ અભાવ છે એમ નથી. સ્વપણે છે પરપણે નથી. સર્વથા પરપણે નથી માટે પોતે જ નથી, એમ નથી. આહાહા ! આવી વાતું હવે ક્યાં એને પકડાય (સમજાય ) છે. આહાહા ! મારગ એવો છે.
હવે કહે છે એ તો વસ્તુ છે. વસ્તુ તો પરમાણુ એ પણ છે, છ દ્રવ્યો છે, પણ આ કેવી ચીજ છે? વસ્તુ છે આત્મા શુદ્ધ સત્તાભાવરૂપ દ્રવ્ય છે. તો દ્રવ્ય તો પરમાણુ આદિ બીજા પણ છે. પણ આનો સ્વભાવ શું છે હવે? ભાવાય તત્ત્વ દ્રવ્ય છે તેનો સ્વભાવ-ગુણ શું છે?
કે “ ચિસ્વભાવાય” જેનો સ્વભાવ ચેતના ગુણરૂપ છે. આહાહા ! શું વાણી! વસ્તુ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com