________________
Version 001: remember to check h±tp://www.AtmaDharma.com for updates
૧૮૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ મારગ, એ બધાંનો નિરાક૨ણ અતિ અખંડ યુક્તિથી કરીને, અમને અમારા નિજ વૈભવમાં એ– એના નિરાકરણ કરવું એ અમારું નિમિત્ત છે. ખોટાં છે એ બધાં. આહાહા ! ભારે સમાડયું છે. કઠણ પડે અત્યારે તો જગતને.
અહીં તો અમૃતચંદ્રાચાર્યદેવ એક હજાર વર્ષ પહેલા થયા, બે હજાર વર્ષ પહેલા( ની ) ગાથા છે અને એવો આશય તો અનંતકાળથી ચાલ્યો જ આવે છે. એમાં અમૃતચંદ્રાચાર્ય આમ કહે છે. આહા ! અને એ પોતે કહેશે ને ( કુંદકુંદાચાર્યદેવ વતી કહેશે ) એમની વાત જ છે. એની ભાષામાં જે ભાવ છે, અને એ ભાવનું જ સ્પષ્ટીકરણ છે, એ ભાવનું જ ઉદ્ઘાટન છે. આહાહા ! અતિનિસ્તુષ નિર્બાધ યુક્તિ, એના અવલંબનથી, એ લોકો અજ્ઞાની એકાંત કહેના૨ા છે એમ અતિ અખંડ યુક્તિથી, ન્યાયથી, નિર્બાધ રીતે નિરાકરણ કરી અને અમારો એમાં જન્મ છે. અમારા નિજવૈભવનો એમાં જન્મ છે. એને ખોટા સિદ્ધ કરીને અતિનિસ્તુષ યુક્તિથી એમાં અમારો (જન્મ છે ) નિજ વૈભવ છે. આહાહા ! બહુ સમાડયું છે ઘણું.
મુનિઓ એમ કહે કે વસ્ત્રનો એક ખંડ રાખે ને મુનિ મનાવે નિગોદ જાય. એ શબ્દબ્રહ્મની વાણી છે, વાણીમાં એમ આવ્યું હતું, એવું ભાવમાં આવીને વાણી નીકળી છે. આહાહા ! અમારા મુનિપણાના અનુભવની દશામાં એકાંત કહેનારા સર્વજ્ઞની વાણી સિવાય, એનો અખંડ યુક્તિના ન્યાયથી સિદ્ધ કરીને, અમારો વૈભવ પ્રગટ થયો છે. આહાહાહા ! આકરું કામ છે આમાં હીરાભાઈ ? આમાં તો શ્વેતાંબર અને દિગંબર બે ભેગાં કરવા જાય તો મેળ ખાય એવું નથી એમ પોકા૨ ક૨ે છે. એમના કહેલા દેવગુરુશાસ્ત્ર, આહાહા ! અખંડ ન્યાય ને યુક્તિથી સિદ્ધ કરીને કે એ વાત જુઠ્ઠી છે એ રીતે અમારા નિજવૈભવનો જન્મ છે. આહાહા ! આકરું કામ છે બહુ વેદાંતાદિના તો નિરાકરણ છે બધા, સમસ્ત શબ્દ છે ને ? સમસ્ત શબ્દ છે ને ? સમસ્ત વિપક્ષ જેટલા વિપક્ષ છે. આહાહા! વીતરાગના શબ્દબ્રહ્મથી અનેકાંતથી જે કહેવાયેલું પૂરું સ્વરૂપ એનાથી વિપક્ષ છે. આહાહા ! એનું એકાંત છે એમ નિરાક૨ણ ક૨વામાં સમર્થ છે. અતિ અખંડ ન્યાય અમારો નિર્બાધ યુક્તિ એ યુક્તિને કોઈ વિશ્ર્વ કરી શકે નહિં, એ યુક્તિને કોઈ ખંડન કરી શકે નહિં.
નિર્બાધ યુક્તિ તેના અવલંબનથી તેનો જન્મ છે. આહાહાહાહા ! ટીકા, ટીકા ભારે ગજબ છે ને !! આ સનાતન જૈન ધર્મની આ વ્યાખ્યા છે. આહાહા ! બે. સર્વજ્ઞની વાણી એ નિમિત્ત અને એના વિરોધનો ખંડન કરીને નિર્બાધ યુક્તિથી નિરાકરણ કર્યું એ એનું નિમિત્ત, અભાવ. આહાહા!
7)
“ વળી તે કેવો વૈભવ છે ? ” નિજ વૈભવ કેવો છે ? “ નિર્મળ વિજ્ઞાનઘન જે આત્મા આત્માની વ્યાખ્યા કરી. આત્મા કેવો છે ? કે નિર્મળ વિજ્ઞાનઘન. આહાહા ! એ આત્માની વ્યાખ્યા કરી. નિર્મળ વિજ્ઞાનન, એકલો શાનનો પિંડ, જ્ઞાનનો સમુદ્ર; અપરિમીત જ્ઞાનનું સ્વરૂપ જેનું. આહાહા ! એવો વિજ્ઞાનન પ્રભુ, વિજ્ઞાનન કીધું ને પાછું જોયું ? તે પણ નિર્મળ વિજ્ઞાનઘન નિર્મળ જ્ઞાનથન ન કહ્યું, એકલું વિજ્ઞાનઘન ન કહ્યું, નિર્મળ વિજ્ઞાનઘન ત્રિકાળ, એવો જે આત્મા, આહાહા ! તેમાં અંતર્નિમગ્ન તેમાં અંતર્નિમગ્ન, વિજ્ઞાનઘન ભગવાન એમાં અંતર્નિમગ્ન અંત૨મગ્ર નહિં અંતર્નિમગ્ન મુનિની વાત છે ને ! આહાહા ! તેમાં અંત્તર્નિમગ્ન-મુનિને અરિહંત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
,,