________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ પહેલું બચ્યું હોય ને તો એને ખેંચવું પડે, માંડ માંડ હેઠે આવે, અને પછી ટેવ પડી જાય, પછી ઓલો લાકડું ઊંચું કરે આમ ઘોંસરું ત્યાં હેઠે માથું નાખી દે. એમ નાના બાળકને વેપાર ધંધામાં પરાણે ખેંચવા પડે નહીંતર ભાગી જાય પણ (થડ) બેઠો પછી તૈયાર થઈ ગયો એટલે જોડાઈ ગયો અંદર, સલવાઈ ગયો. આહાહા !
લોકને સુધારી દઈએ ને લોકને સુધારું એવા કામમાં પછી ઘોંસરે જોડાઈ ગયો મિથ્યાત્વથી આહાહા! જે કરી શકતો નથી, કોને સુધારે? કોને બગાડે ? આહાહા! પણ મિથ્યાત્વ- વિપરીત શ્રદ્ધારૂપી ભૂતડું એવા ઊંધા કામમાં જોડી દીધો એને; અરે, શુભમાં જોડી દીધો એને મિથ્યાત્વને (લઈને) આ કરવું પડે આ કરવું જોઈએ. આહાહા!
તેથી તેઓ વિષયોની તૃષ્ણારૂપી દાહથી પીડિત થાય છે.” એટલે શું કહે છે?કે વિપરીત શ્રદ્ધા જે રાગને પોતાનો માન્યો એવું ભૂતડું એણે ઘોંસરે જોડી દીધા કામમાં. કેમ? કેમિથ્યાત્વમાંથી તૃષ્ણા ઉત્પન્ન થઈ પરની, સમ્યગ્દર્શનમાં ભાવના અંતરની આવે અને મિથ્યાત્વમાં ભાવના પરની આવે. પર- આનું કરું, આનું કરું, છોકરાનું કરું, બાયડીનું કરું. આહાહા ! તૃષ્ણારૂપી દાહ, એ કષાયના રાગરૂપી તૃષ્ણા ફાટી મિથ્યાત્વમાંથી અનંતાનુબંધી, આહાહાહા ! દાહથી પીડિત થાય છે બળતરા થાય અંદર, તો પણ એમાં કામ કર્યા કરે એને ખબર નથી કે આ શું છે? વિષય તૃષ્ણારૂપી દાહથી પીડિત છે. આહાહા ! અને તે દાહુનો ઈલાજ ઈન્દ્રિયોના રૂપાદિ વિષયોને જાણીને. આહાહા ! ઈચ્છા થાય એનો ઉપાય શું? કે આને ભોગવી લઉં, આને ખાય લઉં, આને પી લઉ, આને જોઈ લઉં, એ એનો ઉપાય માને છે. આહાહાહા ! દાહનો ઈલાજ ઈન્દ્રિયોના રૂપાદિ, રૂપને જોઈ લઉં તો મારી ઈચ્છા પૂરી થઈ જાય એમ, ખાય લઉં ખૂબ, ભોગ લઈ લઉં ખૂબ, તો પછી શાંતિ થાય, આહાહા ! એમ ભોગમાં જોડાઈ ગયો કહે છે. આહા ! તૃષ્ણામાં જોડાઈ ગયો ! પોતાનો સંતોષ આનંદ સ્વભાવ એમાં ન આવતાં રાગના કણમાં એકતા માનતાં મિથ્યાત્વમાંથી તૃષ્ણા ઉત્પન્ન થઈ, એ તૃષ્ણાએ પાંચ ઈન્દ્રિયોના વિષયમાં જોડી દીધો. અણદ્રિ ભગવાન રહી ગયો. આહાહા !
છે ને? “ઈન્દ્રિયોના રૂપાદિ વિષયોને જાણીને તે પર દોડે છે,”તે પર દોડે છે. આહાહાહા ! સારા (બધી) ઈન્દ્રિયોના વિષયો દેખે, સ્ત્રીઓના શરીરો, પોતાનું શરીર, લાડવા ને દાળ ભાત ને આમ ઊંચી ઊંચી ચીજો મેસૂબને જોવે ત્યાં ખેંચાઈ જાય છે, જોડાઈ જાય છે, પણ એ બધી ધૂળ છે. ભગવાન આનંદનો નાથ અંદર છે ત્યાં ન જતાં આ બહારની તૃષ્ણામાં દોડે છે. દોડે છે એક પછી એક-આ લઉં, આ લઉં, આ લઉં. એક રાજાની વાતેય આવે છે કથામાં ખાવા ટાણે ઊંચું ઊંચું ખાવાનું હોય, એ વખતે દાસીને નચાવે, એ વખતે ફૂલ ઝાડમાં વચ્ચે બેસે એમ પાંચેય ઈન્દ્રિયોના વિષયોને જાણે ભોગવું એક સાથે, એક હતો. આપણે હીરાભાઈ કહેતા, હીરાચંદ માસ્તર. આવે છે ને એ કથામાં આવે છે ખાવા-પીવામાં મેસૂબ ને ઈ ખાય, ફૂલના ઝાડ હોય એમાં બેસે, એ સુંઘે, ખાય, દાસી આદિ રૂપાળી બાઈયું હોય એને નચાવે એટલે બધું એક હારે પાંચેય ઈન્દ્રિયના વિષય. આહાહા ! એ દોડા દોડ કરે છે પર તરફ. અંતરમાં વલણની વાતને સાંભળતો નથી. આહાહા ! જાણીને પર (તરફ) દોડે છે. પછી વિશેષ છે.
* * *
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com