________________
૧૬૬
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧
પ્રવચન નં. ૧૭
ગાથા-૪ તા. ૨૫-૬-૭૮ રવિવાર જેઠ વદ-૫ સં.૨૫૦૪ સમયસાર, ચોથી ગાથા. પહેલું તો એમ કહ્યું કે અનંતવાર આ જીવે રાગ કરવો, (અર્થાત્ ) ઈચ્છા કરવી અને ઈચ્છાને ભોગવવી એ વાર્તા તો અનંતવાર સાંભળી છે, આત્માના સ્વભાવ સિવાય જેનું સ્વરૂપ સહજાત્મસ્વરૂપ ચૈતન્ય ચમત્કાર જેનો સ્વભાવ છે આત્માનો, એને ભૂલીને ૫૨ની ઈચ્છા કરી અને તેને ભોગવવું-રાગનું કરવું ને રાગનું ભોગવવું એવું તો અનંતવા૨ કર્યું છે, અનંતવાર સાંભળ્યું છે, અનંતવાર પરિચયમાં આવી ગઈ છે વાત અને અનુભવમાં પણ એ આવી ગયું છે. રાગનો અનુભવ, પણ આત્મા, રાગ રહિત છે એની વાત તો એણે સાંભળી નથી એ વાત કહે છે.
આવું પ્રાપ્ત થયા છતાં “ નિર્મળ ભેદજ્ઞાનરૂપ પ્રકાશથી ” ત્યાં સુધી આવ્યું છે. કેવો છે આ પ્રભુ આત્મા, કઈ રીતે જણાય ? કેવો છે એ પછી કહેશે, પણ કઈ રીતે જણાય એ પહેલું કહેશે. આહાહા ! નિર્મળ ભેદજ્ઞાનરૂપ પ્રકાશ, એ વિકલ્પ જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ રાગ, વિકલ્પ હોય છે દયા, દાન, ભક્તિ, વ્રત, તપ આદિ અથવા ગુણ-ગુણીના ભેદનો રાગ ઊઠે વિકલ્પ એનાથી ભિન્ન નિર્મળ ભેદજ્ઞાન એટલે કે રાગથી ભિન્ન છે, એવી ધા૨ણામાં તો એણે અનંતવા૨ કર્યું છે. શાસ્ત્ર ભણ્યો છે તો એમાં એ વાત આવી છે એ. આહાહા ! પણ નિર્મળ ભેદજ્ઞાનરૂપી પ્રકાશ, એ રાગ જે ૫૨ ત૨ફની દશા,વિકલ્પ જે વૃત્તિ ઊઠે છે એનાથી ભિન્ન પાડવું એ રાગથી ભિન્ન ભગવાન સ્વરૂપ ચૈતન્ય ચમત્કારી સહજાત્મ સ્વરૂપ એને નિર્મળ ભેદજ્ઞાનરૂપી પ્રકાશ. આહાહા ! એને ૫૨નો કોઈ પ્રકાશ કે ૫૨નું જાણપણું કામ કરતું નથી ત્યાં એમ કહે છે. આહાહા !
નિર્મળ ભેદજ્ઞાનરૂપી પ્રકાશ, રાગથી ભિન્ન અને સ્વરૂપ ચૈતન્ય અંતરંગમાં, ચૈતન્યના પ્રકાશથી ભરેલો પ્રભુ સહજાત્મસ્વરૂપ અનંત આનંદ સ્વરૂપ (નિજાત્મા ) એને નિર્મળ ભેદજ્ઞાનરૂપી પ્રકાશથી સ્પષ્ટ ભિન્ન દેખવામાં આવે છે એ, આહાહા ! જેમ એ જાણનાર, રાગને, શ૨ી૨ને, વાણીને જાણે છે આમ, પણ એ જાણનારો રાગથી ભિન્ન નિર્મળ ભેદજ્ઞાનરૂપી પ્રકાશથી સ્પષ્ટ ભિન્ન દેખવામાં આવે છે. પ્રત્યક્ષ જુદો દેખવામાં આવે છે. ઓહોહો ! ચૈતન્યના જેના પ્રકાશમાં
આ જણાય છે કે આ છે, છે, છે; એવો જે ચૈતન્ય પ્રકાશની મૂર્તિ પ્રભુ (જ્ઞાયક) એ નિર્મળ ભેદજ્ઞાન, ૫૨થી લક્ષ છોડી, ૫૨ને જાણનારો હું છું એ પણ છોડી, આહાહા ! નિર્મળ ભેદજ્ઞાનરૂપી પ્રકાશ, જે વિકલ્પ ને ૫૨થી જાણવું છે એને ય છોડી દઈ, એનાથી પણ નિર્મળ ભેદજ્ઞાનના પ્રકાશથી, સ્પષ્ટ પ્રત્યક્ષ ભિન્ન દેખવામાં આવે, એ આનંદ સ્વરૂપ પ્રભુ (જ્ઞાયક ) અતીન્દ્રિય આનંદના વેદનમાં ભિન્ન દેખવામાં આવે. આહાહાહાહા !
૫૨થી ભિન્ન જુદો, અંદરના વિકલ્પ ઊઠે દયા દાનના એનાથી જુદો, એવું જે નિર્મળ ભેદજ્ઞાન, ધા૨ણામાં કર્યું છે જે એ ભેદજ્ઞાન નિર્મળ નથી. આહાહા ! શાસ્ત્રથી ધાર્યું છે, સાંભળ્યું છે કે એ જુદો છે એ ધાર્યું છે એ ભેદજ્ઞાન નિર્મળ નથી. આહાહા ! એ તો રાગ મિશ્રિત ભેદજ્ઞાન એણે જાણ્યું છે, એને વાસ્તવિક ભેદજ્ઞાન કહેતા નથી. આહાહાહા !નિર્મળ ભેદજ્ઞાનરૂપ, નિર્મળ ભેદજ્ઞાનરૂપ, પ્રકાશથી એના પ્રકાશથી, આહાહા ! ૫૨ના જાણવા ત૨ફથી પણ જુદું પાડવું, ઘણું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com