________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ છે. અત્યારે એ રાડ પાડે છે નિશ્ચય વ્યવહારની સંધી એને કહીએ કે વ્યવહારથી નિશ્ચય થાય, એ અનેકાંત છે. આહાહા! રાગ છે એ તો પર આશ્રય છે, અને સમકિત છે તે સ્વ આશ્રય છે. ચાહે તો મહાવ્રતનો રાગ, ભક્તિનો રાગ પણ એ દશા એ દિશા એ દશા પર તરફની છે. અને સમ્યગ્દર્શનાદિ ધર્મની દશા, એની દિશા સ્વ ઉપર છે. આહાહા !
મોટા માંધાતાને પણ મિથ્યાત્વે હેઠા પાડ્યા છે કહે છે. છત્ર રાજ્ય એનું ચાલે છે અત્યારે, આહાહા ! ચલણી નાણું એનું છે. મિથ્યાત્વનું ચલણી નાણું. આહાહા ! સાધુ થયા, મુનિ થયા બહારના વેશ ફેરવ્યા પંચ મહાવ્રત (પાળ્યા) એને પણ મિથ્યાત્વે ઘેરી લીધો છે. આહાહા ! આવી વાત છે. મોટું મોહરૂપી ભૂત મિથ્યાત્વ. આહાહા ! એકછત્ર રાજ્યથી વશ કરનાર સારા વિશ્વને, આહાહા ! એ જેમ સમસ્ત જીવલોક કીધો 'તો ને? કે બૂરું કરનારો એણે સાંભળ્યું છે. એવો જ જીવલોક પરિભ્રમણ કરે છે. એવો જીવલોક આ છે. આહાહા!
મોટું મોહરૂપી ભૂત કે જેની પાસે બળદની જેમ ભાર વહેવડાવે છે” આહાહા ! મિથ્યાત્વનું રાજ્ય એવું છે કે બળદની જેમ એણે આ રાગ કરવો પડે આપણે વ્યવહાર કર્તવ્ય છે, દયા દાન ભક્તિ વ્રત તપ એ કર્તવ્ય છે. એવું મિથ્યાત્વરૂપી ભૂતડે, આહાહા ! બળદની જેમ ભાર વહેવડાવ્યો છે, બધો ભાર છે. આહાહા ! ઝીણી વાત છે ભાઈ, આહાહા!નિર્વિકલ્પ ચીજ છે અંદર વસ્તુ (જ્ઞાયકભાવ) એ વ્યવહારની અપેક્ષા વિના પ્રગટ થાય એવી એ ચીજ છે. એ તો સ્વની અપેક્ષા, ત્રિકાળની અપેક્ષાથી થાય છે એને ઠેકાણે મોટા માંધાતા અગિઆર અંગના ભણનારા દસ-દસ હજાર વીસ-વીસ હજારમાં ભાષણ આપનારા, એવા બધાને મિથ્યાત્વે ઘેરી લીધાં છે કહે છે, હેં? આહાહા ! એ આપણે આ બધું પરિષહુ સહન કરીએ, ઉપસર્ગ સહન કરીએ તો એ સહન કરતાં કરતાં ધર્મ થાય અંદર, નિશ્ચય સમ્યગ્દર્શન પમાય એમ મિથ્યાત્વરૂપી ભૂતડ, બળદની જેમ ભાર વહેવડાવ્યો છે. આહાહા !
પાઠમાં તો “ગોરિવ” છે ને ? ગોર-ઇવ; ગો-ઇવ પાઠમાં ઈ છે ગો-ઇવ, બળદની જેમ. આહાહા! આટલા આટલા કામ, કરવા પડે આપણે. શાસ્ત્રોની રચના કરવી પડે. મંદિરો બનાવવા પડે. હું? (શ્રોતા: છપાવવા પડે વહેંચવા પડે) છપાવવા પડે. આહાહા ! પ્રકાશમાં (આવવા ) અધ્યક્ષ થવું પડે, તે વિના આપણે કેમ ચાલે? ચાલે ખરો સંસાર ચાલે, વ્યવહાર માર્ગ ચાલે શી રીતે ? આહાહા ! એ રાગને ઝાલ્યો છે, મિથ્યાત્વથી ગજબ વાત બાપુ! આહાહા ! મિથ્યાત્વરૂપી ભૂતડે એને બળદની જેમ ભાર વહેવડાવ્યો છે. એ પંચ મહાવ્રતના પરિણામ આદિ ભાર કલેશ છે. આહાહા ! અને એણે એને ધર્મ માન્યો છે, મિથ્યાત્વને લઈને અને કાં એને ધર્મનું કારણ છે એમ માન્યું છે. આહાહા
- સારા નિમિત્ત હોય તો આત્મામાં કાર્ય થાય, એમ મિથ્યાત્વ ભૂતડે આમ બળદની જેમ પરના કાર્યમાં જોડી દીધો છે એને. આહાહાહા! નિમિત્ત ગમે તે હોય, નિમિત્તથી થાતું નથી કાંઈ ત્રણ કાળમાં કાંઈ. નિમિત્ત નિમિત્તની પર્યાય કરે. આહાહા! આવી વાતું બાપુ! આકરી ભાઈ આ તો ભગવાનના વિરહ, વિદેહધામની વાતું છે. આહાહા ! થાય? ત્યાંથી લાવ્યા છે ને આ? કુંદકુંદાચાર્ય ત્યાં ગયા'તા પ્રભુ પાસે જીવતા તીર્થ કર્યું તું. આહાહા ! મહાવિદેહ આઠ દિવસ રહ્યા હતા તો જ્ઞાની ચારિત્રવત, સમકિતી પણ વિશેષ ત્યાં જઈને, નિર્મળતા ઘણી થઈ. જો કે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com