________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ પુણ્ય ને પાપમાં ફર્યા જ કરે છે. આહાહા ! એના મધ્યમાં સ્થિત હોવાથી “નિરંતરપણે જેને દ્રવ્ય એટલે જગતના પદાર્થો અનંતવાર સંબંધમાં આવ્યા, દ્રવ્યના પણ અનંત પરાવર્તનો લીધા, આ જગતના જે પરમાણુઓ છે આ શરીરાદિ અનંતા, એ એના સંયોગમાં અનંતવાર આવી ગયા, દ્રવ્યના પરાવર્તન અનંતવાર કર્યા. આહાહા ! સમુચ્ચય વાત છે. કેટલાંક એવા પડ્યાં છે, પણ આ જે કર્યા છે એ વાત કરવાની, બાકી કેટલાક તો પરમાણુ એવા છે, પરિભ્રમણમાં આવ્યાય નથી અડયાય નથી. એ વાત અહીં નથી લેવી, જેમ ઓલા નિગોદના જીવ કોઈ એ હજી તો સાંભળ્યું નથી ઈ વેદે છે એ સાંભળ્યું છે. એમ અહીંયાં કેટલાંક જીવો ઘણાં પરમાણુને અડયાય નથી એ નથી લેવું, પણ એ અડયા જ છે દ્રવ્યના પરાવર્તનમાં કારણકે એની શક્તિ મિથ્યાત્વની છે, તેથી અનંતા દ્રવ્ય પરાવર્તન કરે છે, કર્યા છે એમ કહેવું છે. આહાહાહા!
જીવલોક અનંત જીવલોક કેવો છે? અજ્ઞાનીનો જીવલોક, આહાહા! કે જેણે આ પરમાણુઓ અનંત અનંત પડ્યા છે લોક ઠાંસીને ભર્યો, આખો લોક પરમાણુથી ઠાંસીને ભર્યો છે. અહીંયા અનંતા અનંતા પરમાણુ ઠાંસીને ભર્યા છે. આહાહા ! એ બધા પરમાણુનો પરાવર્તન તારા સંયોગના સંબંધમાં અનંતવાર દ્રવ્ય પરાવર્તન થઈ ગયું છે. આહાહા! એવા પુગલો તારી પાસે અનંતવાર આવીને ગયા છે, આવીને ગયા છે, અનંત પરાવર્તન કર્યા છે. આહાહા ! પુણ્ય ને પાપના રાગમાં મધ્યમાં સ્થિર હોવાથી, આહાહા ! સંસારના જેટલા પરમાણુઓની સંખ્યા એ બધા તારા સંબંધમાં પલટો મારીને બધા પરાવર્તનથી આવી ગયા છે. આહાહાહા !
‘દ્રવ્ય પરાવર્તન” અનંત પરાવર્તન થયા છે. દ્રવ્યનાય અનંત પરાવર્તન, પરાવર્તન (એટલે) પલટો મારીને અનંતવાર રજકણો પાછા આવ્યા છે. આહાહા ! આ શરીરના રજકણો છે એ પહેલા આત્માના સંબંધમાં જ છે એમ નહિં. આવા રજકણો જે અનંતા છે એ બધા આત્માના સંબંધમાં દ્રવ્યપણે પરાવર્તનમાં આવી ગયા છે. આહાહા !
“ક્ષેત્ર પરાવર્તન” છે? આ ચૌદ રાજલોક છે એનો કોઈ એક અંગુલનો અસંખ્યમો ભાગ પણ અનંતવાર ત્યાં જમ્યો મર્યો નહિં એમ નથી. ક્ષેત્રમાં અનંતવાર પરાવર્તન કર્યું છે. દરેક ક્ષેત્રે, જ્યાં સિદ્ધ ભગવાન બિરાજે છે, એ ક્ષેત્રે પણ અનંતવાર જન્મ્યો અને મર્યો છે. નિગોદના જીવ થઈને, આહાહા! સિદ્ધ ભગવાન બિરાજે છે ત્યાં નિગોદના જીવ છે. સૂક્ષ્મ નિગોદ. આહાહા! તો ક્ષેત્રના અનંત પરાવર્તન, આહાહા! કેમકે ચૌદ બ્રહ્માંડ તો અસંખ્ય પ્રદેશી જ છે લોક, અને અનંત કાળથી દેરક ક્ષેત્રે અનંતવાર જન્મ્યો અને મર્યો છે. આહાહાહા ! સિદ્ધ ભગવાન રહે છે ત્યાં પણ અનંતવાર જન્મ્યો અને મર્યો છે નિગોદપણે, એવા અનંતા ક્ષેત્ર પરાવર્તન કર્યા છે, આહાહા !
એમ “કાળ પરાવર્તન” અસંખ્ય ચોવીશી છે, એના એક એક સમયમાં અનંતવાર પરાવર્તન થઈ ગયું છે. આહાહા ! અસંખ્ય ચોવીશી છે, અસંખ્ય સમયની કાળની એનો પહેલો સમય, એમ એક એક સમયે અનંતવાર પરાવર્તન કરીને રખડી રહ્યો છે. એમ બીજો સમય, ત્રીજો સમય, ચોથો સમય એમ અનંત સમય. આહાહાહા ! અસંખ્ય પરિવર્તન એમાં અસંખ્ય સમય જ હોય. અનંત ન હોય. પુદગલ પરાવર્તન અનંત હોય એમાં અનંત સમય હોય, ચોવીશી અસંખ્ય છે તો એક ચોવીશી એમાં સમય અસંખ્ય જ હોય. આહાહા! દરેક દરેક સમયે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com