________________
૧૩૩
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૩ સાડત્રીસ આના, દસ શેરના દસ આના, પચીસ શેરના પચીસ આના, એ તો બધી એની કૂંચીનો એ દાખલો.
એમ આ “સર્વ પદાર્થો, કેવાં છે સર્વ પદાર્થો ? એમ કહ્યું છે ને? કેવાં છે સર્વ પદાર્થો ? સર્વ એટલે અનંત પદાર્થો, અનંત એટલે અનંત આત્માઓ અને અનંત રજકણો અને અસંખ્ય કાળાણુઓ કેવા છે? “પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલ.” પોતાના દ્રવ્યમાં રહેલા છે અંતર્મગ્ન એવા આહા! “પોતાના અનંત ધર્મોના ચક્ર ચક્ર એટલે સમૂહ. આહાહા ! આત્મા પોતાના અનંતા ગુણ અને અનંતી પર્યાય નિર્મળ તેને અડે છે ને ચૂંબે છે. આહાહાહા ! “એમાં રહેલાને ચૂંબે ને અડે” છે. આહાહાહા !નિશ્ચયથી તો ભગવાન આત્મા વ્યવહાર દયા દાનનો વિકલ્પ ઊઠે છે એને એ આત્મા ચૂંબતો નથી, અડતો નથી. આહાહા ! એ ભિન્ન રહે છે. આહાહાહા ! આવો જૈન ધર્મ હુશે! જૈન ધર્મ તો ભાઈ આ સામાયિક કરો, પોહા કરવા ને પડિકમણા કરવા આ જાત્રા કરવી ગીરનાર અને પાલીતાણા બાપા એ બધી વાતો છે.
એ શરીરની ક્રિયાઓ શરીરમાં, એ શરીરનો ધર્મ છે એ તો એનો, એથી એની ક્રિયા થાય છે. તારામાં રાગ થાય એ તો પુણ્ય છે, જૈન ધર્મ નથી. રાત્રે કહ્યું ” તું ૮૩ ગાથા (ભાવપાહુડઅષ્ટપાહુડ) પૂજા, ભક્તિ, વંદન, વૈયાવચ્ચ, વ્રત એ બધા ભાવ પુણ્ય છે, ધર્મ નથી. એ રાગ છે એ આત્માનો વીતરાગ ધર્મ નથી. આહાહાહાહા !
અહીંયા તો બંધ કથા બતાવીને, રાગનો સંબંધ પણ ખોટો છે એમ બતાવવું છે. આમ બધું જગત ટકી રહ્યું છે એ પોત પોતાના ગુણ પર્યાયમાં, ભલે વિરૂદ્ધરૂપે કે અવિરૂદ્ધરૂપે, જગત એમ ટકી રહ્યું છે કોઈના સંબંધથી ટકી રહ્યું છે એમ નથી. એમાંથી પાછું કાઢીને, અભેદ રત્નત્રયપણે પરિણમે આત્મા, શુદ્ધ ચૈતન્ય વસ્તુ, પરને તો અડે નહીં પણ રાગને અડે નહીં. અને પોતાના ગુણપર્યાયને અડે ને સ્પર્શે દ્રવ્યને, પોતાની પર્યાય દ્રવ્યને સ્પર્શીને. આહાહા ! જે દ્રવ્ય પર્યાયને અડયું છે, ચૂંખ્યું છે, એ પર્યાયને દ્રવ્ય સાથે ચૂંબાવીને, સ્પર્શીને, આહાહા ! જે નિર્મળ સમ્યગ્દર્શન જ્ઞાન થાય, એનું નામ પરમાત્મા જૈન ધર્મ કહે છે. આહાહાહાહા ! બાકી તો મજૂરી કરી કરીને મરી ગયો અનંત કાળથી. એક તો વેપાર ધંધાની મજૂરીઓ, મોટા મજૂર એ ફુલચંદભાઈ. હું? આહાહા! પતરા ફેરવ્યા ને આ ફેરવ્યા (આપ કહો ને ના પડાય ) આહા!
- જિનેશ્વરદેવ, ઇન્દ્રો ને ગણધરોની સમક્ષમાં આમ કહેતા હતા. એ વાત આ આવી છે અહીં ઇન્દ્રો ને ગણધરો ભગવાન પાસે બિરાજે છે અત્યારે મહાવિદેહમાં, સીમંધર પ્રભુ બિરાજે છે, ત્યાં આ કહેતા હતા એ વાણી અહીં આવી છે. કુંદકુંદાચાર્ય ત્યાંથી આવ્યા, આહાહા ! અહીંથી ગયા હતા, ત્યાંથી પાછા આવ્યા ત્યારે આ બનાવ્યું “સમયસાર”, આહાહાહા ! ત્યારે એમ કહ્યું કે ભગવાન ત્રણ લોકના નાથ સીમંધર પ્રભુ, તું જેની સામાયિકમાં આજ્ઞા માગે છે, હે ભગવાન ! એ ભગવાન એમ કહે છે. આહાહા!કે પરની દયા તું પાળી શકતો નથી, કેમકે પારને તું અડી શકતો નથી. આહા ! પરને મારી શકતો નથી કેમકે પરને અડી શકતો નથી. આહાહા ! જૂઠા બોલવાની ભાષા તું કરી શકતો નથી કેમકે એને અડતો નથી. આહાહાહા! આગળ જઈને જૂઠા બોલવાનો જે ભાવ છે વિકલ્પ એ (અશુદ્ધ) નિશ્ચય રત્નત્રય છે એ એને અડતો નથી. આહાહા ! આ તો વીતરાગ માર્ગ બાપુ ઝીણો છે! એક (ની) કથા ઝીણી હોય તોય પણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com