________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૩
૧૨૭ છે. વસ્તુ સુંદર છે એ તો સામાન્ય વાત કરી, દ્રવ્યની વાત કરી, દ્રવ્ય, પણ એ દ્રવ્યની સુંદરતા, એના પરિણમનમાં ભાન આવ્યા વિના એ સુંદરતા છે, એવો નિર્ણય અનુભવ ન થાય ત્યાં સુધી એને સુંદર છે એની ખબર નથી.
એકત્વનિશ્ચયગત, ભગવાન આત્મા, પોતાનું જે અભેદ રત્નત્રય એકત્વ, શુદ્ધ જે દ્રવ્ય સ્વભાવ જે ધ્રુવ તેને ધ્યેય, (બનાવીને) જે સમ્યગ્દર્શન-જ્ઞાન, ચારિત્ર અભેદપણે થાય તે સુંદર છે. વસ્તુ તરીકે સુંદર સર્વત્ર છે. એ તો એક સાધારણ વાત કરી પણ એ સુંદરતા છે, એનું પરિણમનમાં ભાન થાય એને માટે એ સુંદરતા બરાબર છે. સમજાણું કાંઈ ? એવી વાતું છે આ!
એકત્વનિશ્ચયને પ્રાપ્ત, પ્રાત છે ને? અભેદ રત્નત્રયને પ્રાપ્ત થાય, પ્રભુ આત્મા શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ, એ પોતાના સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર એવી દશાને પ્રાપ્ત થાય, ત્યારે જ તેની શોભા છે. ત્યારે તેનું વાસ્તવિક અસ્તિત્વ દૃષ્ટિમાં આવ્યું, અનુભવમાં આવ્યું. સમજાણું કાંઈ ? આહાહા !
તેથી એકત્વમાં બીજાના સાથે બંધની કથા” ભગવાન આત્માને કર્મના નિમિત્તના બંધની સાથે સંબંધ, એ નિંદ્ય છે, વિકાર ઉત્પન્ન કરનાર છે, એ નિંદ્ય છે, બંધ કથા એટલે બંધ ભાવ, ભાવ શબ્દ બંધ કથા છે. છે ને? બંધ કથા. બીજાના સાથે બંધની કથા શબ્દ છે પણ એનો અર્થ એ કે બીજાની સાથે બંધનો જે ભાવ એ નિંદનીય છે. આ તો સમયસાર છે! એના એકેક શબ્દમાં સર્વજ્ઞ ભગવાનની કહેલી વાણી છે આ. ઘણી ગૂઢતા છે. આહાહા ! ભગવાન આત્મા એકપણું પામે તે શોભા છે. દ્રવ્ય તો એકપણું છે. પણ દ્રવ્ય આવું છે એવી અભેદ રત્નત્રયની પરિણતિ પામે ત્યારે તે શોભાને પ્રાપ્ત થાય. એમાં કર્મના સંબંધના બંધની કથા, એટલે ભાવ. એ સંબંધીનો જે ભાવ એ વિરોધ છે. એ નિંદનીય છે. આહાહા ! એ આત્માને અણામ દશા બનાવે એવી એ દશા છે, માટે તે વિરોધ છે, ઝીણી વાત છે! આ વાર્તા નથી આ તો ભગવાનની સર્વજ્ઞ વીતરાગ. આહાહા!ત્રિલોકનાથ તીર્થંકરદેવ એનું આ કથન છે ભાઈ. આહાહા!વિસંવાદ, વિરોધ કરનારી છે, એ શબ્દાર્થ થયો.
ટીકા – અહીં “સમય” શબ્દથી સામાન્યપણે એટલે બધા પદાર્થોની કોટિ એને અહીં સમય કહેવામાં આવે છે. ધર્માસ્તિકાય, છે ને? સર્વ પદાર્થોમાં આવે છે. “કારણ કે વ્યુત્પત્તિ પ્રમાણે “સમયતે' એટલે એકીભાવે એકત્વપૂર્વક પોતાના ગુણપર્યાયોને પ્રાપ્ત થઈ જે પરિણમન કરે તે સમય છે”. એ બધા પદાર્થો આવી ગયા. તેથી, શું કીધું ? સામાન્યપણે “સમય” એટલે એકલો આત્મા એમ નહિં, બધા પદાર્થો, સમ્ + અય પોતે પોતાપણે પરિણમે એવો સમય, એટલે છએ દ્રવ્ય. જે એકીભાવે પોતાના ગુણની પર્યાયપણે પ્રાપ્ત થઈને પરિણમન કરે તે સમય છે.
તેથી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ, પુદ્ગલ ને જીવદ્રવ્ય, (છ દ્રવ્યો) જીવદ્રવ્યસ્વરૂપ લોક, આહાહા! સર્વત્ર જે કોઈ જેટલા જેટલા પદાર્થો છે” જેટલા જેટલા સંખ્યાએ, અનાદિથી અને અનંતકાળ એમને એમ જેટલા પદાર્થ છે તેટલા જ રહેવાના છે. આહાહા ! તેથી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ અને પુદ્ગલ ને જીવદ્રવ્યસ્વરૂપ લોક સર્વત્ર “જે કોઈ જેટલા જેટલા પદાર્થો, તે બધા ખરેખર એકત્વનિશ્ચયને પ્રાપ્ત હોવાથી – સુંદરતા પામે છે.” એકલા રહે પોતાના ભાવમાં, પરના સંબંધ વિના, એ સુંદરતાને પ્રાપ્ત
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com