________________
III
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧ 9 સમયસાર જેના થોડા શબ્દોમાં ભાવોની અભુત ને અગાધ ગંભીરતા ભરેલી છે.
સમયસાર તો ભરતક્ષેત્રનો પ્રવચનનો સર્વોત્કૃષ્ટ બાદશાહ છે. આ સાર શાસ્ત્ર કહેવાય. 9 સમયસાર તો જગતના ભાગ્ય, સમયસારરૂપી ભેટર્ણ જગતને આપ્યું. સ્વીકાર
નાથ ! હવે સ્વીકાર ! ભેટ પણ દે, એ પણ સ્વીકારે નહીં? 9 સમયસાર તો વૈરાગ્યપ્રેરક પરમાર્થ સ્વરૂપને બનાવનાર વીતરાગી વીણા છે. છ સમયસારમાં તો અમૃતચંદ્રાચાર્યે એકલા અમૃત રેડ્યા છે અમૃત વહેવરાવ્યા છે. છે સમયસાર એકવાર સાંભળીને એમ ન માની લેવું કે આપણે સાંભળ્યું છે. એમ નથી
બાપુ! આ તો પ્ર. વચનસાર છે એટલે આત્મસાર છે વારંવાર સાંભળવું. 9 સમયસાર ભરતક્ષેત્રની છેલ્લામાં છેલ્લી અને ઊંચામાં ઊંચી સતને પ્રસિદ્ધ કરનારી
ચીજ છે. 9 સમયસારની મૂળભૂત એક એક ગાથામાં ગજબ ગંભીરતા પાર ન પડે એવી ચીજ
છે. એક એક ગાથામાં હીરામોતી ટાંકેલા છે. સમયસારમાં તો સિદ્ધના ભણકારા સંભળાય છે. શાશ્વત અસ્તિત્વની દૃષ્ટિ કરાવનારું પરમ હિતાર્થ શાસ્ત્ર છે.
આવા અપૂર્વ સમયસારમાંથી પૂ. ગુરુદેવશ્રીએ પોતાનો નિજ સમયસારરૂપી શુદ્ધાત્માને અનુભવીને ફરમાવ્યું કે આત્મા આનંદનો પહાડ છે. જ્ઞાયક તો મીઠો મહેરામણ આનંદનો ગંજ ને સુખનો સમુદ્ર છે. ન્યાયોનો ન્યાયાધીશ છે. ધર્મનો ધોધ એવો ધર્મી છે. ધ્રુવ પ્રવાહ છે. જ્ઞાનની ધારા છે. ત્રણ લોકનો નાથ ચૈતન્યવૃક્ષ અમૃતફળ છે. વાસ્તવિક વસ્તુ છે. સદાય વિકલ્પથી વિરામ જ એવો નિર્વિકલ્પ જેનો મહિમા છે એવો ઘુવધામ ધ્રુવની ધખતી ધગશ છે. ભગવાન આત્મા ચિંતામણિ રત્ન, કલ્પવૃક્ષ ને કામધેનુ છે. ચૈતન્ય ચમત્કારી વસ્તુ છે. અનંત ગુણોનું ગોદામ-શક્તિઓનું સંગ્રહાલય ને સ્વભાવનો સાગર છે.
સનાતન દિગંબર મુનિઓએ પરમાત્માની વાણીનો ધોધ ચલાવ્યો છે. જૈનધર્મ સંપ્રદાય વાડો ગચ્છ નથી વસ્તુના સ્વરૂપને જૈન કહે છે.
પૂ. ગુરુદેવશ્રીએ શાસ્ત્રના અર્થ કરવાની જે પાંચ પ્રકારની પદ્ધતિ શબ્દાર્થ, મતાર્થ, આગમાર્થ, જયાર્થ ને ભાવાર્થ છે તે અપનાવીને કયાં કઈ અપેક્ષાએ કથન કરવામાં આવ્યું છે તેનું યથાર્થ જ્ઞાન આપણને મુમુક્ષુ સમુદાયને કરાવ્યું. આ પ્રવચનગંગામાં ઘણા આત્માર્થીઓ પોતાના નિજ સ્વરૂપને પામ્યા, ઘણા સ્વરૂપની નિકટ આવ્યા ને આ વાણીના ભાવો ગ્રહણ કરીને ઘણા આત્માર્થીઓ જરૂર આત્મદર્શન પામશે જ. તેની નિરંતર અમૃત ઝરતી વાણીમાં જ તેમની અસાધારણ પ્રતિભાનો ખ્યાલ આવે છે.
પૂ. ગુરુદેવશ્રી સમયસારમાં ફરમાવે છે કે સમયસાર બે જગ્યાએ છે એક પોતાનો શુદ્ધાત્મા છે તે સમયસાર છે ને ઉત્કૃષ્ટ નિમિત્તપણે સમયસારજી શાસ્ત્ર છે. આ શાસ્ત્રમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com