SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૨ ૧૦૫ જાણે છે કે પરરૂપ થઈને પરને જાણે છે? એ પોતામાં રહીને પરને જાણે છે તો પોતે પોતાથી સ્વયં સિદ્ધ છે એને જાણે, એને કેમ ન જાણે ? આહાહા ! તથા પોતાને નથી જાણતું પણ પરને જાણે છે એમ અનેકાકાર જ માનનારનો વ્યવચ્છેદ થયો.' લ્યો! આહાહા ! વિશેષ કહેશે હવે.... * * * પ્રવચન નં. ૧૧ ગાથા-૨ તા. ૧૮-૬-૧૯૭૮ રવિવાર જેઠ સુદ-૧૩ સં. ૨૫૦૪ સમયસાર ગાથા-૨. અધિકાર એ ચાલે છે કે જીવ-જીવ, જીવ કેને કહેવો? એનાં ઘણાં વિશેષણ આવી ગયાં છે પહેલાં. એને ઉત્પાદ્રવ્યય-ધ્રુવવાળો પણ કહ્યો છે ને ભાઈ? ઈ શું કહ્યું છે કે વસ્તુ છે એમાં પર્યાય બદલે છે. નવી નવી અવસ્થા થાય જૂની અવસ્થા જાય, બદલે છે ને, વિચારો બદલે છે, ઈ બદલે છે ઈ એને નવી દશા ઉત્પન્ન થાય ને જૂનીનો નાશ થાય, અને વસ્તુ છે અંદર જે ધ્રુવ એ કાયમ રહે, ઉત્પાવ્ય ધ્રુવ સહિત તે તત્ત્વ જીવ છે. અને આમેય કહ્યું ને ગુણપર્યાયવાળું | (દ્રવ્ય) એ વસ્તુ જે છે ગુણ એટલે ત્રિકાળ રહેનાર, આ વસ્તુ જે છે આત્મા અંદર એ ત્રિકાળ રહેનાર છે એ અપેક્ષાએ ધ્રુવ, અને નવી નવી અવસ્થા પલટે છે માટે પર્યાય, પર્યાય એટલે હાલત- દશા. તો ગુણપર્યાયવાળું (દ્રવ્ય)એ દ્રવ્ય છે. એ સમુચ્ચય અત્યારે જીવને સિદ્ધ કરે છે. દર્શનજ્ઞાનમય છે એમ કહ્યું. જયસેન આચાર્યની ટીકામાં તો એવી રીતે લીધું છે, જીવ છે એ નિશ્ચયથી પોતાના આનંદ ને જ્ઞાનપ્રાણથી જીવે માટે નિશ્ચય જીવ. વસ્તુ છે ને ! અસ્તિ છે ને! છે તો તેના અસ્તિ-છે એવા શક્તિ ગુણ છે ને! તો આનંદ ને જ્ઞાન આદિ એના ગુણ છે, એ પ્રાણથી કાયમ જીવે, ટકે માટે એને અમે જીવ કહીએ. અને બીજી રીતે પણ લીધું કે, અશુદ્ધ ભાવપ્રાણ (થી) જીવે છે ને આ. ભાવપ્રાણ આ આયુષ્ય, મન, વચન ને કાયાના યોગે જે પ્રાણ છે અશુદ્ધ દશા વિકારી એના પ્રાણથી જીવે છે, ટકે છે એ પણ એક અશુદ્ધ નિશ્ચયથી કહ્યું છે. અને અસભૂત વ્યવહારથી દશ પ્રાણથી જીવે છે આ જડ, નિમિત્ત છે ને આ, પાંચ ઇન્દ્રિય આદિ એ તો જડ પર છે. એનાથી જીવે એમ અ ભૂત વ્યવહારથી પણ કહેવાય. હવે આંહી આપણે આવ્યું છે આંહી “વળી તે કેવો છે?” આંહી સુધી આવ્યું છે. છે? ભાઈને બતાવો કેવો છે? આ જીવવસ્તુ છે ને તત્ત્વ છે ને પદાર્થ છે. આ જેમ જડ છે, એ જેમ અસ્તિ છે તત્ત્વ એમ ચૈતન્ય એનો જાણનારો જાણનાર. જણાય છે, એ ચીજથી જાણનારો જુદી ચીજ છે. એ જુદી ચીજ છે એનાં બધા વિશેષણો વાપર્યા છે. એ જીવ કેવો છે? એ શક્તિ અને અવસ્થાવાળો છે, ઉત્પાધ્યયધ્રુવવાળો છે, દર્શનશાનસ્વરૂપે છે, આંહી વળી તે કેવો છે? વિશેષ વાત કરે છે. અન્ય દ્રવ્યોના જે વિશિષ્ટ ગુણો–વળી જીવમાં અન્ય બીજાં દ્રવ્યો નથી. આ શરીર, વાણી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008305
Book TitleSamaysara Siddhi 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy