SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check h††p://www.AtmaDharma.com for updates ૨ ગાથા ૯૫ સહિત છે. તે જીવની પહેલી, કેવો જીવ છે એમ કરીને વ્યાખ્યા કરી. આહા ! સમજાણું ? 6 આ વિશેષણથી જીવની સત્તા નહિં માનનાર નાસ્તિકવાદીઓનો મત ખંડિત થયો' કોણ જાણે જીવ ક્યાં છે અહીં. એમ માનનારા નાસ્તિક, પુરુષને (જીવને ) અપરિણામી માનનાર સાંખ્યવાદીઓનો વ્યવચ્છેદ ( થયો ) આત્મા છે તે બદલતો નથી કાયમ એકરૂપ રહે છે. એવાનો અહીં વ્યવચ્છેદ કર્યો, છે ને ? ( જીવનો ) પરિણમન સ્વભાવ કહેવાથી થયો. ‘ નૈયાયિકો અને વૈશેષિકો સત્તાને નિત્ય જ માને છે ’ સત્ છે એને એક જ રૂપે માને. ‘ બૌદ્ધો સત્તાને ક્ષણિક જ માને છે ’ એક સમયની સત્તાવાળું જ બોદ્ધ માને. ‘તેમનું નિરાકરણ સત્તાને ઉત્પાદ-વ્યયધ્રુવ કહેવાથી થયું. ' આહાહા ! – ܙ અર્થકા૨ પંડિતે પણ, ઉત્પાદ્ વ્યય સાંખ્ય માનતા નથી, બૌદ્ધ ધ્રુવ માનતા નથી. એટલે બેયનો નિષેધ થયો, ઉત્પાદ વ્યય ધ્રુવ સ્વરૂપ જ એ વસ્તુ છે. એક જ સમયમાં એકતારૂપે વસ્તુ છે. એવો જ ઈ જીવ નામનો પદાર્થ છે. વિશેષ કહેશે... પ્રમાણ વચન ગુરુદેવ ! પ્રવચન નં. ૧૦ ગાથા-૨ તા. ૧૭-૬-૧૯૭૮ શનિવા૨ જેઠ સુદ-૧૧ સં. ૨૫૦૪ સમયસાર ગાથા બે. પહેલો એક બોલ ચાલ્યો છે. જીવ કેવો છે ? ‘ જીવ-પદાર્થ છે ને ? આ જીવ-પદાર્થ કેવો છે ?' એ એક બોલ ચાલ્યો. 6 બીજો બોલ. ‘ વળી જીવ કેવો છે ? ' છે ? વચમાં. ‘ નૈયાયિકો અને વૈશેષિકો સત્તાને નિત્ય જ માને છે અને બૌદ્ધો સત્તાને ક્ષણિક જ માને છે; તેમનું નિરાક૨ણ સત્તાને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ કહેવાથી થયું' ત્યાં સુધી આવ્યું છે. ‘વળી જીવ કેવો છે ? ચૈતન્યસ્વરૂપપણાથી ' એનું સ્વરૂપ તો ચૈતન્ય છે. જાણવું દેખવું એનું કાયમ એનું સ્વરૂપ છે. ‘ ચૈતન્યસ્વરૂપપણાથી નિત્ય ઉદ્યોતરૂપ છે’ ચૈતન્યના સ્વરૂપથી જીવ નિત્ય પ્રકાશમાન છે. કેવો છે જીવ ? કે ચૈતન્યસ્વરૂપપણાથી નિત્ય પ્રકાશમાન, નિર્મળ ઉદ્યોતરૂપ સ્પષ્ટ-ઉધોતરૂપ નિર્મળ અને સ્પષ્ટ ‘દર્શનશાન-જ્યોતિસ્વરૂપ છે ’ એ ત્રિકાળીની વાત કરી. ત્રિકાળી તત્ત્વ આવું છે. એ હવે ઠરે છે ક્યારે શેમાં એ પછી લેશે. આવી ચીજ છે! એ દર્શનજ્ઞાનમાં સ્થિત થાય, તો એને સ્વસમય કહેવાય એમ સિદ્ધ કરવું છે. આહાહા ! નિત્ય ઉદ્યોતરૂપ નિર્મળ સ્પષ્ટ-પ્રત્યક્ષ દર્શનજ્ઞાન-જ્યોતિસ્વરૂપ છે. ઈ તો પ્રત્યક્ષ દર્શનજ્ઞાન જ્યોતિ ત્રિકાળ સ્વરૂપ એનું છે. નિત્ય ઉદ્યોત નિર્મળ છે. એવું ઈ જીવદ્રવ્ય છે એમ સિદ્ધ કરવું છે. જીવ પદાર્થ આવો છે. પછી શેમાં સ્થિત થાય એ પછી કહેશે એ પર્યાયમાં. 6 , ‘આ વિશેષણથી ચૈતન્યને જ્ઞાનાકારસ્વરૂપ નહિં માનનાર સાંખ્યમતીઓનો નિષેધ થયો. કૌંસમાં કહ્યું કે કારણકે ચૈતન્યનું પરિણમન દર્શન જ્ઞાનસ્વરૂપ છે. ચૈતન્ય લેવો છે ને ! જાણના૨–દેખનાર ’ એનું પરિણમન દર્શનજ્ઞાનરૂપ છે. ચૈતન્યનું પરિણમન દર્શનજ્ઞાનરૂપ છે. ( શ્રોતાઃ ત્રણે કાળે જીવ કેવો છે તે બતાવવું છે ? ) ત્રણે કાળે જીવદ્રવ્ય જે છે એ ચૈતન્યસ્વરૂપપણાને લઈને નિત્ય ઉદ્યોતરૂપ નિર્મળ સ્પષ્ટ દર્શનજ્ઞાન-જ્યોતિસ્વરૂપ છે. એટલે કે ચૈતન્યનું પરિણમન Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008305
Book TitleSamaysara Siddhi 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy