________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુભવીજનો દ્વારા પ્રવચન શાસ્ત્રજી શાસ્ત્ર જેવા ઘણા ગૂઢ એ ગહન આગમમાં આચાર્ય મહારાજે કહેવા ધારેલ વિષયવસ્તુનો જે રીતે અર્થ કરવામાં આવે છે તેનાથી તત્ત્વજ્ઞની કાંઈ વિરાધના તો નથી થતીને એ વિચારને લક્ષમાં રાખીને સમ્યગ્દર્શનના અધિકારરૂપ શેયતત્ત્વ પ્રજ્ઞાપનની ગાથા ૯૩ થી ૧૧૪ ઉપરના પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો અક્ષરશઃ પ્રકાશિત થાય તથા આ અતિશયધારી મહાપુરુષે સિમંધર ભગવાનને સાક્ષાત્ સાંભળીને તેમજ આ ભવમાં અહીં આવીને સ્વાનુભવપૂર્વક શ્રીમદ્ કુંદકુંદાચાર્ય દેવનું હૃદય જે રીતે સમજીને ઉપરોક્ત ગાથાઓના ભાવો જે ભાષામાં પ્રગટ કર્યા છે તે મુમુક્ષુ સમાજ સમક્ષ રજુ થાય અને તેમાંથી આત્માર્થીજનો પોતાના શયનો યથાર્થ બોધ પામી કાર્ય સિદ્ધિ કરી શકે તેવા ઉમદા આશય આ પ્રકાશન પાછળ રહેલો છે. ગાથા ૯૩ થી શયનું પ્રજ્ઞાપન કરતાં કરતાં ગાથા ૧૧૪માં ધ્યેયના ધ્યાનથી વિધિ દર્શાવી અપૂર્વ ભાવો પૂ. શ્રીએ પ્રગટ કર્યા છે.
પરમ ઉપકારી પૂજ્ય ગુરુદેવશ્રીના ઘણા વિષયો ઉપરના પ્રવચનો સમયે સમયે પ્રકાશિત થયેલા છે. અને તેમાંના ઘણા ખરા હાલમાં ઉપલબ્ધ પણ છે. પરંતુ શ્રી પ્રવચનસારજી શાસ્ત્ર ઉપરના પૂજ્યશ્રીના પ્રવચનો ટેપ ઉપરથી તેઓશ્રીની જ ભાષામાં પ્રકાશિત કરવાનો કદાચ આ પ્રથમ પ્રસંગ છે. આ ગ્રંથમાં જે ગાથાઓ ઉપરના પ્રવચનો સંકલિત કરવાંઆવેલ છે. તેનો સુક્ષ્મ ઉપયોગપૂર્વક જ્ઞાયકના લક્ષે સ્વાધ્યાય કરનાર આત્માર્થીજનને પોતાના પ્રયોજનની સિદ્ધિ માટે ઘણું પ્રેરકબળ પ્રાપ્ત થવાનું પ્રબળ નિમિત્તપણું આ પ્રવચનોમાં રહેલ છે. તેમ આ ટેપો સાંભળતી વખતે લાગવાથી આ ગ્રંથ સંકલિત થઇ શિધ્ર પ્રકાશિત થાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે.
મુમુક્ષુ સમાજ આ પ્રકાશનનો નિજ હિતાર્થે ઉપયોગ કરીને નિજ ઉપાદાનના ઉન્નતિક્રમનો લાભ મેળવશે તથા તત્ત્વના યથાર્થ બોધ દ્વારા આ મુનષ્યભવનું સાર્થક્ય પામશે તેવી અભ્યર્થના સહુ.
તા. ૧૭-૩-૧૯૯૫ રાજકોટ.
પ્રમુખ શ્રી શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ - રાજકોટ.
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com