________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧૪
પ્રવચનસાર પ્રવચનો પર૩ “તે બધું ય જીવદ્રવ્ય” એમ ભાસે છે.” આહા.... હા !
(કહે છે કે:) (પંચમઆરામાં સમકિત) ઓલું પડશે, આ તો ફલાણા શ્લોક (માં કહ્યું છે.) આ (દ્રવ્યદૃષ્ટિ) પડશે ત્યાં ઊભો થઈ જઈશ અંદર જો તો ખરા! ઉઘડેલું જ્ઞાન જ્યાં પર્યાય (ચક્ષુને) બંધ કરીને થયું અંદર, ત્યાં ભગવાન તને ભળાશે. (દેખાશે.) આહા. હા ! ભગવાનનો તને ભેટો થશે. એ ભગવાન છાનો નહીં રહે. આહા... હા! ગજબ વાત છે! ચાર લીટી! આહા! “એવા જીવોને ” – અવલોકનાર જીવને એમ નથી લીધું (“એવા જીવોને” લીધું છે). એ પંચમઆરાના પ્રાણીને કહે છે. પ્રભુ! તું આવો છો ને...! અને પર્યાયચક્ષુને બંધ કરીને જોનારા ઘણા જીવોને (“-એ પર્યાયોસ્વરૂપ વિશેષોમાં રહેલા જીવસામાન્યને અવલોકનારા અને વિશેષોને નહિ અવલોકનારા”) એ જીવોને “તે બધુંય જીવદ્રવ્ય છે.” પર્યાયનું લક્ષ છૂટી ગયું. છે. આખો જીવદ્રવ્ય છે આ તો. આહા. હા !
(અહીંયાં કહે છે કેઃ) દ્રવ્યાર્થિક નયના ઉઘડેલા જ્ઞાનથી વિશેષમાં રહેનારા સામાન્યને અવલોકન કરનારને “તે બધુંય જીવદ્રવ્ય છે” એમ ભાસે છે.” છે? (પાઠમાં) આ જીવદ્રવ્ય છે એમ ભાસે છે. આહા... હા! કાલે આવ્યું ” તું થોડું ! આ તો તમે આવ્યા તો જરી ફરીને લીધું. આ (નો) તો પાર ન મળે બાપા! ગમે તેટલી વાર લો ને...આહા. હા! એના ભાવની ગંભીરતા! ( અપૂર્વ) એના ભાવની અપરિમિતતા! ( અથાગ ) (શ્રોતા ) પરમ પરમેશ્વરની વાત.... (ઉત્તર) હો! પરમેશ્વર થવાની જ વાત છે.
(કહે છે કે, “તે બધુંય જીવદ્રવ્ય છે” એમ કીધું ને.! આહા! એમ કીધું ને? “તે બધુંય (જીવદ્રવ્ય છે) એટલે પાંચ પર્યાયો (સ્વરૂપ) જીવ નથી. એક પર્યાય (જેવડો) જીવ નથી. આહા.. હા! અરે... રે! આવી વાત ક્યાં મળે? ભગવાનના વિરહ પડ્યા!! વાણી રહી ગઈ !! વાણીએ વિરહ ભૂલાવ્યા!! હું? (વલી) વાણીએ વિરહ ભૂલાવ્યા (ભગવાનના.) આહા.... હા! એક “જીવસામાન્યને અવલોકનારા” – એક જ જીવનસામાન્યને જોનારા અને વિશેષોને નહિ અવલોકનારા – (જોયું?) બહુવચન છે. પંચમઆરાના જીવો પણ ઘણા આ પ્રમાણે અવલોકશે. આહા.. હા! (એમ આચાર્યદેવ કહે છે.) વિશ્વાસ-વિશ્વાસ લાવ, તારામાં તાકાત છે, પ્રભુ! તું પૂરણ વીર્યથી ભરે લો પ્રભુ! સુખના સાગર, જળનું (દળ), સુખનો સાગર! એ સુખનું જળ, એ ભરેલા ભગવાનને તું જો! આહ.. હા! તને ત્યાં “જીવદ્રવ્ય 'તે બધું ય છે તેમ ભાસરો. (દેખાશે.) છે? (પાઠમાં) આહા.. હા!
| (કહે છે) પ્રભુ ! તું સ્ત્રી-પુરુષ કે નપુંસક નથી. તું એ શરીરને અને લુગડાંને અને આકૃતિને ન જો પરને જોવાની જ વાત બંધ કરી દઈને – આ સ્ત્રીનું શરીર છે ને આ પુરુષનું શરીર છે એ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com