________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧૩
પ્રવચનસાર પ્રવચનો ૪૯૯ (કહે છે કેઃ) “એવું જીવદ્રવ્ય પણ - વલયાદિ વિકારો (કંકણ વગેરે પર્યાયો જેને ઊપજે છે એવા સુવર્ણની જેમ - પદે પદે (પગલે પગલે, પર્યાયે પર્યાયે) અન્ય ન હોય? કેમ ન હોય? અને (દ્રવ્ય) કેમ ન હોય? અહીં સોનામાં “જેમ કંકણ, કુંડળ વગેરે પર્યાયો અન્ય છે.” પર્યાયો અનેરાપણે થાય છે. એ સુવર્ણ અનેરી-અનેરી પર્યાયપણે થાય છે એમ જીવદ્રવ્ય અનેરાપણે કેમ ન હોય? આહા.... હા! પરની હારે કાંઈ લેવા-દેવા ન મળે. કર્મને લઈને ને ફલાણાને લઈને ઢીંકડાને લઈને (આમ થયું એ વાત નહીં.) આહા... હા! આવી વાત છે! સુકનલાલજી! શુકન આ છે. આહા... હા ! દ્રવ્ય અનેરું કેમ ન હોય? એમ કહે છે ભાઈ ! આહા. હા! પર્યાય અપેક્ષાએ (ની વાત છે!) આહા....! દ્રવ્ય તો દ્રવ્ય છે. પણ પર્યાય ભિન્નભિન્ન થઈ તે કાળે તે થવાની કમાનુપાતી – ક્રમે આવવાની હતી (તે) થઈ, આવવાની હતી ને થઈ, એ વખતે દ્રવ્ય અન્ય કેમ ન કહીએ? દ્રવ્ય અન્યરૂપે નથી થયું એમ કેમ ન કહીએ? પહેલી (મનુષ્ય પર્યાય ) પણ હતું ને (દેવપણે ) થયું તો અન્ય કેમ નથી? આહા... હા! આવી વાતું! સાંભળવા મળવી મુશ્કેલ! અને સાંભળવી ય મુશ્કેલ પડે! લો, આ હાથે ય હલાવી શકે નહીં. બોલી શકે નહી. આહા. હું? સાધુને આહાર દઈ શકે નહી. ભગવાનની સ્તુતિ કરી શકે નહી. આહા....! ભગવાનની પૂજા (સમયે) ચોખા વડે કરીને (અર્થ) ચડાવી શકે નહીં. ઈ આત્મા કરી શકે નહીં એમ કહે છે. આહા.... હા! એ વખતે ઈ જીવદ્રવ્યનો પર્યાય, પહેલો નહોતો ને અનેરો થયો એથી તને એમ લાગે કે આ પર્યાયને લઈને આ બધું – આ થાય છે એમ નથી. આહા.... હા! કો' કાન્તિભાઈ ! આવું તો સાંભળ્યું નથી. નાની ઉંમરમાં વયા ગાય બિચારા ! બુદ્ધિવાળા હુતા પણ. ગોરધનભાઈએ તો થોડું ક પાછળથી સાંભળેલું! તત્ત્વની વાત ! આહા. હા! અરે.. રે! જે કમાણી કરવી જોઈએ એ કમાણી કરી નહીં. હું? આ દશ હજારનો પગાર ને પંદર હજારનો પગાર ને વીસ હજારનો પગાર ને..! બાપુ! પણ એમાં શું થયું? એમાં ક્યાં તું આવ્યો? એ ક્યાં તારાથી થયું? તારાથી થયું - જે પર્યાય પહેલી નહોતી એમ અહીંયાં થયું તો અનેરું થયું તો દ્રવ્ય અન્ય કેમ ન હોય? એમ કહે છે. પરને લઈને થયું નથી. એમ કહે છે. એ પર્યાયને લઈને દ્રવ્ય અનેરું કેમ ન થયું? આહા.... હા!
(અહીંયાં કહે છે) “અન્ય ન હોય? જેમ કંકણ, કુંડળ વગેરે પર્યાયો અન્ય છે (ભિન્નભિન્ન છે, તેના તે જ નથી, તેથી તે પર્યાયો કરનારું સુવર્ણ પણ અન્ય છે.”, છે? (પાઠમાં) કઈ પર્યાય? કંકણ, કુંડળ આદિ તે પર્યાયો કરનારું સુવર્ણ પણ અન્ય છે. એનું – પર્યાયોનું કરનારું સુવર્ણ પણ પર્યાયની અપેક્ષાએ અન્ય છે. આહા. હા! “તેમ મનુષ્ય, દેવ વગેરે પર્યાયો અન્ય છે તેથી તે પર્યાયો કરનારું જીવદ્રવ્ય પણ પર્યાય-અપેક્ષાએ અન્ય છે.” આહા... હા! કેટલું સ્પષ્ટ કર્યું છે !! હજી તો અહીંયાં બહારના અભિમાન મૂકવા નથી. અમે આ કર્યું ને અમે આનું આમ કર્યું ને આ કર્યું ને - કો' કને છેતરવા હોય તો આમ છેતરવા ને આમ (ચાલાકીથી) છેતરવા ને અરે.... રે! છેતરાય જાય છે તું (તે) તને તારી ખબર નથી. આહા... હા! તે પર્યાયની ઉત્પત્તિનું કારણ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com