________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧૩
પ્રવચનસાર પ્રવચનો ૪૮૭ તો પર્યાય પૂર્વે નહોતી કે થઈ છે માટે અસત્ કીધી (છે.) પણ એ પર્યાય જે થઈ છે તે અન્વયશક્તિનો સંબંધ રાખીને થઈ છે. એ (તેની સાથે ) ગૂંથાયેલી છે. આહા.... હા ! કો” દેવીલાલજી! આવું કથન ક્યાં છે? ( શ્રોતા ) બીજે ક્યાંય (આ વાત) નથી!
(કહે છે કેઃ) દિગંબર સંતો! (સિવાય કોઈએ વસ્તુસ્વરૂપ કીધું નથી.) ઈ છાપામાં પહેલું આવ્યું' તું. છાપું છે ને...! આવ્યું' તું ને કે સૌરાષ્ટ્રના કાનજીસ્વામીએ દિગંબર સંપ્રદાયનો બહુ પ્રચાર કર્યો છે! આવ્યું ” તું આમાં ક્યાં ક છે, આમાં છાપું છે ને....! (તેમાં છાપ્યું છે કે, શ્રીમદ્ રાજચંદ્ર પણ એમ કે સમયસાર ને પ્રવચનસારનો અભ્યાસ કરતા અને એમને કો' કે પૂછયું કે આ સ્થિતિ ક્યારે થશે? (કે આ જ્ઞાનનો પ્રચાર ક્યારે થશે?) તેઓએ કહ્યું કે પચાસ વરસ પછી તેનો પ્રકાશ વધારે થશે. (શ્રોતાઃ તાળીઓ) આમાં ક્યાં ક છાપામાં (લખાણ ) છે. (આ છાપું) કે' દુનું પડ્યું છે ઈ તો આમાં મેં તો આ જ વાંચ્યું અંદરથી.
(પત્રિકા-છાપું શોધીને સ્વ-મુખે વાચન કરે છે) સૌરાષ્ટ્રમાં દિગંબર જૈન સંપ્રદાય. લેખક છે સત્ય. આજથી ચાલીશ વર્ષ ઉપર સૌરાષ્ટ્રમાં મૂળ દિગંબર તરીકે એકેય ઘર દિગંબર જૈન નહોતું. એ સંપ્રદાયની માન્યતાની કોઈપણને જરા પણ ખબર નહોતી. તે આ ૫૦ વર્ષ પર નિર્વાણપદને પામેલા શ્રીમદ્ રાજચંદ્રજી એકલા દિગંબર સંપ્રદાયના સિદ્ધાંતો કેવળ પોતાના અથાગ બુદ્ધિબળે યથાર્થ સમજ્યાં હતા. એણે દેશકાળ જોઈને દિગંબરના પવિત્ર સિદ્ધાંતોનું સૌરાષ્ટ્રમાં કે ગુજરાતમાં કોઈને ખાસ શિક્ષણ આપ્યું નહોતું. એનો શિષ્યવર્ગ એટલું જાણતો હતો કે શ્રીમદ્ કૃપાળુદેવ દિગંબર જૈન સંપ્રદાયના સમયસાર, પ્રવચનસાર, ભગવતી આરાધના વગેરે આગમો-પરમાગમોનું અવલોકન કરે છે. પણ એ સં. ૧૯૫૭ ની સાલમાં રાજકોટ મધ્યે શ્રીમદ્ રાજચંદ્રજીનું અવસાન થયું. ત્યારે એની આગળ કોઈ કોઈ જિજ્ઞાસુએ પૂછેલું આપનું – પવિત્ર જ્ઞાન - ખરેખરું ક્યારે પ્રસાર પામશે? ત્યારે તેઓશ્રી) એક જ ઉત્તર આપતા હતા કે અમારા નિર્વાણ પછી પચાસ વર્ષે આ પવિત્ર જ્ઞાનનો પ્રચારક નીકળશે. ( તાળીઓ-હર્ષનાદ).
એ તો એ લોકો કહે છે, એ લોકોને ખબર નથી. તે દિ' પાંચ હજાર રૂપિયા આપીને ફોટો મૂકાવ્યો” તો ને..! એ આવું ધારીને ફોટો મૂક્યો છે નેએના તરફથી માણસ આવ્યો” તો. શેઠ મોકલ્યો” તો. કયા શેઠ ? હા, જયસુખ શેઠ! એને માણસને મોકલ્યો” તો. પાંચ હજાર રૂપિયા દઈને કે શ્રીમદ્દો ફોટો! કે અહીંથી શરૂઆત.. (થાય એમ ધારીને.) ઘણું આ લખ્યું છે આમાં હોં! અને પ્રસાર કરશે. અને હાલમાં જ્ઞાનનો પ્રચાર સોનગઢના સંત પૂજ્ય કાનજીસ્વામી સૌરાષ્ટ્રમાં કરે છે. સૌરાષ્ટ્રમાં ચારે બાજુ – ગામે – ગામ દિગંબર જૈન સંપ્રદાયના મંદિરો તૈયાર થઈ રહ્યાં છે. પ્રતિષ્ઠા અને અંજનશલાકાઓ ધામધૂમપૂર્વક થાય છે. ભાગ્યશાળી હજારો લોકો ગામો-ગામ ધનનો સદુપયોગ કરે છે. આ રીતે પૂ. કાનજીસ્વામીના અથાગ પ્રયત્ન વડે સૌરાષ્ટ્રભરમાં દિગંબર જૈન ધર્મની
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com