________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૧૧૩
પ્રવચનસાર પ્રવચનો ૪૮૪
પ્રવચન : તા. ૮-૭-૭૯.
પ્રવચનસાર'. ૧૧૩ ગાથા.
હવે અસ-ઉત્પાદને અન્યપણા વડે (અન્યપણા દ્વારા) નક્કી કરે છેઃ ) અસત્-ઉત્પાદ થાય છે પણ અનેરી-અનેરી અવસ્થા છે. પર્યાયે. આહા. હા ! ઓલાં સત્- (ઉત્પાદ) પણામાં તો જેવી છે તેવી પર્યાય આવી. અને હવે આ તો અસત્-ઉત્પાદ (કહે છે.) પર્યાય આમ નહોતી પર્યાય એવી પર્યાય થઈ. એ અસત-ઉત્પાદ (છે.) અસત-ઉત્પાદમાં અન્યપણા વડ–અનેરાપણા વડે ઈ વખતે જીવદ્રવ્ય ઈ નો ઈ રહ્યો. પણ પર્યાય તરીકે બીજો (અન્ય) થઈ ગયો! આહા... હા! ક્યાં ઈ સર્વાર્થસિદ્ધિના દેવનો જીવ, અને ક્યાં એક નરક-નિગોદ ને સાતમી નરકનો જીવ, પર્યાયે? (એ અસત્-ઉત્પાદ હોવા છતાં દ્રવ્ય તો ઈ ને ઈ જ છે.) એને વિશ્વાસ બેસવો (ક) તત્ત્વ આવું જ છે. પરના સંયોગ વિના, આવી એકદમ પર્યાય સિદ્ધની થાય, દેવની થાય, નિગોદની થાય-એમાં કોઈ સંયોગોને કારણે (એ થાય) છે એમ નથી. તે તે સમયના તે (તે) ઉત્પાદ- છે એમાંથી થાય છે અપેક્ષાએ સત-ઉત્પાદ છે. હવે નો' તી ને થઈ, અસત-ઉત્પાદ છે. પર્યાયની અપેક્ષાએ. (હવે આ ગાથામાં) ઈ કહે છે.
मणुवो ण होदि देवो देवो वा माणुसो व सिद्धो वा। एवं अहोज्जमाणो अणण्णभावं कधं लहदि।। ११३।।
માનવ નથી સુર, સુર પણ નહિ મનુજ કે નહિ સિદ્ધ છે; એ રીત નહિ હોતો થકો કયમ તે અનન્યપણું ધરે? ૧૧૩.
એનું એ પર્યાય કેમ રહે? એમ કહે છે. પર્યાય તો જુદી (જુદી થાય જ ને...! આહા. હા! એકવાર સ્ત્રીનું શરીર પામે ને...! ભંગીનું શરીર પામે, વિષ્ટા (ઉપાડે.) આહા... હા! પણ એની પર્યાય જે છે તે છે. ઈ અનેરી-અનેરી પર્યાય થઈ છે. આહા..! વસ્તુ અનેરી થઈ નથી. આહા... હા.... હા.. હા ! એ “જ્ઞયનો વિષય છે. જ્ઞયના સ્વરૂપની મર્યાદા આ છે. આહા. હા! આમ.... કેમ? એવો જેમાં અવકાશ નથી. આહા.! (હવે) એની ટીકા.
ટીકા- “પર્યાયો” (શું કહ્યું) પર્યાયો બહુવચન છે. બધી પર્યાય છે. “પર્યાયો પર્યાયભૂત” અવસ્થારૂપ “સ્વવ્યતિરેકવ્યકિતના કાળે જ” સ્વવ્યતિરેકવ્યક્તિ (એટલે) પહેલાથી ભિન્ન વ્યકિતના કાળે જ “સત્ (હયાત) હોવાને લીધે જુઓ આ ક્રમબદ્ધ ! આ તો અધ્યાત્મનો ગ્રંથ છે. આ કાંઈ વારતા નથી. આ તો સર્વજ્ઞ પરમેશ્વર, ત્રિલોકનાથ જેણે એક સમયમાં, ત્રણ કાળ ત્રણ લોક જાણે એવી પર્યાય પ્રગટ કરી- તો પણ કહે છે. પર્યાય છે તે ઈ અનેરી–અનેરી (છે.) ઈ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com