________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧૨
પ્રવચનસાર પ્રવચનો ૪૭૯ (અર્થાત્ ) કહેવાના છે. (ગાથા) પચાસમાં. આ તો ૩૮ માં (કહ્યું છે.) આહા.... હા! સ્વદ્રવ્ય, ભગવાન (આત્મા) ધ્રુવ! ટંકોત્કીર્ણ, વજનું બિંબ ! જેમ એકરૂપ હોય, જેમાં પર્યાયનો પ્રવેશ નથી, છતાં પર્યાય છે. આહા... હા! વસ્તુ ભગવાન આત્મા! દૃષ્ટિના વિષય માટે છે જે દ્રવ્ય, એ તો પર્યાયપણે પરિણમે પણ એનું લક્ષ ત્યાં નથી. સંવર-નિર્જરાપણે પરિણમે તે (પરિણામ-પર્યાય) ઉપર સમકિતી-જ્ઞાનીને તેનું લક્ષ નથી. જ્ઞાન બરાબર કરે. જ્ઞાન તો છ દ્રવ્યનું ય કરે. (એ જ્ઞાન) કરવા છતાં એક સ્વદ્રવ્ય જે ચૈતન્યપ્રભુ! ઈ કોઈ (પણ) પર્યાયે થતો નથી માટે એકરૂપ છે, એવી દષ્ટિ ધર્મીની કદી ખસતી નથી!! આહા! અને એ દષ્ટિ ખસે તો ઈ પર્યાયબુદ્ધિ-મિથ્યાદષ્ટિ થઈ જાય છે. આહા.... હા ! એ કીધું (હવે કહે છે.)
(અહીંયાં કહે છે કેઅનન્ય રહે છે” અનેરી–અનેરી પર્યાયપણે પરિણમવા છતાં અરે, નિગોદની, એકેન્દ્રિયની, તિર્યંચની- એ તો (આગળ) આવી ગયું ને..તિર્યંચમાં ઈ આવી ગયું. નિગોદની-લસણ ને ડુંગળી, એની એક કટકીમાં અનંતાજીવ ( એવો) એક જીવ અક્ષરના અનંતમાં ભાગમાં વિકાસ હોવા છતાં જીવદ્રવ્ય અનેરું થતું નથી. આહા. હા! (જીવ) પર્યાયમાં પરિણમ્યું છે. એમ કહેવાય, ઈ અહીંયાં કીધું છે. (“દ્રવ્ય પર્યાયોમાં વર્તતું હોવાથી) પર્યાયમાં વર્તે છે. આગળ તો કહેશે (ગાથા એકસો) તેર માં તો ઈ પર્યાયનું કરણ-સાધન ને કર્તા તો દ્રવ્ય છે. (-ગાથા-૧૧૩ ટીકા
કે જે પર્યાયોના સ્વરૂપનું કર્તા, કરણ અને અધિકરણ હોવાને લીધે પર્યાયની અપૃથક છે') એમ કહેશે. આહાહા! આહા..હા ! પાછળ છે છેલ્લી છે. એ પર્યાયનું એક બાજુ એમ કહે પર્યાયનું પકારક પરિણમન, દ્રવ્યને ગુણની અપેક્ષા વિના સ્વતંત્ર છે. એક બાજુ એમ કહે દ્રવ્ય પોતે તે પર્યાયમાં પરિણમે છે. પરિણમે છતાં દ્રવ્ય એમ થતું નથી. આહા. હા! પર્યાયને પરદ્રવ્ય કહીને, પદ્રવ્યરૂપે પરિણમે છે. પરિણમે છતાં ઈ દ્રવ્ય છે સત્ ઈ અનેરાપણે થતું નથી. આહા...હા...હા ! એની પોતાની પર્યાય જે પાંચ (પ્રકારની) છે એ પણે થવા છતાં દ્રવ્ય એમ થતું નથી. આહા.હા! પર્યાયને પરદ્રવ્ય કહીને, પરદ્રવ્યરૂપે પરિણમે છે છતાં ઈ દ્રવ્ય છે સત્ ઈ અનેરાપણે થતું નથી. આહાહાહા ! એની પોતાની પર્યાય જે પાંચ (પ્રકારની) છે એ –પણે થવા છતાં, દ્રવ્ય એમ થતું નથી. તો બીજા પદાર્થસંયોગની તો વાત શી કરવી? કે સંયોગને લઈને આમ થયું-સંયોગને લઈને આમ થયું-કર્મનો ઉદય આકરો આવ્યો માટે આમ થયું-આહા....! દુશ્મન એવો પ્રતિકૂળ આવ્યો કે ખરેખર સૂતા” તા ને માર્યો ! આ જ તો એવું સાંભળ્યું ઓલા કાન્તિભાઈનું ક્યારે મરી ગયા ખબર નથી કહે. એમ કે રાતે થઈ ગયો અકસ્માત કહે. સવારે દૂધવાળી આવી તે કહે કે કાન્તિભાઈનું માથું આમ કેમ થઈ ગયું છે? દૂધ દેવાવાળાએ (કીધુ). ત્યાં જ્યાં જોવે તે ખલાસ ભાઈ ! કાંઈ નથી. ક્યારે દેહ છૂટયો? આહા...હા! જે સમયે દેહ છૂટવાનો તે સમયે દેહ છૂટશે. આહા...હા ! ઈ પહેલું ખબર દઈને છૂટશે? કે ભઈ લો હવે હું આ સમયે છૂટવાનું છું.
અહીંયાં તો કહે છે કે જે દ્રવ્ય પર્યાય-પણે પરિણમ્યું છે. પરિણમ્યું છે તે પર્યાયોમાં) દ્રવ્ય વર્તે છે. છતાં દ્રવ્ય તો દ્રવ્યપણે રહે છે, દ્રવ્ય અનેરું થતું નથી. ક્યાં (એક જીવની) નિગોદની પર્યાય ને ક્યાં સિદ્ધની પર્યાય, આમ હોવા છતાં દ્રવ્ય તો તેનું તે જ ને એનું એ રહ્યું છે. આહા. હા! તિર્યંચની
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com