________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૧૦૯
પ્રવચનસાર પ્રવચનો ૪૩૪
ને એ એક જ છે. શું કહ્યું ઈ? સમજાણું? આહા... હા ! દ્રવ્યના સ્વરૂપની વૃત્તિ એટલે ટકવું. એવું જે અસ્તિત્વ-સત્તા, એ દ્રવ્યપ્રધાન કથા દ્વારા ‘સત્’ શબ્દથી કહેવામાં આવેલ છે. ‘દ્રવ્ય ’ પોતે જ ‘સત્’ છે. એમ કહેવામાં આવેલ છે. ઉત્પાવવ્યયધ્રૌવ્યયુવતં સત્ તે જ સવદ્રવ્યનક્ષળમ્ એને અહીંયાં સિદ્ધ કર્યું છે. આહા... હા... હા ! ઉમાસ્વાતિએ જે સૂત્રો કહ્યાં છે (‘તત્ત્વાર્થસૂત્ર' માં તેને સિદ્ધ કર્યાં છે.)
(કહે છે કેઃ) વસ્તુની સ્વરૂપની હયાતી (સ્વરૂપ) ગુણ એવી (જે) સ ત્તા. એમને દ્રવ્યપ્રધાન કથન દ્વારા- દ્રવ્યના સ્વરૂપની વૃત્તિભૂત એવું જે અસ્તિત્વ દ્રવ્યપ્રધાન કથન દ્વારા ‘સત્’ શબ્દથી કહેવામાં આવે છે.” તેનાથી અવિશિષ્ટ (- તે અસ્તિત્વથી અનન્ય) ગુણભૂત જ દ્રવ્યસ્વભાવભૂત પરિણામ છે.” ઈ એવો અસ્તિત્વથી જુદાં નહીં ( અનન્ય ) ગુણભૂત જ દ્રવ્યસ્વભાવ, અસ્તિત્વના ઉત્પાદવ્યયધ્રૌવ્ય પરિણામ છે. અસ્તિત્વને દ્રવ્યની પ્રધાનતાથી કહીએ, તો કહે છે ઈ અસ્તિત્વનો જે દ્રવ્યસ્વભાવ, ઉત્પાદવ્યયૌવ્ય ઈ દ્રવ્યનો સ્વભાવ છે. સમજાણું કાંઈ ? અસ્તિત્વગુણનું દ્રવ્યપ્રધાન કથન કહીએ, તો અસ્તિગુણ- ઉત્પાદવ્યયૌવ્ય છે એમન કહેતાં દ્રવ્યથી તે ઉત્પાદવ્યયૌવ્ય છે. આહા... હા... હા! સમજાણું કાંઈ? આહા...! દ્રવ્યના સ્વરૂપની હયાતી એવું જે અસ્તિત્વ એનું દ્રવ્યની મુખ્યતાથી કથન કરતાં ( એટલે ) સત્તાગુણથી નહિ પણ સત્તાગુણને દ્રવ્યની મુખ્યતાના કથન કરતાં ‘સત્’ શબ્દથી કહેવામાં આવે છે. “તેનાથી અવિશિષ્ટ (-તે અસ્તિત્વથી અનન્ય ગુણભૂત જ દ્રવ્યસ્વભાવભૂત પરિણામ છે.” કા૨ણ કે દ્રવ્યની વૃત્તિ ત્રણ પ્રકા૨ના સમયને (-ભૂત, વર્તમાન ને ભવિષ્ય એવા ત્રણ કાળને ) સ્પર્શતી હોવાથી (તે વૃત્તિ અર્થાત્ અસ્તિત્વ) પ્રતિક્ષણે તે તે સ્વભાવે
પરિણમે છે.
=
પ્રવચન : તા. ૩૦-૬-૭૯.
"9
છેલ્લો પેરેગ્રાફ છે. “ ( આ પ્રમાણે ) ત્યારે પ્રથમ તો, દ્રવ્યના સ્વભાવભૂત પરિણામ છે. કહે છે? કે ઉત્પાદવ્યયને ધ્રૌવ્ય થાય છે. ઈ દ્રવ્યના પરિણામ છે. જે ક્ષણે ક્ષણે ઉત્પાદવ્યયને ધ્રૌવ્ય, પોત-પોતાના અવસરે થાય છે. એ દ્રવ્યના પરિણામ છે. એ પરિણામ (બીજા) કોઈથી થયા છે, કે ( બીજા ) કોઈથી થાય છે, કે કોઈથી બદલાય છે એમ નથી. આહા... હા ! “અને તે ઉત્પાદવ્યયધ્રૌવ્યાત્મક પરિણામ, અસ્તિત્વભૂત એવી દ્રવ્યની વૃત્તિ.” (નીચે ફૂટનોટમાં અર્થ) વૃત્તિ
,,
વર્તવું તે; હયાત રહેવું તે; (તેથી ) દ્રવ્યની હયાતી. દ્રવ્યનો જે હયાતી નામનો સત્તાગુણ (છે.) એના અસ્તિત્વસ્વરૂપ દ્રવ્યની હયાતીને લીધે ‘સત્' થી અવિશિષ્ટ એવો ” ‘ સત્ ' ( એટલે ) ઉત્પાવવ્યયધ્રૌવ્યયુવાં સત્ અને સત્તાગુણ બેય જુદા નથી બેય એક છે. આહા... હા... હા! જેમ પદ્રવ્યનું પૃથકપણું તદ્દન છે એમ આ (ગુણ-ગુણી) પૃથક નથી. પહેલું જરી કહી ગયા છે ને કે દ્રવ્ય અને સત્તા અતભાવ તરીકે અન્યત્વ છે એમ કહ્યું ' તું. છતાં એ અતભાવ
Please inform us of any errors on rajesh@Atma Dharma.com