________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૬
પ્રવચનસાર પ્રવચનો ૩૮૭. છે. પરંતુ વર્ણગુણ કાંઈ ગંધવાળો, સ્પર્શવાળો કે અન્ય કોઈ ગુણવાળો નથી (કારણકે વર્ણ કાંઈ સૂઘાતો કે સ્પર્શતો નથી ); વળી જેમ આત્મા જ્ઞાનગુણવાળો, વીર્યગુણવાળો વગેરે છે, પરંતુ જ્ઞાનગુણ કોઈ વીર્યગુણવાળો કે અન્ય કોઈ ગુણવાળો નથી; તેમ દ્રવ્ય અનંતગુણોવાળું છે, પરંતુ સત્તા ગુણવાળી નથી. (અહીં જેમ દંડી દંડવાળો છે તેમ દ્રવ્યને ગુણવાળું ન સમજવું; કારણ કે દંડી અને દંડને તો પ્રદેશભેદ છે, દ્રવ્ય ને ગુણ તો અભિન્નપ્રદેશ છે. ] “જેમ દંડી દંડવાળો છે તેમ દ્રવ્યને ગુણવાળું ન સમજવું' એ શું કીધું? દંડી-લાકડીવાળો અને દંડ-લાકડી એ બે તદ્દન જુદી ચીજ છે. એમ અહીંયા ન સમજવું. ઈ તો પૃથક પ્રદેશ છે (બન્નેના) એમ અહીંયા ગુણ અને ગુણી વચ્ચે એમ ન સમજવું. (અહીં તો) ફક્ત ગુણ દ્રવ્ય નહીં ને દ્રવ્ય તે ગુણ નહીં એટલો અભાવ છે. આહા... હા (શ્રોતા ) આ વાતમાં ક્ષેત્ર એક છે ને ! (ઉત્તર) ક્ષેત્ર એક છે. એક જ છે. ગુણ લેવું છે ને...! ગુણ ને દ્રવ્ય ક્ષેત્ર એક જ છે. પર્યાય છે એ વળી પછી વાત. ઈ (પ્રદેશભેદની ) અત્યારે વાત નહીં. આ તો ગુણ ને દ્રવ્ય વચ્ચેની વાત છે. આહાહા !
અનેકાન્ત મારગ વસ્તુના સ્વરૂપમાં છે એ રીતે હોં? અને અનેકાંત એટલે અનેક ધરમ એમાં છે ઈ રીતે અનેકાન્ત છે. એમાં નથી ને અનેકાંત ઠેરાવવું બીજી રીતે – પરનું પણ કરી શકે, ઈ તો એમાં છે નહીં એનામાં. એનમાં છે નહીં ને ઈ અનેકાંત ક્યાંથી લાગુ પડે એને...! આહા.... હા ! એ સત્તા નામનો ગુણ છે આત્મામાં, એ નિર્ગુણ છે. એમાં ગુણ નથી (બીજો). પોતે એક ગુણ છે પણ એમાં બીજો ગુણ નથી. (વસ્તુ) એ ગુણોની બનેલી છે અને સત્તા એક જ ગુણની બનેલી છે. વિશેષણ છે. (નીચે ફૂટનોટમાં) વિશેષણ = ખાસિયતઃ લક્ષણ; ભેદક ધર્મ. એ ખાસ ભેદ ધર્મ છે. સત્તા ને આત્માને ખાસ જુદા પ્રકાર છે એમ. આહા. હા! વિધાયક છે= રચનારી છે. એ ગુણ છે ઈ દ્રવ્યને રચનાર છે. દ્રવ્ય છે તે ગુણોનો રચનાર નથી. છે? (પાઠમાં) વિધાયક= વિધાન કરનાર; રચનાર છે. આહા... હા! ગુણ છે ઈ દ્રવ્યને બતાવે છે. એટલે એનો રચનાર છે. દ્રવ્ય એનો રચનાર (ગુણ ) છે. દ્રવ્ય એને-ગુણને રચનાર નથી. આહા... હા ! છે? ( ફૂટનોટમાં ) વિધાન કરનાર રચનાર. નિર્ગુણ એક ગુણની બનેલી, વિશેષણ, વિધાયક (-૨ચનારી).
(અહીંયા કહે છે કેઃ) “અને વૃત્તિસ્વરૂપ” વૃત્તિસ્વરૂપ (નીચે ફૂટનોટમાં) વૃત્તિ-વર્તવું તે; હોવું તે; હયાતી: ઉત્પાદવ્યયધ્રૌવ્ય. એની એ સત્તા છે. (તેને) આટલા બોલ વિશેષણ કહ્યા. “સત્તા ગુણ” નિર્ગુણ છે, એકગુણની બનેલી છે, વિશેષણ છે, દ્રવ્યનું વિશેષણ છે, અને વિધાયક છે - રચનારી છે અને વૃત્તિસ્વરૂપ છે. છે ને વૃત્તિસ્વરૂપ (એટલે) વર્તવું તે. એવી જે સત્તા છે “તે કોઈના આશ્રય વિના રહેતું” હવે દ્રવ્ય. હવે દ્રવ્ય કેવું છે? કેઃ “કોઈના આશ્રય વિના રહેતું” પહેલી એ ગુણની વાત કરી. આહા! સત્તા નામનો ગુણ છે. તે નિર્ગુણ છે. ગુણમાં ગુણ નથી. એકગુણની બનેલી છે. વિશેષણ છે, વિધાયક છે - રચનારી છે અને વૃત્તિસ્વરૂપ છે એવી જે સત્તા છે. બસ ત્યાં એ વાત પૂરી. (હવે દ્રવ્યની વાત ) “તે કોઈના આશ્રય વિના રહેતું”
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com