________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૬
પ્રવચનસાર પ્રવચનો ૩૭૫ બહાર આવ્યું નથી. વિકલ્પ આવ્યો છે પણ અમે નથી. તો બહાર આવીને ટીકા થાય! આહા.... હા ! એ અમારાથી થઈ નથી! (ભાષાએ ભાષાનું કામ કર્યું છે.) આહાહા! આંહી તો થોડું” ક કામ જ્યાં કરે, એના અભિમાન ચડી જાય. અમે આ કામ કર્યું ને અમે આ કર્યું ને અમે તે કર્યું ને. “મરી જવાના રસ્તા છે બધા... આહા.... હા.. હા.... હા! “સત્ છે ઈ સથી જ ટકી શકશે.” આ ન સમજાય ને અસત્ સમજાય ને એને લઈને ટકી શકે, સત્ય નહીં ટકે બાપુ! એ પરિભ્રમણમાં–રખડવું પડશે. આહા... હા. હા ! “સ” નહીં ટકે એટલે? વસ્તુ, સચ્ચિદાનંદપ્રભુ! જ્યાં સત્તા ને આત્માને ભિન્નતા નથી, તેથી સત્તા છે તે દ્રવ્ય છે. ને સત્તા છે એનું પ્રયોજન અસ્તિત્વ રહેવું તો પ્રયોજન અસ્તિત્વ એને લઈને રહ્યું છે. એવું હોવા છતાં- રાગ ને દ્વેષ, પુણ્ય ને પાપની વાત અહીં નથી લેવી. સત્તાની વાત છે અત્યારે તો. આહા.... હા ! છતાં ભગવાન આત્માં ગુણી છે, ભાવવાન છે. અને સત્તા તે ભાવ છે. એવું બે વચ્ચે અન્યપણું (છે.) આવું અન્યપણું છે. પૃથક પ્રદેશનું અન્યપણું નથી. પણ પૃથકભાવનું અન્યપણું છે. આહા... હા.. હા! આહી... હા. હા! આવો કેવો ઉપદેશ આ તે? ગુલાબચંદજી! આમાં ઝાઝું ભણે ય મળે તેવું નથી ક્યાં ય!
આહા. હા! પરમાત્મા (ના) શ્રીમુખે નીકળેલી વાણી છે. આહા.... હા! મુનિઓ! દિગંબર સંતોએ પણ ગજબ કામ કર્યા છે! આમાં રોકાવું પડ્યું એણે વિકલ્પ આવ્યો એટલે. આહા.... હા ! વિકલ્પ આવ્યો. (ટીકા રચવાનો) આહા. હા! પદ્મપ્રભમલધારીદેવ કહે છે ને ભાઈ ! (“નિયમસાર”
શ્લોકાર્થ- ગુણના ધરનાર ગણધરોથી રચાયેલા અને શ્રુતધરોની પરંપરાથી સારી રીતે વ્યક્ત કરાયેલા આ પરમાગમના અર્થસમૂહનું કથન કરવાને અમે મંદબુદ્ધિ તે કોણ?
શ્લોક. ૫. તથાપિ
હમણાં અમારું મન પરમાગમના સારની પુષ્ટ રુચિથી ફરી ફરીને અત્યંત પ્રેરિત થાય છે. (એ રુચિથી પ્રેરિત થવાને લીધે “તાત્પર્યવૃત્તિ” નામની આ ટીકા રચાય છે.] કે આની ટીકા તે અમે કરનારા ? પદ્મપ્રભમલધારીદેવ કહે છે. મંદબુદ્ધિ અમે (છીએ) એ તો પરંપરાથી ચાલી આવી છે. એ આ છે. આહા.. હા! ધન્ય! મુનિરાજ !! જેને એમ છે કે આ ટીકા કરનાર અમે કોણ મંદબુદ્ધિ! હમણાં એવું કંઈક રહ્યા કરે છે કે કંઈક થાય, થાય, થાય. પણ એ ટીકા, અમારાથી થઈ નથી ઈ ટીકાના પરમાણુની પર્યાય, તે વખતે તેના દ્રવ્યને પહોંચી વળે છે ને થાય છે. આહા.... હા... હા! પરમાણુઓ તે સમયની પર્યાયનો, એ ટીકાની પર્યાયને પહોંચી વળે છે, તેથી ટીકા થાય છે. આહા.... હા.. હા! અને તે પર્યાય, એના દ્રવ્ય ને ગુણથી તે પર્યાય થાય છે. અમારાથી નહીં ને અમે નહીં ( એ કાર્યમાં) આહા... હા... હા! કઠણ પડે!! ક્યારેય સાંભળ્યું નથી એથી કઠણ પડે!! આહા... હા! આ તો વકીલોનીજાતની વાત છે ! વેપારીઓને તો આ તર્ક! આહા... હા !
શું કીધું જાઓ! “આમ હોવા છતાં” એટલે? સત્તા નામનો ગુણ અને આત્મા ભાવવાન, એવું એનામાં અન્યત્વપણું હોવા છતાં, તેમને અન્યત્વ છે. “કારણ કે તેમને અન્યત્વના લક્ષણનો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com