________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચનસાર પ્રવચનો
ગાથા - ૧૦૫
હવે સત્તા અને દ્રવ્ય અર્થાતો (ભિન્ન પદાર્થો, અન્ય પદાર્થો) નહિ હોવા વિષે યુક્તિ રજૂ કરે છે :
ण हवदि जदि सव्वं असद्धुव्वं हवदि तं कहं दव्वं । हवदि पुणो अण्णं वा तम्हा दव्वं सयं न भवति यदि सदद्रव्यमसद्ध्रुवं भवति तत्कथं भवति पुनरन्यद्धा तस्माद्द्रव्सं स्वयं
सत्ता ।। १०५ ।।
૩૬૧
द्रव्यम् ।
સત્તા || ‰‰ ||
જો દ્રવ્ય હોય ન સત્, ઠરે જે અસત્ બને કયમ દ્રવ્ય એ ? વા ભિન્ન ઠરતું સત્ત્વથી! તેથી સ્વયં તે સત્ત્વ છે. ૧૦૫.
ગાથા - ૧૦૫
અન્વયાર્થ:- [ વિ] જો [દ્રવ્ય] દ્રવ્ય [સત્ ન ભવતિ ] ( સ્વરૂપથી જા સત્ ન હોય તો(૧) [ ધ્રુવં અસત્ ભવતિ] નકકી તે અસત્ હોય; [ તત્ ચં દ્રવ્યં] જે અસત્ હોય તે દ્રવ્ય કેમ હોઈ શકે ? [ પુન: વા ] અથવા (જો અસત્ ન હોય) તો (૨) [અન્યર્ મવૃત્તિ] તે સત્તાથી અન્ય (જુદું) હોય ! ( તે પણ કેમ બને ? [તસ્માત્] માટે [દ્રવ્ય સ્વયં] દ્રવ્ય પોતે જ [સત્તા] સત્તા છે.
ટીકા:- જો દ્રવ્ય સ્વરૂપથી જ સત્ ન હોય, તો બીજી ગતિ એ થાય કે– (૧) તે અસત્ હોય, અથવા (૨) સત્તાથી પૃથક હોય. ત્યાં, (૧) જો અસત્ હોય તો, ધ્રૌવ્યના અસંભવને લીધે પોતે નહિ ટકતું થકું, દ્રવ્ય જ અસ્ત થાય; અને (૨) જો સત્તાથી પૃથક હોય તો સત્તા સિવાય પણ પોતે ટકતું ( –હયાત રહેતું) થકું, ’એટલું જ માત્ર જેનું પ્રયોજન છે એવી સત્તાને અસ્ત કરે.
૩
પરંતુ જો દ્રવ્ય સ્વરૂપથી જ સત્ હોય તો- (૧) ધ્રૌવ્યના સદ્દભાવને લીધે પોતે ટતું થકું, દ્રવ્ય ઉદિત થાય છે. ( અર્થાત્ સિદ્ધ થાય છે); અને (૨) સત્તાથી અપૃથક રહીને પોતે ટકતું (હયાત રહેતું) થયું, એટલું જ માત્ર જેનું પ્રયોજન છે એવી સત્તાને ઉદિત કરે છે ( અર્થાત્ સિદ્ધ કરે છે.) માટે દ્રવ્ય પોતે જ સત્ત્વ (સત્તા) છે એમ સ્વીકારવું, કારણ કે ભાવ ને ભાવવાનનું અપૃથકપણા વડે અનન્યપણું છે. ૧૦૫.
૧. સત્= હયાત. ૨. અસત્ = નહિ હયાત એવું
૩. અસ્ત= નષ્ટ. (જે અસત્ હોય તેનું ટકવું= હયાત રહેવું કેવું? માટે દ્રવ્યને અસત્ માનતાં, દ્રવ્યના અભાવનો પ્રસંગ આવે અર્થાત્ દ્રવ્ય જ સિદ્ધ ન થાય.)
૪. સત્તાનું કાર્ય એટલું જ છે તે દ્રવ્યને હયાત રાખે. જો દ્રવ્ય સત્તાથી ભિન્ન રહીને પણ હયાત રહે. ટકે, તો પછી સત્તાનું પ્રયોજન જ રહેતું નથી. અર્થાત અભાવનો પ્રસંગ આવે છે.
* ભાવવાન= ભાવવાનળું (દ્રવ્ય ભાવવાળું છે અને સત્તા તેનો ભાવ છે. તેઓ અપૃથક છે (-પૃથક નથી ) તે અપેક્ષાએ અનન્ય છે (અન્ય નથી ) પૃથક્ક્સ અને અન્યત્વનો ભેદ જે અપેક્ષાએ છે તે અપેક્ષા લઈને તેમના ખાસ (જુદા ) અર્થો હવેની ગાથામાં કહેશે. તે અર્થો અહીં લાગું ન પાડવા. અહીં તો અનન્યપણાને અપૃથકપણાના અર્થમાં જ સમજવું.)
Please inform us of any errors on rajesh@Atma Dharma.com